પીટીઇ એકેડેમિકને કેનેડામાં સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ વિઝા માટે માન્યતા મળી
વિશ્વની અગ્રણી લર્નિંગ કંપની પિઅરસને આજે પીટીઇ એકેડેમિક માટે ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટિઝનશીપ કેનેડા (આઇઆરસીસી) તરફથી મંજૂરી મેળવી છે, જે તમામ એસડીએસ (સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ) એપ્લીકેશન્સ માટે સ્વિકાર્ય છે.
વિશ્વની અગ્રણી લર્નિંગ કંપની પિઅરસને આજે પીટીઇ એકેડેમિક માટે ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટિઝનશીપ કેનેડા (આઇઆરસીસી) તરફથી મંજૂરી મેળવી છે, જે તમામ એસડીએસ (સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ) એપ્લીકેશન્સ માટે સ્વિકાર્ય છે. પીટીઇ એકેડેમિક 10 ઓગસ્ટ, 2023થી એસડીએસ એપ્લીકેશન્સ માટે આઇઆરસીસી દ્વારા સ્વિકારવામાં આવશે. આ મંજૂરી કેનેડિયન કાયમી રહેઠાણ અથવા નાગરિકતા માટે અંગ્રેજી ભાષામાં કુશળતાના પુરાવા માટે પીટીઇ કોરની આ વર્ષની શરૂઆતમાં આઇઆરસીસીની માન્યતાને અનુસરે છે.
એસડીએસ એન્ટિગુઆ અને બાર્બુડા, બ્રાઝિલ, ચાઇના, કોલમ્બિયા, કોસ્ટા રિકા, ઇન્ડિયા, મોરક્કો, પાકિસ્તાન, પેરૂ, ફિલિપાઇન્સ, સેનેગલ, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ, ત્રિનિદાદ અને ટોબોગો અને વિયેતનામમાંથી કેનેડામાં અભ્યાસ માટે અરજી કરતાં વિદ્યાર્થીઓ માટે સ્ટડી પરમિટની ઝડપી પ્રક્રિયા છે. વર્ષ 2022 માટે તાજેતરના આઇઆરસીસી આંકડા સૂચવે છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કેનેડા સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું છે.
ઓક્ટોબરના અંત સુધીમાં આઇઆરસીસીએ વર્ષ 2022ના કેલેન્ડર વર્ષમાં 750,300થી વધુ સ્ટડી પરમિટની અરજીઓ પ્રોસેસ કરી હતી. યુકે, ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝિલેન્ડ સરકારોએ પહેલેથી જ તમામ વિઝા અરજીઓ માટે પીટીઇ એકેડેમિકને મંજૂરી આપી છે. પીટીઇ એકેડેમિક કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝિલેન્ડ, આયર્લેન્ડ, યુકે અને યુએસએમાં હજારો યુનિવર્સિટીઝ દ્વારા સ્વિકારવામાં આવ્યું છે. પીટીઇ 118 દેશોમાં 400થી વધુ પીટીઇ સેન્ટર્સ ઉપર લઇ શકાય છે.
પિઅરસનના સીઇઓ એન્ડી બર્ડે કહ્યું હતું કે, “કેનેડા અદ્ભુત કોલેજો, સુંદર સ્થળો, આકર્ષક સંસ્કૃતિ અને નાઇટલાઇફને કારણે વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સ્થળ છે. હવે પીટીઇ એકેડેમિક એસડીએસના હેતુ માટે માન્ય છે ત્યારે મને ખુશી છે કે પિઅરસન વધુ ટેસ્ટ આપનારાઓને ત્યાં અભ્યાસ કરવાના સપનાને સાકાર કરવામાં મદદ કરી શકશે.” “આ વર્ષની શરૂઆતમાં કેનેડિયન ઇકોનોમિક માઇગ્રેશન હેતુ માટે પીટીઇ કોરને મંજૂરી મળ્યાં બાદ આ માન્યતા પ્રાપ્ત થઇ છે અને તે વિદેશમાં કામ અથવા અભ્યાસ કરવા ઇચ્છુક દરેક વ્યક્તિ માટે પીટીઇને પસંદગીના ટેસ્ટ બનાવવાની અમારી
કટીબદ્ધતાને પ્રદર્શિત કરે છે.”
પીટીઇ અંગ્રેજી ભાષામાં કુશળતાના ટેસ્ટને નિષ્પક્ષ અને સચોટ બનાવવા માટે આધુનિક એઆઇ ટેક્નોલોજી અને માનવીય કૌશલ્યો બંન્નેનો સમન્વય ધરાવે છે. એઆઇ ટેક્નોલોજીનો ઉપયોગ સ્કોરિંગ અને બાયોમેટ્રિક ડેટા માટે થાય છે, જે વધુ સારી સિક્યુરિટી પ્રદાન કરે છે. પીટીઇ પર્સન વીયુઇ દ્વારા પણ ડિલિવર કરાય છે, જે પિઅરસનનો કમ્પ્યુટર-આધારિત ટેસ્ટિંગ બિઝનેસ છે.
વધુમાં, ટેસ્ટ આપનાર 24 કલાક પહેલાં ઓનલાઇન બુક કરી શકે છે, વિશ્વભરના ટેસ્ટ સેન્ટરના સ્લોટનો લાભ લઇ શકે છે તથા સરેરાશ 1.3 દિવસમાં તેમના પરિણામો મેળવી શકે છે. 10 ઓગસ્ટ પહેલાં પીટીઇ એકેડેમિક ટેસ્ટ આપનાર એસડીએસ માટે લાયક છે. જોકે, તેમણે આઇઆરસીસી દ્વારા નિર્ધારિત સમાપ્તિ અવધિ તથા આ તારીખની અંદર સબમીટ કરેલું હોવું જોઇએ. અરજદારોને આઇઆરસીસી ગાઇડન્સ તપાસવાની સલાહ આપવામાં આવે છે.
ગ્રામીણ માંગ મજબૂત છે. ઓક્ટોબર-નવેમ્બર, 2024 દરમિયાન ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરના વેચાણ અને સ્થાનિક ટ્રેક્ટરના વેચાણમાં અનુક્રમે 23.2 ટકા અને 9.8 ટકાની વૃદ્ધિથી આનો અંદાજ લગાવી શકાય છે. શહેરી માંગ વધી રહી છે.
નાણાકીય વર્ષ 2023-24માં ખાનગી ક્ષેત્રની બેંકો દ્વારા નોંધાયેલા છેતરપિંડીના કેસોની સંખ્યા કુલના 67.1 ટકા હતી. જો કે, સામેલ રકમના સંદર્ભમાં, જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) 2023-24માં તમામ બેંક જૂથો માટે કાર્ડ અને ઇન્ટરનેટ છેતરપિંડીનો સૌથી વધુ હિસ્સો ધરાવે છે.
આ વર્ષે 23 ડિસેમ્બર સુધી BSE સ્મોલકેપ ઈન્ડેક્સમાં 12,144.15 પોઈન્ટ (28.45 ટકા)નો વધારો નોંધવામાં આવ્યો છે. જ્યારે મિડકેપ ઈન્ડેક્સમાં પણ 9,435.09 પોઈન્ટ (25.61 ટકા)નો ઉછાળો નોંધાયો છે.