પીવી સિંધુએ તેની બીજી ગ્રૂપ મેચ જીતી, પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી
પેરિસ ઓલિમ્પિક 2024: ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ પેરિસ ઓલિમ્પિકમાં સતત જીતના અભિયાનની સાક્ષી છે જેમાં તેણે તેની બીજી ગ્રુપ મેચ સરળતાથી જીતીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.
પીવી સિંધુ પ્રી-ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય: પેરિસ ઓલિમ્પિક્સ 2024માં 5મા દિવસે ભારત માટે ખૂબ જ સારી શરૂઆત થઈ જેમાં સ્ટાર ટેનિસ ખેલાડી પીવી સિંધુએ તેની બીજી ગ્રુપ મેચમાં એસ્ટોનિયાની ક્રિસ્ટા કુબાને 2 સીધા સેટમાં હરાવ્યો અને પ્રી-ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું. ક્વાર્ટર ફાઈનલ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. અત્યાર સુધી સિંધુએ પેરિસ ઓલિમ્પિકની બંને મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં તેણે એકતરફી મેચ જીતી છે. સિંધુએ આ મેચ પણ 34 મિનિટમાં ખતમ કરી દીધી હતી.
પીવી સિંધુએ આ ગ્રુપ સ્ટેજની મેચનો પ્રથમ સેટ એસ્ટોનિયન ખેલાડી ક્રિસ્ટા કુબા સામે 21-5ના માર્જીનથી જીત્યો હતો. આ મેચમાં પીવી સિંધુએ બીજો સેટ 21-10થી જીતીને સતત બે સેટમાં મેચ જીતીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. આ પહેલા સિંધુએ ગ્રુપ-Mમાં પોતાની પ્રથમ મેચમાં માલદીવની ફાતિમા નબાહા અબ્દુલ રઝાકને હરાવ્યો હતો. સિંધુએ આ મેચ પણ 21-9 અને 21-11થી જીતી હતી.
જુનૈદ ઝફર ખાનનું ઓસ્ટ્રેલિયામાં મેદાન પર મોત: 41.7 ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં અકસ્માત. તાજેતરના ક્રિકેટ સમાચાર અને ગરમીની અસર જાણો.
પાકિસ્તાન ટીમ અને તેના ખેલાડીઓ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન બાદ, પાકિસ્તાની ટીમ નવી શરૂઆતના ઇરાદા સાથે ન્યુઝીલેન્ડ પહોંચી હતી, પરંતુ અહીં પણ નસીબ તેમનો સાથ ન આપ્યો.
IPL 2025 Match Time: IPLની આ સીઝનની પહેલી મેચ 22 માર્ચે રમાશે. આ દિવસે ફક્ત એક જ મેચ છે, પરંતુ 23 માર્ચે બે મેચ રમાશે. આવી સ્થિતિમાં, તમારા માટે આ મેચોના સમય વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.