પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં જોરદાર વિસ્ફોટ, 2 બાળકો સહિત 3 લોકોના મોત
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક વિસ્ફોટમાં બે બાળકો સહિત ત્રણ લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બાઈકમાં બ્લાસ્ટ રાખવામાં આવ્યો હોવાની આશંકા છે. આ ઘટનામાં 2 પોલીસકર્મીઓ સહિત 13 લોકો ઘાયલ થયા છે.
કરાચીઃ પાકિસ્તાનનો બલૂચિસ્તાન પ્રાંત ફરી એકવાર જોરદાર વિસ્ફોટથી હચમચી ગયો છે. પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતના એક બજારમાં શનિવારે આ ઘાતક વિસ્ફોટ થયો હતો. જેમાં બે બાળકો અને એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં બે પોલીસકર્મીઓ સહિત 13 લોકો ઘાયલ થયા છે. પિશિન સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા જારી કરાયેલી જાનહાનિની યાદીને ટાંકીને અખબાર 'ધ ડૉન'એ તેના સમાચારમાં જણાવ્યું છે કે વિસ્ફોટ પિશિન જિલ્લાના સુરખાબ ચોક નજીકના મુખ્ય બજારમાં થયો હતો, જેમાં બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અને અન્ય 14 લોકો ઘાયલ થયા હતા.
હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર, ઘાયલોમાંથી 13ને ક્વેટા ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં એક મહિલાનું મોત થયું હતું. ઘાયલો પૈકી પાંચની હાલત ગંભીર છે. પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) દ્વારા 2022માં સરકાર સાથેના યુદ્ધવિરામ કરારને તોડ્યા બાદ હુમલામાં વધારો થયો છે. પિશિન શહેર પોલીસ સ્ટેશનના પ્રભારી મુજીબુર રહેમાનના જણાવ્યા અનુસાર, બંને ઘાયલ પોલીસકર્મીઓની હાલત નાજુક છે.
સ્ટેશન ઈન્ચાર્જ રહેમાને કહ્યું, "એવું લાગે છે કે વિસ્ફોટક સામગ્રી એક મોટરસાઈકલમાં મૂકવામાં આવી હતી." તેમણે કહ્યું કે આ ઘટનામાં ત્રણ વાહનોને નુકસાન થયું છે. અધિકારીએ કહ્યું કે કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તપાસ માટે પુરાવા એકત્ર કરવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાજ્ય પ્રસારણકર્તા 'PTV ન્યૂઝ'ના સમાચાર અનુસાર, વિસ્ફોટ પિશિનના ડેપ્યુટી કમિશનરની ઓફિસ પાસે થયો હતો. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે ટેસ્લા અને સ્પેસએક્સના CEO એલોન મસ્ક અને ઉદ્યોગસાહસિક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વિવેક રામાસ્વામીને નવા બનાવેલા ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)ના વડા તરીકે નિયુક્ત કર્યા છે.
પાકિસ્તાનના ઉત્તરી ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રમાં મંગળવારે દિયામેર જિલ્લાના થાલિચી વિસ્તારમાં એક પેસેન્જર કોચ નદીમાં પડી જતાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા હતા
ચીનમાં 62 વર્ષના એક વ્યક્તિએ પોતાની કાર વડે ડઝનબંધ લોકોને કચડી નાખ્યા. આ દુખદ ઘટનામાં 35 લોકોના મોત થયા હતા. જ્યારે 43 અન્ય ઘાયલ થયા હતા.