પાકિસ્તાની ખેલાડીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લીધી
પાકિસ્તાની મહિલા ટીમની ખેલાડી નિદા ડારે ઈંગ્લેન્ડની મહિલા ટીમ સામે રમતા એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની ગઈ છે.
પાકિસ્તાન મહિલા ટીમ અને ઈંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચે ત્રણ T20I મેચોની શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની બીજી T20I મેચમાં ઈંગ્લેન્ડની મહિલા ટીમે પાકિસ્તાનની મહિલા ટીમને 65 રનથી હરાવ્યું હતું. પરંતુ આ મેચમાં પાકિસ્તાની મહિલા ટીમની કેપ્ટન નિદા ડારે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે મેચમાં બે વિકેટ લઈને આ રેકોર્ડ બનાવ્યો હતો.
ઇંગ્લેન્ડની મહિલા ટીમ સામેની બીજી T20I મેચમાં પાકિસ્તાનની નિદા ડારે તેની ચાર ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ સાથે તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનારી મહિલા ખેલાડી બની ગઈ છે. તેણે પાકિસ્તાન માટે 148 T20I મેચોમાં 137 વિકેટ લીધી છે. જ્યારે મેગન શુટે T20 ઈન્ટરનેશનલમાં 136 વિકેટ પોતાના નામે કરી છે. તે બીજા નંબર પર હાજર છે.
નિદા દાર- 137 વિકેટ
મેગન શુટ – 136 વિકેટ
એલિસ પેરી- 126 વિકેટ
અનીસા મોહમ્મદ- 125 વિકેટ
37 વર્ષની નિદા દાર હાલમાં પાકિસ્તાની ટીમની કેપ્ટન છે. તેણે 2010માં પાકિસ્તાન માટે T20I ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે પાકિસ્તાની ટીમનો મહત્વનો ભાગ બની રહી છે. તેણે પાકિસ્તાની ટીમ માટે 109 ODI મેચમાં 104 વિકેટ અને 1664 રન બનાવ્યા છે. આ સિવાય ટી20 ઈન્ટરનેશનલમાં તેના નામે 137 વિકેટ અને 1904 રન છે. તેણે પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી પાકિસ્તાની ટીમ માટે ઘણી મેચો જીતી છે.
બીજી T20Iમાં ઈંગ્લેન્ડની મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 144 રન બનાવ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે પાકિસ્તાની મહિલા ટીમ આ મેચ સરળતાથી જીતી જશે. પરંતુ પાકિસ્તાની મહિલા ટીમ માટે કોઇપણ ખેલાડી મોટી ઇનિંગ રમી શકી ન હતી. ટીમ તરફથી આલિયા રિયાઝે સૌથી વધુ 19 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની આખી ટીમ માત્ર 79 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના કારણે ટીમ 65 રનથી હારી ગઈ હતી. આ પહેલા પાકિસ્તાનની મહિલા ટીમને પ્રથમ T20I મેચમાં 53 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
IPL 2016 માં વિરાટ કોહલીએ બનાવેલો રેકોર્ડ આજ સુધી તૂટી શક્યો નથી. આ વખતે આપણે જોવું પડશે કે કોઈ બેટ્સમેન તેની નજીક આવી શકે છે કે નહીં.
જુનૈદ ઝફર ખાનનું ઓસ્ટ્રેલિયામાં મેદાન પર મોત: 41.7 ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં અકસ્માત. તાજેતરના ક્રિકેટ સમાચાર અને ગરમીની અસર જાણો.
પાકિસ્તાન ટીમ અને તેના ખેલાડીઓ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન બાદ, પાકિસ્તાની ટીમ નવી શરૂઆતના ઇરાદા સાથે ન્યુઝીલેન્ડ પહોંચી હતી, પરંતુ અહીં પણ નસીબ તેમનો સાથ ન આપ્યો.