Panama Papers leak: અનિલ સલગાંવકરની ₹5,718 કરોડની સંપત્તિ જપ્ત, EDની મોટી કાર્યવાહી
ED એ અનિલ સલગાંવકરનું નામ પનામા પેપર્સમાં આવ્યા બાદ FEMAમાં કાર્યવાહી કરતી વખતે તેમની ₹5,718 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ મિલકતો અનિલ સલગાંવકરની માલિકીની ગોવા, મુંબઈ અને કર્ણાટકમાં 33 કંપનીઓના નામે 441 મિલકતોના રૂપમાં હતી.
ED એ અનિલ સલગાંવકરનું નામ પનામા પેપર્સમાં આવ્યા બાદ FEMAમાં કાર્યવાહી કરતી વખતે તેમની ₹5,718 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ મિલકતો અનિલ સલગાંવકરની માલિકીની ગોવા, મુંબઈ અને કર્ણાટકમાં 33 કંપનીઓના નામે 441 મિલકતોના રૂપમાં હતી. જોકે, જાન્યુઆરી 2016માં સિંગાપોરમાં તેમનું અવસાન થયું હતું.
અનિલ સલગાંવકર ખાણકામ અને શિપિંગમાં મોટા ઉદ્યોગપતિ હતા અને ગોવાની સવોર્ન્ડેમ વિધાનસભામાંથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. અનિલ સલગાંવકર પાસે ગોવા અને કર્ણાટકમાં આયર્ન ઓરની ખાણો હતી જે SPV (સ્પેશિયલ પર્પઝ વ્હીકલ) મારફત BVI અને સિંગાપોરમાં ભારતીય જૂથ કંપનીઓને વેચવામાં અથવા નિકાસ કરવામાં આવતી હતી. અનિલ સલગાંવકરે આ બધું ભારત સરકારને જાણ કર્યા વિના કર્યું. અનિલ સલગાંવકરની આ કંપનીઓ ભારતમાં આયર્ન ઓર કાઢીને તેને ચીનમાં વેચતી હતી, જેના કારણે નફો ભારતને બદલે અન્ય દેશોમાં જવા લાગ્યો હતો.
પનામા પેપર્સ અને પેન્ડોરા લીકમાં નામ આવ્યા બાદ EDએ અનિલ સલગાંવકર સામે FEMA હેઠળ કાર્યવાહી કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે અનિલ સાલગાંવકરે BVI માં પાંચ કંપનીઓ દ્વારા USD 690,650,641 નો નફો કર્યો હતો જે ભારતીય રૂપિયામાં ₹5,718/કરોડ છે, પરંતુ ભારત સરકારને આ વાત જાહેર કરવામાં આવી ન હતી.
આ પછી એજન્સીએ FEMAમાં અનિલ સલગાંવકર સામે કાર્યવાહી કરતી વખતે USD 69,06,50,641 જે INR ₹ 5,718/ કરોડ જપ્ત કર્યા છે. જાન્યુઆરી 2016માં અનિલ સાલગાવકરના મૃત્યુ પછી, 33 કંપનીઓના શેરહોલ્ડિંગને સ્વર્ગસ્થ અનિલ સાલગાવકરની એસ્ટેટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેને હવે EDએ કાર્યવાહી કરતા જપ્ત કરી લીધી છે. જેમાં 33 કંપનીઓની મુંબઈ, ગોવા અને કર્ણાટકમાં 441 પ્રોપર્ટી હતી.
છત્તીસગઢના નારાયણપુર-દંતેવાડા જિલ્લાની સરહદ પર સ્થિત દક્ષિણ અબુજમર્હ જંગલ વિસ્તારમાં સંયુક્ત નક્સલ વિરોધી અભિયાનમાં ચાર નક્સલીઓ અને એક સુરક્ષા જવાન માર્યા ગયા હતા.
તમિલનાડુ સરકારે સત્તાવાર રીતે ચક્રવાત ફેંગલને ગંભીર કુદરતી આફત જાહેર કરી છે. વિનાશક અસરના જવાબમાં, રાજ્યએ અસરગ્રસ્તોને સહાય કરવા માટે વળતર પેકેજની જાહેરાત કરી છે.
બાગેશ્વર ધામ મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીએ શનિવારે ભિવંડીના માનકોલી નાકા પાસે ઈન્ડિયન ઓઈલ કંપની દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી.