પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ ટ્રેનોના કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાનના સમયમાં આંશિક પરિવર્તન
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોના સમય પાલનને વધુ બહેતર બનાવવા માટે ત્રણ ટ્રેનોના કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન માટે વધુમાં વાંચો.
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોના સમય પાલનને વધુ બહેતર બનાવવા માટે ત્રણ ટ્રેનોના કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે પ્રમાણે છે :
1. તારીખ 30.08.2024 થી ટ્રેન નંબર 22958 વેરાવળ-ગાંધીનગર કેપિટલ સોમનાથ એક્સપ્રેસના વેરાવળ સ્ટેશનથી ઉપડવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેટલાક સ્ટેશનો પર ટ્રેનનો આગમન/પ્રસ્થાન સમય ક્રમશઃ વિરમગામ જંકશન 04.05/04.07 કલાકને બદલે 04.18/04.20 કલાક તથા ચાંદલોડિયા બી કેબિન પર 04.50/04.52 કલાકને બદલે 05.03/05.05 કલાક રહેશે. આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશને 5.40 કલાકને બદલે 5.50 કલાકે પહોંચશે.
2. તારીખ 30.08.2024 થી ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર એક્સપ્રેસના પોરબંદર સ્ટેશનથી ઉપડવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેટલાક સ્ટેશનો પર ટ્રેનનો આગમન/પ્રસ્થાન સમય ક્રમશઃ જામનગર 0.47/0.52 કલાકને બદલે 0.54/0.59 કલાકે, હાપા 01.10/01.12 કલાકને બદલે 01.13/01.15 કલાકે, વાંકાનેર 03.57/03.59 કલાકને બદલે 03.30/03.32 કલાકે, થાન જંકશન 04.20/04.22 કલાકને બદલે 03.55/03.57 કલાકે તથા સુરેન્દ્રનગર જંકશન સ્ટેશન પર 05.04/05.06 કલાકને બદલે 04.39/04.41 કલાક રહેશે. રાજકોટ સ્ટેશન પર આ ટ્રેનના આગમન/પ્રસ્થાન સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
3. તારીખ 04.09.2024 થી ટ્રેન નંબર 19319 વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસનો રાજકોટ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય ક્રમશઃ 02.10/02.15 કલાકને બદલે 01.50/02:00 કલાકે રહેશે.
ઉપરોક્ત સ્ટેશનો સિવાય અન્ય કોઈપણ સ્ટેશનના આગમન/પ્રસ્થાન સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેનના રોકાણ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.