માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોડિનાર તાલુકામાં રોડ પર પેચવર્કની કામગીરી
ગીર સોમનાથ : સમગ્ર જિલ્લામાં વરસાદના કારણે અસરગ્રસ્ત રોડ-રસ્તાના કારણે સામાન્ય નાગરિકોને હાલાકી ન પડે તે માટે વહિવટીતંત્ર દ્વારા સઘન કામગીરી શરૂ છે. જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પેચવર્ક, રસ્તાઓના રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલુ છે.

ગીર સોમનાથ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના કોડિનાર તાલુકાના જુદા જુદા વિસ્તારોનાં માર્ગો પર પડેલા ખાડાઓમાં ડામર પેચવર્ક કરી મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે.
કોડિનાર તાલુકાના વડનગર-કંટાળા રોડ પર તેમજ અરણેજ-સાંઢણીધાર, પાવટી પરના અસરગ્રસ્ત રસ્તાઓના રીપેરીંગની કામગીરી થઈ રહી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેટલવર્ક અને પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. આમ, વરસાદના વિરામ બાદ નાના-મોટા માર્ગોનું મરામત કામ વહેલીતકે પૂર્ણ કરવા વહીવટી તંત્રએ પ્રતિબદ્ધતા દાખવી છે.
અમદાવાદમાં એક ખંડણી કેસમાં RTI એક્ટિવિસ્ટ અને પત્રકારની ધરપકડ કરવામાં આવી છે. તેઓએ બિલ્ડર પાસેથી અંદાજિત 24 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જાણો સંપૂર્ણ વિગતો.
ગાંધીનગરમાં ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ થીમ પર યોજાયેલી શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓની પ્રતિભા દર્શાવી. વધુ જાણો!
GP – DRASTI’ ગુજરાત પોલીસનો નવો ડ્રોન પ્રોજેક્ટ શરૂ થયો! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ પહેલ રિસ્પોન્સ ટાઈમ ઘટાડશે અને સુરક્ષા વધારશે. જાણો સંપૂર્ણ માહિતી.