પટેલ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ ફ્રેઇટPILL મોબાઇલ એપ પ્રસ્તુત કરવાની સાથે ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપશે
એપ શિપમેન્ટ બુક કરવા, તેની જાણકારી આપવા, એર વેબિલ, માસ્ટર એર વેબિલ, DRS, POD અને કોઈ પણ જગ્યાએથી કોઈ પણ સમયે શિપમેન્ટ ટ્રેક કરવાની સુવિધા આપશે.
ભારતમાં અગ્રણી લોજિસ્ટિક્સ સેવા પ્રદાતાઓ પૈકીની એક પટેલ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ લિમિટેડ (PILL)એ એની સંપૂર્ણપણે નવી મોબાઇલ એપ – ‘ફ્રેઇટPILL’ પ્રસ્તુત કરી છે, જેની ડિઝાઇન તેમની લોજિસ્ટિક્સ કામગીરીઓનું વ્યવસાયિક વ્યવસ્થાપન કરવાની રીતમાં પરિવર્તનનો પવન લાવવા બનાવી છે. અત્યારે આ એપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ છે અને આગામી મહિનાઓમાં iOS યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.
ફ્રેઇટPILL એક એન્ટરપ્રાઇઝ ઇન્ફોર્મેશન સિસ્ટમ સોફ્ટવેર છે, જેને પટેલ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ એપ્લિકેશન યુઝર્સને વિવિધ વ્યવહારિક સ્થિતિસંજોગોમાં કામગીરીની માહિતી મેળવવા સક્ષમ બનાવે છે. સંબંધિત શાખાઓમાં પ્રાપ્ત તમામ ડેટા કે માહિતી છેવટે સેન્ટ્રલ ડેટાબેઝ સર્વરમાં સ્ટોર થાય છે. આ ખાસિયતનો લાભ એ છે કે, આ તમામ યુઝર્સને કોઈ પણ સમયે એ જ ડેટા મેળવે એની ખાતરી કરે છે, શાખાઓ અને ગ્રાહકો એમ બંને માટે શિપમેન્ટ પર લાઇવ નજર રાખવાની સુવિધા આપે છે.
પટેલ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી મહેશ ફોગ્લાએ કહ્યું હતું કે, “અમને ફ્રેઇટPILL મોબાઇલ એપ પ્રસ્તુત કરવાની ખુશી છે, જે અમારી અમારા ગ્રાહકોને ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરવાની કટિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. લોજિસ્ટિક ઉદ્યોગ સતત બદલાઈ રહ્યો છે અને અમે નવીનતામાં મોખરે રહેવા પ્રતિબદ્ધ છીએ. આ અદ્યતન એપ પ્રસ્તુત કરવાની સાથે અમે સરળ, અસરકારક અને ટેકનોલોજીમાં સતત અદ્યતન સમાધાનો સાથે ગ્રાહકોને સેવા પ્રદાન કરવાની ફરી પુષ્ટિ કરીએ છીએ. આ અમારા ગ્રાહકોને લોજિસ્ટિક્સનો શ્રેષ્ઠ અનુભવ આપવા, મહત્તમ પારદર્શકતા પ્રદાન કરવા અને રિયલ-ટાઇમમાં શિપિંગ પ્રક્રિયા મારફતે અપડેટ આપવા સક્ષમ બનાવે છે.”
આ મોબાઇલ એપ પટેલ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સના નવીન સમાધાનો અને ગ્રાહકને શ્રેષ્ઠ સેવા પ્રદાન કરવાના વિઝનને સુસંગત છે. આ કંપનીના તેની સેવાઓમાં સતત સુધારો કરવાના અભિયાન, અસરકારક લોજિસ્ટિક્સ પ્રક્રિયાઓ માટે અને ગ્રાહકોને લોજિસ્ટિક્સની સ્પર્ધાત્મક દુનિયામાં જરૂરી લાભ પ્રદાન કરવાના અભિયાનને પણ અનુરૂપ છે.
મહારાષ્ટ્ર સરકારે મંગળવારે 1 જુલાઈ, 2024 થી અમલમાં આવતા 5મા પગાર પંચના અપરિવર્તિત પગાર ધોરણ હેઠળ તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં 12 ટકાનો વધારો કરવાનો આદેશ જારી કર્યો છે. સરકારી ઠરાવ (GR) મુજબ, DA 443 ટકાથી સુધારીને 455 ટકા કરવામાં આવ્યો છે.
આજના કારોબારમાં, આઇટી, મેટલ, ઓઇલ અને ગેસ, ઉર્જા, કેપિટલ ગુડ્સ, પીએસયુ બેંકો, રિયલ્ટીમાં 0.5-1 ટકાનો ઘટાડો થયો.
ભારતમાં અગ્રણી પ્રીમિયમ કાર ઉત્પાદક હોંડા કાર્સ ઈન્ડિયા લિ. (એચસીઆઈએલ) દ્વારા ઘરઆંગણે તેમ જ આંતરરાષ્ટ્રીય બજારમાં સફળતાને પગલે તેની વૈશ્વિક એસયુવી મોડેલ હોંડા એલીવેટનું 1 લાખનું એકત્રિત વેચાણનું માઈલસ્ટોન પાર કર્યું છે.