પટેલ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ લિમિટેડે નાણાકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 79 કરોડની આવક કરી
ભારતમાં અગ્રણી લોજિસ્ટિક્સ સેવા પ્રદાતાઓ પૈકીની એક પટેલ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ લિમિટેડ (BSE: 526381 & NSE: PATINGLOG)એ 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા અને અર્ધવાર્ષિક ગાળા માટે એના હિસાબ ન થયેલા નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી.
ભારતમાં અગ્રણી લોજિસ્ટિક્સ સેવા પ્રદાતાઓ પૈકીની એક પટેલ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ લિમિટેડ (BSE: 526381 & NSE: PATINGLOG)એ 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા અને અર્ધવાર્ષિક ગાળા માટે એના હિસાબ ન થયેલા નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી.
નાણાકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળામાં કામગીરીમાંથી આવક ત્રિમાસિક ધોરણે (નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળા)માં 9.9 ટકા વધીને રૂ. 78.90 કરોડ થઈ હતી
નાણાકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં ત્રિમાસિક ધોરણે 30 ટકા વધીને રૂ. 1.03 કરોડથી વધીને રૂ. 1.34 કરોડ થયો હતો
કુલ વોલ્યુમ ત્રિમાસિક ધોરણે 7.01 ટકા વધીને 13874 ટન થયું હતું. ફ્રેઇટPILL મોબાઇલ એપ પ્રસ્તુત થઈ – આ એક એન્ટરપ્રાઇઝ ઇન્ફોર્મેશન સિસ્ટમ સોફ્ટવેર છે, જે વપરાશકર્તાઓને વિવિધ વ્યવહારિક સ્થિતિસંજોગોમાં કાર્યકારી માહિતી મેળવવા સક્ષમ બનાવે છે.
નાણાકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળાની કામગીરી પર પટેલ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી મહેશ ફોગ્લાએ કહ્યું હતું કે, “અમને એક પછી એક ત્રિમાસિક ગાળામાં ઊંચી વૃદ્ધિ જળવાઈ રહેવાની આશા છે. ડિજિટલ પરિવર્તન પર કેન્દ્રિત અમારી વ્યૂહરચનાએ કાર્યદક્ષતા અને સેવામાં ઉત્કૃષ્ટતામાં નવા પરિણામો ખોલ્યાં છે. અમારી વ્યૂહરચના તરીકે ગૌણ અસ્કયામતોનું વેચાણ કરવાની કામગીરીએ અમારી કંપનીની વૃદ્ધિને વેગ આપતી મૂડીની વૃદ્ધિમાં સંસાધનોને પરિવર્તિત કર્યા છે. ચેન્નાઈમાં વપરાશ ન થતી જમીનના વેચાણ મારફતે ફંડ મળવાથી અમારી વૃદ્ધિકારક યોજનાઓ મજબૂત થશે, એર ફ્રેઇટ લોજિસ્ટિક્સની ગતિશીલ પૃષ્ઠભૂમિમાં સતત સફળતા તરફ અમારો માર્ગ મજબૂત થશે.
ચાલુ વર્ષે દિવાળીમાં વિલંબને ધ્યાનમાં લેતા અમને આગામી ત્રિમાસિક ગાળાઓમાં વૃદ્ધિમાં વધારાની ધારણા છે. બજારની સાનુકૂળ સ્થિતિઓ અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે સકારાત્મક સૂક્ષ્મ વાતાવરણના બળે અમે વૃદ્ધિ જળવાશે એવી આશા ધરાવીએ છીએ અને અમારો પ્રયાસ અમારા હિતધારકોને સતત મૂલ્ય પ્રદાન કરવાનો રહેશે.”
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.