પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી હતી
આ હુમલામાં ભારતીય સેનાના સાત જવાન શહીદ થયા હતા. NIAની તપાસમાં સામે આવ્યું છે કે શાહિદ લતીફ આ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો.
પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહિદ લતીફની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે. વર્ષ 2016માં પંજાબના પઠાણકોટના એરબેઝ પર આતંકી હુમલો થયો હતો. આ હુમલો આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે કર્યો હતો. આ હુમલામાં ભારતીય સેનાના સાત જવાન શહીદ થયા હતા. NIAની તપાસમાં સામે આવ્યું છે કે શાહિદ લતીફ આ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો.
NIAની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પઠાણકોટ આતંકવાદી હુમલાનું આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવ્યું હતું અને તેને અંજામ આપવામાં આવ્યો હતો. આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદે હુમલો કરવા માટે ચાર આત્મઘાતી બોમ્બરોને તાલીમ આપીને મોકલ્યા હતા. લતીફ જૈશના લોન્ચિંગ કમાન્ડર તરીકે ઓળખાય છે. તેણે જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓને પઠાણકોટ મોકલ્યા હતા. 47 વર્ષીય શાહિદ લતીફ પાકિસ્તાનના ગુજરાનવાલાના અમીનાબાદ શહેરનો રહેવાસી હતો.
લતીફ સિયાલકોટની નટ મસ્જિદમાં મૌલવી તરીકે કામ કરતો હતો. જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા લતીફે પઠાણકોટ એરબેઝ પર આતંકવાદી હુમલો કરનાર સિયાલકોટના 4 આતંકવાદીઓને માર્ગદર્શન આપ્યું હતું.
છત્તીસગઢમાં એક મોટો નક્સલી હુમલો થયો છે. આ હુમલામાં આપણા 8 જવાનો અને એક ડ્રાઈવર શહીદ થયા છે.
ચીન બાદ ભારતમાં પણ HMPV વાયરસના કેસ દેખાવા લાગ્યા છે. ICMR દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કર્ણાટકના બે બાળકો HMPV વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. ત્યારે ગુજરાતમાંથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
ભારતનું મેટ્રો રેલ નેટવર્ક નોંધપાત્ર સીમાચિહ્ન પર પહોંચી ગયું છે, જે 1000 કિમી સુધી વિસ્તર્યું છે અને ચીન અને યુ.એસ. પછી વિશ્વમાં ત્રીજું સૌથી મોટું બની ગયું છે.