પથુમ નિસાન્કાએ રચ્યો ઈતિહાસ, આવું કરનાર શ્રીલંકાના પ્રથમ ખેલાડી બન્યો
શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે પલ્લેકેલે મેદાન પર રમાઈ રહેલી ત્રણ મેચોની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં શ્રીલંકન ટીમના ખેલાડી પથુમ નિસાંકાના બેટમાંથી બેવડી સદી જોવા મળી હતી. આ સાથે નિસાંકા વનડે ફોર્મેટમાં શ્રીલંકા માટે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.
શ્રીલંકાના 25 વર્ષીય જમણા હાથના ઓપનિંગ બેટ્સમેન પથુમ નિસાંકા અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં બેવડી સદી ફટકારવામાં સફળ રહ્યો છે. પથુમ હવે શ્રીલંકા માટે ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આ પહેલા વન-ડેમાં શ્રીલંકા માટે સર્વોચ્ચ સ્કોર બનાવવાની સિદ્ધિ સનથ જયસૂર્યાના નામે હતી, જેણે વર્ષ 2000માં ભારત સામેની મેચમાં 189 રનની ઇનિંગ રમી હતી. પથુમની ઇનિંગના દમ પર શ્રીલંકાએ આ પ્રથમ મેચમાં 50 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 381 રન બનાવ્યા હતા.
આ પ્રથમ વનડે મેચમાં અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી શ્રીલંકા માટે ઇનિંગની શરૂઆત કરવા આવેલા પથુમ નિસાંકા અને અવિશકા ફર્નાન્ડોએ ટીમને પ્રથમ 10 ઓવરમાં કોઈ ઝટકો ન લાગવા દીધો અને સ્કોર 90 રન સુધી પહોંચાડ્યો. આ પછી બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 182 રનની ભાગીદારી જોવા મળી હતી. આ મેચમાં ફર્નાન્ડો 88 બોલમાં 88 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે પથુમ નિસાંકા એક છેડેથી રન બનાવવાની પ્રક્રિયા ચાલુ રાખતો હતો. નિસાંકા અંત સુધી અણનમ રહ્યો, તેણે 139 બોલનો સામનો કર્યો અને 210 રનની ઇનિંગ રમી જેમાં તેણે 20 ચોગ્ગા અને 8 છગ્ગા પણ ફટકાર્યા.
પથુમ નિસાન્કા – 210 રન (અણનમ) વિ અફઘાનિસ્તાન, 2024
સનથ જયસૂર્યા-189 રન વિ. ભારત, વર્ષ 2000
ઉપુલ થરંગા - 174 અણનમ વિ ભારત, 2013
પથુમ નિસાંકા હવે ODI ફોર્મેટમાં એક મેચમાં સૌથી વધુ વ્યક્તિગત ઇનિંગ્સ ફટકારવાના મામલામાં ફખર ઝમાન સાથે પાંચમા સ્થાને સંયુક્ત રીતે જોડાઈ ગયો છે. વનડેમાં સૌથી વધુ વ્યક્તિગત રન બનાવવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે જેણે 2014માં શ્રીલંકા સામે 264 રન બનાવ્યા હતા. ફખર ઝમાને વર્ષ 2018માં ઝિમ્બાબ્વે સામેની મેચમાં પણ 210 રનની અણનમ ઇનિંગ રમી હતી.
IPL 2025 Match Time: IPLની આ સીઝનની પહેલી મેચ 22 માર્ચે રમાશે. આ દિવસે ફક્ત એક જ મેચ છે, પરંતુ 23 માર્ચે બે મેચ રમાશે. આવી સ્થિતિમાં, તમારા માટે આ મેચોના સમય વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં PCBને રૂ. 869 કરોડનું નુકસાન થયું છે. મેચ ફીમાં ઘટાડો, 5 સ્ટાર હોટેલો બંધ. સંપૂર્ણ નાણાકીય કટોકટી જાણો!
IPL 2025 પહેલા, દિલ્હી કેપિટલ્સ ટીમે તેના નવા ઉપ-સુકાનીની જાહેરાત કરી છે. દિલ્હી ટીમે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા આ માહિતી આપી છે.