હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થનાર પાટોત્સવની ભવ્ય ઉજવણી
કૃષ્ણ મુવમેન્ટ તેના વાર્ષિકઅષ્ટમ પાટોત્સવ પર્વની ભવ્ય ઉજવણી હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે તારીખ 19થી 23 દરમિયાન ઉજવાસે
અમદાવાદ : કૃષ્ણ મુવમેન્ટ તેના વાર્ષિકઅષ્ટમ પાટોત્સવ પર્વની ભવ્ય ઉજવણી હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે બુધવાર તા. 19એપ્રિલ થી રવિવાર,23એપ્રિલ, 2023 દરમિયાન ઉજવી રહ્યું છે. પાંચ દિવસ સુધી ઉજવનાર આ પાટોત્સવની ઉજવણી હરે કૃષ્ણ મંદિર ના વાર્ષિકોત્સવ તથા હરે કૃષ્ણ મંદિર, ભાડજ માં ભગવાનના આ શુભદિને થયેલ આગમનના પ્રસંગને દર્શાવે છે. મંદિરનું ઉદ્ઘાટન તા. 21 એપ્રિલ, 2015ના રોજ અક્ષયતૃતીયાના શુભદિને કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ શ્રી શ્રી રાધા માધવ, શ્રી શ્રી લક્ષ્મી-નરસિંહ ભગવાન અને શ્રી શ્રી નિતાઈ ગૌરાંગ (કૃષ્ણ-બલરામ સ્વરૂપ) ભગવાનશ્રી ની ઉપસ્થિત અને તેમના મૂર્તિરૂપે હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ સ્થાપના શુભ પ્રસંગને સિમાચિહ્ન રૂપે દર્શાવે છે.
હરેકૃષ્ણ મંદિર ખાતે પાટોત્સવની ઉજવણી ખૂબ જ હર્ષોલ્લાસ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે.આ ઉત્સવના ઉજવણીની શરૂઆત તા.19 એપ્રિલ, 2023 બુધવારના રોજ શરૂ થઈ તા.23 એપ્રિલ, 2023 રવિવાર, અક્ષયતૃતીયાના શુભ દિન સુધી એમ સતત પાંચ દિવસ થનાર છે. દરરોજ સાંજે 6 વાગ્યાથી ઉત્સવની શરૂઆત થનાર છે. સમીસાંજના ખાસ કાર્યક્રમો જેવા કે પાલખી ઉત્સવ, સ્વર્ણ રથ ઉત્સવ, મંદિર ના વિશાળ કુંડમાં નૌકા વિહાર, ગરુડ વાહન ઉત્સવ, હનુમદ વાહન ઉત્સવ, ગજ વાહન ઉત્સવ, મહાઅભિષેક, ઝૂલન ઉત્સવ અને શ્રી શ્રી રાધા માધવ ની ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવશે. “રાધે માધવમ”નુ પ્રદર્શન, કૃશલા ડાન્સ થિયેટર દ્વારા કૃષ્ણ લીલા વિષય વસ્તુ પર કથક નૃત્ય નું નિરૂપણ જેવા આહલાદક સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ શ્રી પ્રહરવોરાએન્ડ ગ્રુપ દ્વારા સુંદર ભજન સંધ્યા નો કાર્યક્રમની સાથે હિંડોળા ઉત્સવ સમી સાંજે ઉજવાતા ભક્તોના ઉત્સાહમાં વધારો કરશે. દરરોજ સવારે એક ખાસ પાટોત્સવ યજ્ઞ કરવામાં આવનાર છે. આ ઉત્સવ માટે વિશેષ રૂપથી બનાવેલું વસ્ત્રો તથા આભૂષણો વૃંદાવનથી લાવી પાંચ દિવસે ભગવાનને વિભિન્ન મનમોહક શૃંગાર કરવામાં આવશે. દેશભરના અલગ અલગ રાજ્યો થી લગભગ 2000 કિલો થી વધુ સુગંધીદાર પુષ્પો લાવી ભગવાનના પાટ તથા મંદિર સજાવવામાં આવશે.
તા. 19 એપ્રિલ,2023 ના રોજ પાટોત્સવની ઉજવણી ના ભાગરૂપે પ્રથમ દિવસે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.તા. 20એપ્રિલ, 2023 ના રોજ ઉત્સવમાં શ્રી શ્રી રાધા માધવ ને સાંજે 6 વાગ્યે વિશેષ રીતે બનાવવામાં આવેલગજ વાહનરથમાં ભગવાન શ્રી વિહાર કરાવવામાં આવશે અને ત્યાર બાદ સુંદર પુષ્પોથી સુશોભિત નૌકામાં મંદિર ના વિશાળ કુંડમાં વિહાર કરવામાં આવશે. આ વિશાળ કુંડ પુષ્પોથી સુશોભિત અને રંગબેરંગી પ્રકાશથી ઝળહળતો હશે. આવો સુંદર નજારો (દ્રશ્ય) સૌ કોઈને ખૂબ જ નયનરમ્ય બની રહેશે. ભગવાન શ્રી રાધામાધવ માટે નૌકાવિહાર,હરે કૃષ્ણ મંદિર ના ભક્તો દ્વારા ભવ્ય હરિનામ સંકીર્તનનો કાર્યક્રમ અને હિંડોળા ઉત્સવ યોજવામાં આવશે.
તા. 21એપ્રિલ, 2023 ના શુભ દિવસે શ્રી શ્રી રાધા માધવ ની સાંજે 6 વાગ્યે રથયાત્રા નિકાળવામાં આવશે. સર્વશક્તિમાન શ્રી શ્રી રાધા માધવ ની ખાસ પ્રકારના બનાવેલું ભવ્ય ગરુડ વાહન રથ માં મંદિર પરિસર ની આસપાસ ભવ્ય રથયાત્રા નિકાળવામાં આવશે. તદ્ઉપરાંત સાથોસાથ સાંજે શ્રી પ્રહર વોરા અને ગ્રુપ દ્વારા કૃષ્ણ ભજનની સાથે ભગવાનને હિંડોળા અર્પણ કરવામાં આવનાર છે. તા. 22એપ્રિલ, 2023 ના શુભ દિવસે શ્રી શ્રી રાધા માધવ ની સાંજે 6 વાગ્યે રથયાત્રા નિકાળવામાં આવશે. સર્વશક્તિમાન શ્રી શ્રી રાધા માધવ ની ખાસ પ્રકારના બનાવેલું ભવ્ય હનુમદ વાહન રથ માં મંદિર પરિસર ની આસપાસ ભવ્ય રથયાત્રા નિકાળવામાં આવશે. તદ્ઉપરાંત સાથો સાથ કૃશલા ડાન્સ થિયેટરદ્રારા કૃષ્ણ લીલા વિષયવસ્તુ પર કથકનૃત્ય “રાધે માધવમ”નું નિરૂપણ કરવામાં આવનાર છે.
ઉજવાઈ રહેલા પાટોત્સવના પાંચમાં દિવસે, અક્ષય તૃતીયાના શુભદિને, તા. 23 એપ્રિલના રોજ સર્વશક્તિમાન શ્રી શ્રી રાધા માધવ ને સાંજના 6 વાગ્યાથી ચૂરના અભિષેક અર્પણ કરવામાં આવશે. આ એક પારંપરિક દિવ્ય સ્નાન વિધિ છે જેમાં ભગવાન શ્રી હળદર અને અન્ય પવિત્ર પદાર્થો(વસ્તુઓથી) અભિષેક કરવામાં આવશે. મંદિરમાં ભગવાનને (શ્રી શ્રી રાધા માધવ, શ્રી શ્રી લક્ષ્મી-નરસિંહ અને શ્રી શ્રી નિતાઈ ગૌરાંગ) ને મંદિરના મુખ્ય સભાખંડમાં ભવ્ય અભિષેક અર્પણ કરવામાં આવશે.આખા વર્ષ દરમિયાન આ શુભ અવસર પર જ પ્રાણ પ્રતિષ્ઠા કરેલ બધી દેવ પ્રતિમાઓના એક સાથે થતા અભિષેક નિહાળવાનો લ્હાવો પ્રાપ્ત થાય છે.
હરે કૃષ્ણ મંદિર,ભાડજ તા. 19એપ્રિલ થી23એપ્રિલ,2023 સુધી ઉજવાઈ રહેલા આ પાવન મહોત્સવમાં ભાગ લેવા માટે આપ સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવે છે.
સામાન્ય ઠંડીની શરૂઆત થયા વિના નવેમ્બરનો અડધો સમય પસાર થઈ ગયો હોવા છતાં ગુજરાતમાં હવામાનની પેટર્નમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે
કોંગ્રેસના ગનીબેન ઠાકોરના રાજીનામાને પગલે વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે, જેના કારણે આ બેઠક ખાલી પડી હતી.
તબીબી બેદરકારીના આક્ષેપ બાદ અમદાવાદની ખ્યાતી હોસ્પિટલને પુરાવા અને સારવારના દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે