આણંદ જિલ્લામાં કલામહાકુંભ-૨૦૨૩નું આયોજન
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કલામહાકુંભ-૨૦૨૩નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં પણ કલામહાકુંભનું આયોજન કરવામાં આવનાર છે.
આણંદ: ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કલામહાકુંભ-૨૦૨૩નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં પણ કલામહાકુંભનું આયોજન કરવામાં આવનાર છે.
આ કલામહાકુંભમાં વિવિધ વયજુથના કલાકારો ૩૭ જેટલી કલાકૃત્તિઓમાં તાલુકા, જિલ્લા, પ્રદેશ તેમજ રાજ્યકક્ષાએથી શરૂ થતી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે. શાળા, કલા સંસ્થા, કલા મંડળો, સાંસ્કૃતિક સંસ્થાઓ, કોલેજોમાં અભ્યાસ કરતા તેમજ અભ્યાસ ન કરતા હોય તેવા કલાકાર ભાઇઓ-બહેનો પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપર એમ ચાર વયજૂથમાં સ્પર્ધકો ભાગ લઈ શકશે. ૬૦ વર્ષથી ઉપરના વયજુથની સ્પર્ધા ફક્ત વ્યક્તિગત કૃતિઓમાં જ સમાવેશ કરવામાં આવશે જે સીધી રાજ્યકક્ષાએથી યોજાશે.
કલામહાકુંભ-૨૦૨૩માં વક્તૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, લગ્નગીત, સમુહગીત, લોકગીત-ભજન, તબલા, હાર્મોનિયમ (હળવું) વગેરે સ્પર્ધાઓ તાલુકા કક્ષાએથી યોજાશે, તેમજ કાવ્યલેખન, ગઝલ-શાયરી લેખન, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, સર્જનાત્મક કારીગરી, સ્કૂલ બેન્ડ, ઓરગન, કથ્થક, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) વગેરે સ્પર્ધાઓ જિલ્લાકક્ષાએથી યોજાશે. સિતાર, ગિટાર, વાંસળી, વાયોલીન, કુચિપુડી, ઓડીસી, મોહિની અટ્ટમ પ્રદેશ કક્ષાએથી અને પખાવજ, મૃદંગમ, રાવણહથ્થો, જોડીયાપાવા, સરોદ, સારંગી તથા ભવાઇ વગેરે સ્પર્ધાઓ રાજ્યકક્ષાએથી યોજાશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક આણંદ જિલ્લાના ઉમેદવારોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં. ૩૦૭, ત્રીજો માળ, જુના સેવા સદન, બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતેથી રજીસ્ટ્રેશન ફોર્મ મેળવી, આધારકાર્ડ અને પાસબુકની પ્રથમ પાનાની નકલ સાથે આગામી તા. ૨૪/૧૦/૨૦૨૩ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીનો સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી