પ્લાન્ટ ડાયટ: પ્રોટીનથી ભરપૂર કઠોળની આ વાનગીઓને અજમાવી જુઓ - ટાટા સંપન્નના ન્યુટ્રિશનિસ્ટ કવિતા દેવગણ દ્વારા
દાળ અને કઠોળ ભારતીય રાંધણકળાનું અભિન્ન અંગ છે. જે વસ્તુ તેમને ઘેર-ઘેર આટલી જરૂરી બનાવે છે તેના ત્રણ નક્કર સ્તંભો જેવાંકે પોષક તત્ત્વો, પ્રોટીન અને આંતરડાના સ્વાસ્થય માટે ફાઇબર પુષ્કળ પ્રમાણમાં આપે છે.
દાળ અને કઠોળ ભારતીય રાંધણકળાનું અભિન્ન અંગ છે. જે વસ્તુ તેમને ઘેર-ઘેર આટલી જરૂરી બનાવે છે તેના ત્રણ નક્કર સ્તંભો જેવાંકે પોષક તત્ત્વો, પ્રોટીન અને આંતરડાના સ્વાસ્થય માટે ફાઇબર પુષ્કળ પ્રમાણમાં આપે છે.
શાકહારીઓ માટે કઠોળ એક વરદાન છે, જે મોટાભાગે પ્રોટીનની જરૂરિયાતોને પૂરી કરવામાં સંઘર્ષ કરે છે અથવા તો ઓછા પડે છે. એ સુનિશ્ચિત કરવું અગત્યનું છે કે આપણા આહારમાં પૂરતું પ્રોટીન હોય કારણ કે આ જરૂરી પોષક તત્ત્વનો ઘણીવાર આપણામાં અભાવ અથવા ઉણપ હોય છે. તેના લીઘે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
સદભાગ્યે આપણે એવા દેશમાં રહીએ છીએ જયાં વિવિધ પ્રકારના કઠોળ ઉગે છે, જેમાંથી દરેક કઠોળ પોતાના સ્વાસ્થ્ય લાભો અને પોષક તત્વો પૂરા પાડે છે. આથી જ તેમને હંમેશા ભોજનમાં લેવાનું મહત્ત્વપૂર્ણ છે. જો કે, મોટાભાગના લોકો તેમના કઠોળના વપરાશને માત્ર દાળ અને ભાત સુધી સીમિત રાખે છે.
હકીકતમાં આ કઠોળના પ્રયોગો માટે ઘણો અવકાશ છે અને તેમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરી શકાય છે. અહીં કેટલીક સ્વાદિષ્ટ પ્રોટીનયુક્ત વાનગીઓ છે જે તમે ઘરે બનાવી શકો છો:
એક કપ બાફેલા રાજમાને મેશ કરો અને તેમાં 3 ચમચી દહીં ઉમેરો. ત્યારબાદ તેમાં પસંદગીના મસાલા ઉમેરો. વાનગીને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં એક ચપટી સરસવ, મીઠું, ઓરેગાનો/તુલસી અને કાળા મરીની સાથે એક ચમચી નારિયેળ કે ઓલિવ ઓઇલ ઉમેરો. મલ્ટીગ્રેન બ્રેડની ઉપર કાપેલા કોબીજ, કાકડી અને ટામેટા મૂકો. ત્યારપછી ગ્રીલ કરો અથવા તો ઠંડું કરી ખાઓ.
30 ગ્રામ ચણાની દાળને પલાળીને પીસી લો. તેમાં ઝીણી સમારેલી 20 ગ્રામ ડુંગળી, મસાલા, 30 ગ્રામ બાફેલા બટેટા અથવા બાફેલી કોબીજ ઉમેરીને પેટીસનો આકાર આપો અને તેને તળી લો. તેને ખાવા માટે આ દરેક ટિક્કીને બર્ગર-બનની વચ્ચે મૂકો અથવા બાજુ પર કોલેસ્લો સાથે સર્વ કરો.
½ કપ બાફેલા ચોળાને બારીક સમારેલી ડુંગળી, ટામેટા અને કાકડી સાથે મિક્સ કરો. થોડું શેકેલું જીરું પાવડર, મીઠું અને ચાટ મસાલો ઉમેરો. તેના પર થોડો તાજો લીંબુનો રસ નીચોવો. તેને બાફેલા ઈંડા સાથે સર્વ કરો.
એક કપ તુવેર દાળને 3 કપ પાણી ઉમેરી બાફી લો. તેમાં એક ચપટી હળદર પાવડર, 1 કપ ઝીણા સમારેલા ટામેટાં, 1 ચમચી આદુ-લસણની પેસ્ટ, એક ચપટી લાલ મરચું પાવડર, 2 સમારેલા લીલા મરચા અને સ્વાદ અનુસાર થોડું મીઠું ઉમેરો. 1-ચમચી આમલીનો પલ્પ ઉમેરો અને 5 મિનિટ રાંધો.
1-ચમચી તેલમાં 2-3 લસણની કળી, 2 સૂકા લાલ મરચાં, 1-ચમચી જીરું, 1/2 ચમચી રાઇના દાણા અને મીઠા લીમડાના પત્તા નાખીને વઘારી તેને દાળ ઉપર રેડો. ગરમ બાફેલા ભાત સાથે આ સ્વાદિષ્ટ મસાલેદાર વાનગીનો આનંદ લો.
એક કપ ચણાને 4-5 કલાક પલાળી રાખો અને પછી પ્રેશર કૂકરમાં 2-3 સીટી વગાડીને રાંધો (જ્યાં સુધી તે મિક્સર/ગ્રાઈન્ડરમાં પીસવા માટે પૂરતા નરમ ન થાય ત્યાં સુધી). 3 લસણનીકળી, 1-ચમચી જીરું પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/4 કપ તલ અને સ્વાદ અનુસાર મીઠું નાખીને તેને ઠંડુ કરીને પીસી લો. 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી ઓલિવ તેલ મિક્સ કરો. બધી જ ઇન્ગ્રીડન્ટસને મિક્સ કરો અને વેજી સ્ટિક સાથે ખાઓ
હંમેશા પોલિશ્ડ કઠોળને બદલે અનપોલીશ્ડ કઠોળને પસંદ કરો. કારણ કે પૉલિશ વગરના કઠોળમાંથી તમને કુદરતી પ્રોટીન અને ન્યુટ્રિશિયન મળશે. ઉપરાંત ટાટા સંપન્ન જેવી વિશ્વસનીય બ્રાન્ડના કઠોળ પસંદ કરવાનો વિચાર સારો છે. જે નોન-પેકેજ સોર્સની વિપરીત ટેમ્પર પ્રૂફ પેકેજીંગમાં આવે છે. જે ગુણવત્તાની સાથો સાથ પોષણની પણ ખાતરી આપે છે.
Vitamin B12 ni unap : વિટામિન B12 ની ઉણપ: વિટામિન B12 શરીર માટે આવશ્યક પોષક તત્વ છે. લાંબા સમય સુધી તેની ઉણપ જીવન માટે જોખમી સ્થિતિ તરફ દોરી શકે છે.
શું તમારા શરીરમાં પણ વિટામિન ડીની ઉણપ વિકસી છે? જો તમે આવા લક્ષણો અનુભવતા હોવ તો તમારે સમયસર સાવધાન થઈ જવું જોઈએ નહીંતર તમારે હાર માની લેવી પડી શકે છે.
Kabajiyat na Gharelu Upay: જો તમે પણ કબજિયાતથી કેવી રીતે છુટકારો મેળવવો તે જાણવા માગો છો, તો આજે અમે તમને કેટલાક એવા બીજ વિશે જણાવીશું, જેનું સવારે ખાલી પેટ પાણી સાથે સેવન કરવામાં આવે તો કબજિયાતની સમસ્યા દૂર થઈ શકે છે.