ડાંગ જિલ્લામાં સોશ્યલ મીડિયામાં હિન્દૂ ધર્મ વિરોધી ટિપ્પણી વાઇરલ કરનાર 2 ઈસમો સામે પોલીસ ફરિયાદ
આહવા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરના ફોટો સાથે હિન્દુ ધર્મ વિરોધી અપમાનજનક લખાણ લખી સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરનાર 2 ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. બંને ઈસમો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભારતના બંધારણમાં દરેક ને ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવી છે.તેમજ અન્યના ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડનાર વિરુદ્ધ પણ કાયદો ઘડવામાં આવેલ છે.ત્યારે આહવા ખાતે એક વોટસએપ ગ્રૂપ માં (૧) મહેશ ગિરધર આહીરે (રહે. પટેલપાડા ગામ.આહવા તા.આહવા જી.ડાંગ),(૨)જીતેશ (રહે.મોટીઝાડ દર તા.સુબીર જી.ડાંગ) એ હિન્દુ ધર્મના લોકોને ઠેસ પહોંચે એવો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
સોશિયલ મીડિયા પર ડો. બાબાસાહેબ આંબેડકર ના ફોટા સાથે હિન્દુ ધર્મ વિરોધી અપમાનજનક લખાણ લખી હિન્દુ દેવી-દેવતાઓ તથા દુર્ગા માતાના નવરાત્રીના તહેવાર બાબતે હિન્દુ ધર્મની લાગણી દુભાવવાના ઇરાદાથી અભદ્ર શબ્દોનું ઉચ્ચારણ કરીને લખાણ લખવામાં આવ્યુ હતુ.જેના કારણે હિન્દુ ધર્મના લોકોને આસ્થાના ઠેસ પહોંચી હતી.અને હિન્દુ ધર્મના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
જે બાદ ડાંગ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદમાં ગૌરક્ષક તરીકે ફરજ બજાવતા કેવલ સુરેશ ચૌધરી એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આહવા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી, નોટીશ ફટકારવામાં આવી હતી.જે બાદ આ બન્ને આરોપીઓ પોલીસ મથકે હાજર થયા હતા.હાલમાં પોલીસે તેમનો મોબાઈલ ફોન કબ્જે કરી એફ.એસ.એલ.માં મોકલેલ છે.ત્યારે એફ.એસ.એલ.નો રિપોર્ટમાં પુરાવા મળી આવશે તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આહવા પોલીસે સમગ્ર મામલે ઇ.પી.કો.કલમ ૧૫૩(ક),૨૯૫,૨૯૮,૧૧૪ મુજબ બંને ઈસમો સામે ફરિયાદ નોંધી છે.
અમદાવાદઃ શહેરમાં દારૂના નશામાં ડ્રાઇવરો દ્વારા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનું ચાલુ છે, જેના કારણે અમદાવાદ પોલીસને ગાંધીનગરની સૂચનાને પગલે કડક પગલાં લેવા માટે સંકેત આપવામાં આવ્યો છે. એક રાત લાંબી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,
ગુજરાતભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે માંગમાં વધારો થતાં ફૂલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ધોળકા, ખેડા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાંથી પણ ફૂલો મંગાવવામાં આવે છે
રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં સતત ઘટાડો થતાં સમગ્ર ગુજરાતમાં શિયાળો મક્કમપણે બેસી ગયો છે. ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.