રાજ્યમાં ત્રણ દિવસમાં ૨ હજાર હોટલ અને સ્પા સેન્ટર પર પોલીસના દરોડા
૨૭૯ આરોપીઓ સામે ગુના દાખલ કરી ૨૦૪ એફઆઈઆર નોંધવામાં આવી : ૧૮૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
૨૭૯ આરોપીઓ સામે ગુના દાખલ કરી ૨૦૪ એફઆઈઆર નોંધવામાં આવી : ૧૮૩ આરોપીઓની ધરપકડ.
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્યભરની હોટલ અને સ્પા સેન્ટર પર ગુજરાત પોલીસે આકસ્મિક દરોડા શરૂ કર્યા છે.
છેલ્લા ત્રણ દિવસથી ચાલતી આ સ્પેશિયલ ડ્રાઇવમાં ત્રણ દિવસમાં અલગ અલગ ૨ હજાર સ્થળો ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.
રાજ્યભરમાં પોલીસે ૨૭૯ આરોપીઓ સામે ૨૦૪ ગુના દાખલ કરી ૧૮૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
નવું આધાર ગવર્નન્સ પોર્ટલ જીવનને સરળ બનાવશે, સેવાઓને વધુ લોકો માટે મૈત્રીપૂર્ણ બનાવશે અને નાગરિકો-કેન્દ્રિત સેવાઓની પહોંચમાં સુધારો કરશે.
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.