પોલિસીબજારે વીમા સંબંધિત બાબતોના ઉકેલ માટે સમર્પિત હેલ્પલાઈન શરૂ કરી
સમર્પિત હેલ્પલાઈન નંબર - 0124-6735010 - બિપરજોય વાવાઝોડાં સંબંધિત વીમા અંગેના સવાલોના જવાબ આપવા લોકોને માર્ગદર્શન અને સહાય કરશે
ભારતના અનેક ભાગમાં બિપરજોય વાવાઝોડાએ વિનાશ વેર્યો છે ત્યારે પોલિસીબજારે લોકોને વીમા સંબંધિત સવાલો અંગે માર્ગદર્શન આપવા માટે એક સમર્પિત હેલ્પલાઈન 0124-6735010 શરૂ કરવાની જાહેરાત કરી છે. આ હેલ્પલાઈન 30મી જૂન 2023 સુધી 24*7 ચાલુ રહેશે.
તમે પોલિસીબજારમાંથી પોલિસી લીધી હોય કે ના લીધી હોય તમે આ હેલ્પલાઈન પરથી તમારા સવાલોના જવાબ મેળવી શકશો. આ દેશ હજુ વાવાઝોડાંના કારણે થયેલા જીવન અને મિલકતના નુકસાનમાંથી બહાર આવી રહ્યું છે અને પોલિસીબજારની સર્વિસ લાઈનનો આશય લોકોને સમર્પિત માર્ગદર્શન સાથે તેમના નુકસાન અને દાવાઓનો ઉકેલ લાવવામાં તેમને મદદ કરવાનો છે.
પોલિસીબજાર.કોમના સીઈઓ સર્બવિર સિંહે જણાવ્યું હતું કે, ‘બિપરજોય વાવાઝોડું ત્રાટકવાના કારણે થયેલા નુકસાન અંગે સમગ્ર દેશમાં ચિંતા ફેલાયેલી છે. વીમામાં દાવાઓમાં સહાય કરવી એક મહત્વની બાબત છે અને આવા મુશ્કેલ સમયમાં આ બાબત ખૂબ જ મહત્વની છે તે અમે સમજીએ છીએ. આ મુશ્કેલ સમયમાં અમે તેમના દાવાઓની પ્રક્રિયાને શક્ય હોય તેટલી સરળ બનાવવામાં મદદ કરવા માગીએ છીએ.
અમે આ પરિસ્થિતિ સાથે લડી રહેલા દરેક લોકો સાથે ઊભા છીએ. પોલિસીબજારની હેલ્પલાઈનના કર્મચારીઓ 24*7
ઉપલબ્ધ છે અને વાવાઝોડાની આ સમસ્યામાંથી લોકોને બહાર કાઢવા માટે અમે કટિબદ્ધ છીએ.’ દેશના વિવિધ ભાગો પર આ વાવાઝોડાની અસર હજુ ચાલુ છે ત્યારે પોલિસીબજારની હેલ્પલાઈન લોકોને આ પરિસ્થિતિમાં તથા તેનાથી આગળ 30મી જૂન સુધી મદદરૂપ થશે. તેમણે માત્ર 0124-6735010 પર કોલ કરવાની અને પોલિસીબજાર એક્ઝિક્યુટિવને તેમની ચિંતાઓ જણાવવાની જરૂર છે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.