વરેડિયા મહિલા સરપંચ વિરુદ્ધ ઉપસરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા રાજનૈતિક માહોલ ગરમાયો, સરપંચે આરોપોનુ ખંડન કર્યું
ગોલ્ડ મેડલ વિજેતા અને મનોવિજ્ઞાનમાં પીએચડી સાથે વરેડીયા ગામના સરપંચ ફઝીલાબેન દૂધવાલા ગ્રામ પંચાયતના છ સભ્યોની અવિશ્વાસની દરખાસ્તનો સામનો કરી રહ્યા છે. સરપંચે તેના પરના તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને તેના વિરોધીઓને પડકાર ફેંક્યો છે કે જો તેઓને લાગે કે તેણીએ કોઈ કામમાં છેતરપિંડી કરી છે તો RTI દાખલ કરો.
(પ્રતિનિધિ મલેક યસદાની)ભરૂચ: ભરૂચ જિલ્લાના વરેડિયા ગ્રામ પંચાયતના સરપંચ ફઝીલાબેન દુધવાલા વિરુદ્ધ ગ્રામ પંચાયત વિપક્ષના છ સદસ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજુ થતા સમગ્ર જિલ્લા તેમ જ તાલુકામાં આ મુદ્દો ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ત્યારે અવિશ્વાસની દરખાસ્તને લઈ સરપંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવી વિપક્ષ દ્વારા પોતાની વિરૂધ્ધ કરાયેલા તમામ આરોપોને પાયા વિહોણા ગણાવતા સમગ્ર મામલામા નવો વળાંક આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકાના વરેડિયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ દ્વારા અન્ય પાંચ સભ્યોને લઇને ગ્રામ પંચાયતના ઈનચાર્જ તલાટી કમમંત્રી કરણસિંહ ચાવડા સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી હતી, તેમજ આ સંદર્ભે તાલુકા વિકાસ અધિકારીને પણ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ત્યારે વરેડીયા ગામના મહિલા સરપંચે ગ્રામ પંચાયત કચેરી ખાતે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને તેમના વિરૂધ્ધ કરાયેલ તમામ આક્ષેપોનો રદીઓ આપ્યો હતો અને તલાટી દ્વારા આ બાબતે ગ્રામજનોનો મત લઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
સરપંચ ફાજીલાબેન દુધવાલાએ જણાવ્યું હતું કે પાછલાં બે વર્ષમાં મે બાવીશ થી પચ્ચીસ લાખના વિકાસના કામો કર્યા છે જે ઈ સ્વરાજ એપ પર ઓનલાઈન મુકેલ છે જો કોઈને લાગતું હોય કે મે કોઈ કામમા ચેંડા કર્યા હોય તો મારા વર્ક ઓર્ડરની માહિતી આરટીઆઈ દાખલ કરી માંગી શકો છો અને જો એ વર્ક ઓડર મુજબ કામ ન થયા હોય તો તે સંબધિત અધિકારી જે સજા કરશે એ મને મંજુર છે તેમની વિરૂધ્ધ અવિશ્વાસ દખાસ્તમા જણાવ્યા મુજબ સરપંચ વિકાસના કામો થવા દેતા નથી એવા આરોપનું ખંડન કરતાં તેમણે જણાવ્યું હતું કે ગામનુ દરેક કામ વોર્ડ મુજબ ગ્રાન્ટને અનુલક્ષીને થાય છે મે પંચાયતના દરેક સભ્યોને જણાવ્યું હતું કે દરેક સભ્યો તેમના વોર્ડના બાકી કામોની રજૂઆત કરે જેમ જેમ ગ્રાન્ટ આવશે તેમ તેમ આપણે કામ કરતા જઈશુ મે સભ્યો ને સમય પણ આપેલો પરંતુ એ લોકોએ કોઈ પણ જાતની માહિતી મને આપી નથી તેમણે વધુમા જણાવ્યુ હતુ કે હુ ગામને વિકાસશીલ ગામ બનાવવા માંગુ છુ પરંતુ વિરોધીઓ મારા ઉપર ખોટા આરોપો લગાવી કામોમાં વિક્ષેપ ઉભો કરે છે.તેમણે ગ્રામ પંચાયતના સભ્ય રાજેશભાઈ સોલંકી ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓ ગામમાં રહેતા જ નથી તો તેમને કઈ રીતે ખબર કે ગામનો વિકાસ ક્યાં અટક્યો છે??
તેમણે ઉપ સરપંચ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓ સત્તાની લાલસામાં બે મિટિંગમાં ગેરહાજર રહી ત્રીજી મિટિંગમાં જ હાજર થાય છે જેથી કરી તેમના ઉપર કોઈ પગલાં ન લઈ શકાય.
ગ્રામજનોએ જણાવ્યા મુજબ સરપંચ ફજિલાબેન શિક્ષિત મહિલા હોવાથી ચુંટણી બાદ ગ્રામ પંચાયતના તમામ આઠ સભ્યોએ તેમને સર્વાનુમતે ટેકો જાહેર કર્યો હતો. ગ્રામજનોએ મહિલા સરપંચની કામગીરીના વખાણ કર્યા હતા.મહિલા સરપંચ વિરુધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવતા ગામની મહિલાઓમાં રોસ જોવા મળ્યો હતો.ગ્રામજનોએ તેઓ સરપંચના પડખે હોવાનું જણાવ્યું હતું.ત્યારે હવે આરોપ પ્રત્યારોપ વચ્ચે તપાસમા શું નીકળશે અને તાલુકા વિકાસ અધિકારી આ મામલે શુ પગલાં લે છે એ જોવુ રહ્યુ.
વરેડિયા ગામનાં સરપંચ માસ્ટર ડિગ્રીમાં ગોલ્ડ મેડલીસ્ટ તેમ જ સાઈકોલોજીમા પીએચડી કરેલ છે.
ગુજરાતના કચ્છ જિલ્લામાં શનિવારે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ઘર છોડીને ભાગવા લાગ્યા. જાણો ભૂકંપની તીવ્રતા કેટલી હતી?
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં આગામી મહાકુંભ માટે શનિવારે ગાંધીનગરથી 'વોટર એમ્બ્યુલન્સ'ને લીલી ઝંડી બતાવી હતી. મહા કુંભ 2025 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાશે.
GCCIની બેંકિંગ અને ફાઇનાન્સ કમિટી અને MSME કમિટી ના સંયુક્ત ઉપક્રમે તા: 2જી જાન્યુઆરી, 2025ના રોજ GCCI ખાતે નિકાસ અને આયાત વેપારમાં સુવિધાઓ અને તકો પર એક ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.