સાઉથની લોકપ્રિય અભિનેત્રી રેંજુષા મેનનનું અવસાન, લાશ લટકતી મળી
મલયાલમ ફિલ્મ અને ટીવી સીરિયલની અભિનેત્રી રેંજુષા મેનનના નિધનના સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. મૃત્યુનું સાચું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. હાલ આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ ફિલ્મ અને ટીવી સિરિયલની લોકપ્રિય અભિનેત્રી રેંજુષા મેનનનું અચાનક અવસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી સોમવારે તિરુવનંતપુરમમાં તેના ભાડાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. અભિનેત્રીનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. મૃત્યુ કેવી રીતે થયું તે અંગે હાલમાં કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ઘરમાં તેનો મૃતદેહ મળ્યો હતો તે ઘરમાં અભિનેત્રી તેના પ્રેમી સાથે રહેતી હતી. શ્રીકાર્યમ પોલીસે મૃત્યુ અંગે તપાસ શરૂ કરી છે. મૃત્યુનું સાચું કારણ શું છે તે હજુ સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો જણાઈ રહ્યો છે. અભિનેત્રીની ઉંમર 35 વર્ષની હતી.
પરિવારજનોનું કહેવું છે કે સોમવારે સવારે રૂમ ઘણા સમયથી બંધ હતો. અભિનેત્રીએ દરવાજો ખટખટાવ્યા પછી પણ ન ખોલ્યો, જેના પછી પરિવારના સભ્યોને શંકા ગઈ. આ પછી, જ્યારે દરવાજો બળપૂર્વક ખોલવામાં આવ્યો, ત્યારે તે લટકતી જોવા મળી.
રેંજુષા મેનન એક લોકપ્રિય અભિનેત્રી હતી અને તેણે ઘણી ટીવી ચેનલોની ઘણી સિરિયલોમાં અભિનય કર્યો હતો. તેણે કેટલીક મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. રેંજુષા મેનન મૂળ કોચીની હતી. તેણે ટેલિવિઝન ઉદ્યોગમાં એન્કર તરીકે પ્રવેશ કર્યો. આ પછી તેણે ટીવી શો સ્ત્રીમાં કામ કર્યું. જો તેના કરિયર પર નજર કરીએ તો તેણે અત્યાર સુધી 20 ટીવી શોમાં કામ કર્યું છે.
ધર્મેન્દ્ર, જીતેન્દ્ર અને મિથુન ચક્રવર્તી સાથે કામ કરી ચૂકેલી આ અભિનેત્રી એક સમયે બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ હતી. પોતાની પ્રતિભાના બળ પર, તેમણે ઉદ્યોગમાં પોતાની એક અનોખી ઓળખ બનાવી છે.
મુંબઈ પોલીસે પ્રખ્યાત બોલિવૂડ સંગીતકાર પ્રીતમ ચક્રવર્તીની ઓફિસમાંથી ૪૦ લાખ રૂપિયા ચોરનાર આરોપીની ધરપકડ કરી છે. આઠ દિવસની સઘન તપાસ બાદ શંકાસ્પદ વ્યક્તિની જમ્મુ અને કાશ્મીરમાં ધરપકડ કરવામાં આવી હતી.
બોલિવૂડ ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફરાહ ખાન વિરુદ્ધ હિન્દુ તહેવાર હોળી વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ફોજદારી ફરિયાદ દાખલ થયા બાદ તે વિવાદમાં ફસાઈ ગઈ છે.