સંસ્થાઓમાં સત્તાનું રાજકારણ હંમેશા ચાલશે
સંસ્થામા સત્તા મેળવવાનો સૌથી મહત્ત્વનો માર્ગ સંસ્થાના સત્તા માળખામા તમારે ઊચું પદ (મેનેજર, જનરલ મેનેજર કે સીઈઓ કે બોર્ડના ચેરમેન) મેળવવું પડે છે
દરેક સંસ્થામાં રાજકારણ
મોટાભાગની કંપનીઓ કે તે સિવાયની અન્ય સંસ્થાઓમા સત્તાનું રાજકારણ જોવા મળે છે તેમા થતી સત્તાની ખેંચતાણને કારણે સંસ્થાઓમા કામ કરનારા લોકોમાં બીનજરૂરી માનસીક તનાવ ઊભો થાય છે. સંસ્થાની ઊર્જા (એર્નજી) પણ વેડફાય છે અને સંસ્થાને માટે જરૂરી પરિવર્તનમા અવરોધો ઊભા થાય છે માત્ર રાજકીય પક્ષોમા જ સત્તાનું રાજકારણ નેગેટીવ ભાગ ભજવે છે તેવું નથી. અન્ય સંસ્થાઓમાં પણ તે વધતે કે ઓછે અંશે જોવા મળે છે. દરેક લાંબા ગાળાની કે જૂની સંસ્થામા ક્રીએટીવ ડીસ્ટ્રકશન થવુ જરૂરી છે.
સંસ્થામા રાજકારણની ઊજળી બાજુ
સંસ્થામા રાજકારણ ચાલે તેના કેટલાક લાભો પણ હોય છે. સંસ્થામા સત્તા પર બેઠેલા ઘણી વખત સંસ્થાના હિતોનું સંવર્ધન કરવાને બદલે પોતાના હિતોનું રક્ષણ તથા સંર્વધન કરે તો સંસ્થાનું અમુક જૂથ સંસ્થાના સત્તાધારકોને પડકાર ફેંકે છે અને સંસ્થાના હિતોનું રક્ષણ કે સંર્વધન થાય તે માટે જૂની જૂથબંધીને ફેંકી દેવા પ્રયત્નશીલ રહે છે. મોટે ભાગે તેઓ નિષ્ફળ જાય છે. કારણ કે સંસ્થાના સત્તાધારકો તેમને દબાવી દે છે પરંતુ કોઇકવાર તેઓ સફળતા થીજી ગયેલી સંસ્થા વધુ પ્રવાહી બને છે. આ પ્રક્રિયા દ્વારા સંસ્થાની નેતાગીરીમા જરૂરી ફેરફારો પણ થતા હોય છે અને નવા નેતા સંસ્થા માટે નવી નીતિયો અને વ્યૂહરચના પણ ઘડતા હોય છે. સંસ્થાના ચાલુ હિતધારકો હંમેશા કોઈપણ પ્રશ્નની એક બાજુ જ રજૂઆત કરતા રહે છે જેનો વિરોધ સંસ્થાના હિતેચ્છુઓ કરે છે. તેમા તેવો કોઈકવાર નિષ્ફળ જાય છે તો કોઈકવાર સફળ થાય છે. સંસ્થામા થતા તમામ સંઘર્ષોને પાત્ર નેગેટીવ રીતે જોવાતા નથી પરંતુ તેની પોઝીટીવ બાજુ પણ જોવાની હોય છે. રાજકારણમા ચૂંટણી દ્વારા વિરોધીઓ સત્તાધારી પક્ષને હરાવી દે છે. પરંતુ કંપનીઓમા મેનેજરો ચૂંટણી દ્વારા નીમાતા નથી.
સ્થાપિત હિતો
શરૂઆતમા નવા નવા પ્રયગો કરતી ચેતનવંતી સંસ્થા ક્યારે સ્થાપીત હિતોમાં અડ્ડો બની જાય છે તે સમગ્ર પ્રક્રિયા છૂપી રીતે ચાલતી હોય છે. આ સ્થાપિત હિતો સંસ્થામા ફેરફાર ઇચ્છતા નથી આથી સંસ્થામાં સ્થાપિત હિતો વિરૂધ્ધ આવકારદાયક નેટવર્ક્સ ઊભા થતા હોય છે. સંસ્થાકીય રાજકારણના નેગેટીવ પાસા વિષે સૌ કોઈ જાણે છે પરંતુ ઉપર જણાવ્યા મુજબ કોઇકવાર સસ્તાસંઘર્ષના પોઝીટીવ પાસા પણ હોય છે.
સસ્થામા સત્તા કેવી રીતે મેળવવી
સંસ્થામા સત્તા મેળવવાનો સૌથી મહત્ત્વનો માર્ગ સંસ્થાના સત્તા માળખામા તમારે ઊચું પદ (મેનેજર, જનરલ મેનેજર કે સીઈઓ કે બોર્ડના ચેરમેન) મેળવવું પડે છે. જેમ સંસ્થામા તમારૂ પદ (પોઝીશન) ઊચુ તેમ તમારી સંસ્થાકીય સત્તા વધુ ડેપ્યુટી ડાયરેક્ટર કરતા ડાયરેકટની સત્તા વધારે હોય છે અને ડીપાર્ટમેન્ટના વડાઓ કરતા સંસ્થાના સીઈઓની સત્તા વધારે હોય છે તે કોમનસેનસ સફળતાના તમામ સભ્યોએ સ્વીકારવું પડે છે. સંસ્થામા સત્તા તમારા પદ (પોજીશન) પર આધારિત હોય છે. જેમ સંસ્થામા તમારૂ પદ ઊચું તેમ તમારી નીચે કામ કરનારાઓને પ્રોત્સાહિત કરવાની કે શીક્ષા કરવાની (રીવોર્ડ એન્ડ પનીસમેન્ટ) તમારી સત્તા વધારે તેવાત સંસ્થામા કામ કરનાર દરેક વ્યક્તિ જાણે છે. અંગ્રેજીમાં આને 'પોઝીશન પાવર' કહે છે. કેટલીકવાર સંસ્થાકીય મેનેજરો આ સત્તાનો દુરૂપયોગ પણ કરે છે. સંસ્થામા તમારૂ સ્થાન ગમે તે હોય પરંતુ તેને ટકાવવા કે બઢતી મેળવવા તમારે નિષ્ણાતી કૌશલ (એક્સપર્ટ પાવર) મેળવવું પડે છે. સંસ્થાના વડાને થવુ જોઇએ કે તમારા વિના સંસ્થાને ચલાવવામા ઘણી મુશ્કેલી પડશે. સંસ્થા માટે તમારી અનિવાર્યતા તમને સંસ્થામા ઘણી સત્તા આપે છે. આમ, પણ તમારી કુશળતા માત્ર અનુભવ પર નહી પરંતુ તમારી સર્જનાત્મકતા (ક્રીએટીવીટી) પર આધારિત હોય તો કંપનીમા તમારૂ બહુમાન થાય છે કારણ કે હવેની કંપનીઓ ઇનોવેશન-ડ્રીવન બનતી જાય છે. સફળકંપનીઓની ચીલાચાલુ પ્રોડક્ટસ ગમે તેટલો મોટો નફો કરે પરંતુ અંતે બજારમાં થતા નવા નવા ઇનોવેશન્સ જૂની પ્રોડક્ટસને કાલગ્રસ્ત (આઉટડેટેડ) બનાવી દે છે.
વ્યક્તિની કુશળતાઓ
કેટલીકવાર તમારી આંતરવ્યક્તિત્વ કુશળતા (ઇન્ટરપર્સનલ સ્કીલ્સ) પણ તમને સંસ્થામા સત્તા આપે છે. નેટવર્કીંગ પ્રકારની જોબ્ઝ માટે આંતરવ્યક્તિગત કુશળતા તમને સંસ્થામાં અગત્યની સ્થાન અપાવે છે જો તમારી આ કુશળતા અસાધારણ હોય કે બાહ્ય સંસ્થાઓ સામેની વાટાઘાટો (નીમોશીએન્સ)મા તમે પાવરધા હોય તો તમે સંસ્થામા તમારા સમકક્ષો કરતા વધુ સત્તા ભોગવો છો. અત્યાર સુધી કંપનીઓમા હ્યુમન રીર્સોસ ડેવલપમેન્ટનુ ડીપાર્ટમેન્ટ (પહેલાનુ પર્સોનેલ ડીપાર્ટમેન્ટ) ગૌણ સ્થાન ભોગવતુ હતુ હવે કંપનીઓ પ્રતિભાશાળી વ્યક્તિઓ અને ઇનોવેટીવ ટીમવર્કની રચનાને પ્રાધાન્ય આપતી હોવાથી આ ડીપાર્ટમેન્ટના સ્થાન અને સત્તામા વધારો થયો છે. પહેલા કંપનીમા અભિગમના મેનેજરો કે કર્મચારીઓને તેના પર્સોનલ ડીપાર્ટમેન્ટમા ધકેલી દેવામા આવતા હતા હવે તેમ ભાગ્યે જ બને છે. ટૂકમા, જો તમારી પાસે સંસ્થા માટે અનિવાર્ય એવી કુશળતા હોય તો તમને વધુ સંસ્થાકીય સત્તા મળે છે પરંતુ તેના કરતા પણ વધુ અગત્યની બાબત એ છે કે તમે સંસ્થાના સત્તાધારકોની કેટલા નજીક છો કે નજીકના સંબંધો ધરાવો છો.
સંઘર્ષ સર્વત્ર હોય છે
દરેક કંપનીમા સંઘર્ષ તો હોવાનો જ કોઈપણ સંસ્થામા સંપૂર્ણ સંવાદિતા હોતી નથી દા.ત., કંપનીના રીર્સચ એન્ડ ડેવલપમેન્ટ ખાતાના ધ્યેયો લાંબા ગાળાના હોય છે એ આ ખાતાના કર્મચારીઓને કંપની મેન્યુફેકચરીંગ કે માર્કેટીગ ખાતા કરતા વધુ સ્વાયત્તતા અને સ્વતંત્રતા આપવી પડે છે. આ કારણે પણ અમુક ખાતાઓમાં ખટરાગ ઉભો થાય છે. સંસ્થામા ઊભા થતા દરેક સંઘર્ષને નેગેટીવ દ્રષ્ટિએ જોવાની જરૂર નથી. તદ્દન સંવાદિતાવાળી સંસ્થાઓ અમુક વર્ષો પછી સ્થગિત સ્ટિગ્નેટી થઇ જાય છે. સંસ્થાકીય સંઘર્ષો આમ અગ્નિ જેવા હોય છે. અગ્નિ ખોરાક રાંધી શકે છે અને ઘરને બાળી પણ શકે છે.
આજના ઉછાળામાં બજારમાં લિસ્ટેડ મોટાભાગની કંપનીઓના શેર ઉછાળા સાથે બંધ થયા હતા. તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે શુક્રવારે પણ બજાર જોરદાર ઉછાળા સાથે બંધ થયું હતું.
મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો બાદ શેરબજારે સપ્તાહની ઉંચી નોંધ પર શરૂઆત કરી હતી. બંને મુખ્ય સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી, પ્રભાવશાળી લાભો સાથે દિવસની શરૂઆત કરી
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.