રાજ્યમાં ભારે ચક્રવાતથી થયેલ વીજ પુરવઠાને માત્ર ચોવીસ કલાકમાં પૂર્વવત કરાયો: ઋષિકેશભાઈ પટેલ
વિવિધ સરકારી વીજ કંપનીની ૧૧૬ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ
પ્રવકતા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે,રાજ્યમાં આપત્તિના સમયે નાગરિકોને ત્વરિત વીજ પુરવઠો મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા એકશન પ્લાન સાથે સઘન કામગીરી હાથ ધરવામાં આવે છે. તાજેતરમાં રાજ્યમાં ભારે ચક્રવાતથી થયેલ વીજ પુરવઠાને માત્ર ચોવીસ કલાકમાં પૂર્વવત કરાયો છે. રાજયની વિવિધ વીજ કંપનીની ૧૧૬ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવાના પરિણામે આ કામગીરી શકય બની છે.
તેમણે ઉમેર્યું કે, અસરગ્રસ્ત માળખાને પુનઃસ્થાપિત કરવા માટે રાજ્ય સરકારે અસરકારક પગલાં લીધા છે. જેમાં DGVCL હેઠળ કુલ 208 ગામોના વીજ પુરવઠાને અસર થઈ હતી, જેના પુનઃસ્થાપન માટે 43 ટીમો તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી અને માત્ર 24 કલાકમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો હતો. એજ રીતે MGVCL હેઠળ કુલ 1048 ગામોના વીજ પુરવઠાને અસર થઈ હતી, જેના પુનઃસ્થાપન માટે 73 ટીમો પહેલેથી જ ઉપલબ્ધ હતી અને વધારાની 6 ટીમો DGCVLમાંથી તથા 5 ટીમો UGVCLમાંથી તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી અને યુદ્ધના ધોરણે કામગીરી કરી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો હતો.
આ ઉપરાંત UGVCL અને PGVCL હેઠળ પર્યાપ્ત મટીરીયલ્સ, મેનપાવર, વાહનોના આગોતરા આયોજનના કારણે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરી માત્ર 24 કલાકમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો હતો. આ વર્ષે ત્રાટકેલા ભારે વરસાદ સહિત ચક્રવાતી પવનથી ગુજરાત ઊર્જા વિકાસ નિગમના નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું હતું અને રાજ્યના ઘણા ભાગોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાં વીજલાઈનો અને ટ્રાન્સફોર્મરોને મોટાપાયે નુકસાન થયું હતું. UGVCLના બનાસકાંઠા, અમદાવાદ, સાબરકાંઠા, PGVCLના ભાવનગર, કચ્છ, MGVCLના આણંદ, છોટાઉદેપુર અને DGVCLના તાપી, ભરૂચના ગ્રામ્ય વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા હતા.
વીજ વિતરણ માળખાને થયેલ નુકસાનની વિગતો જોઈએ તો 12776 થાંભલા, 1233.5 કિમીની HT લાઈન, 1279.8 કિમીની LT લાઈન, 371 ટ્રાન્ફોર્મરને નુકસાન થયું હતું. આના કારણે કુલ 18,225 ગામોમાંથી 4,215 ગામોના વીજ પુરવઠાને ગંભીર અસર થઈ હતી. હાલના હયાત ભાવો મુજબ અંદાજે રૂ. 20.95 કરોડનું નુકસાન આંકવામાં આવ્યું છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.