પ્રધાનમંત્રી આવાસ યોજનાએ નાંદોદ તાલુકાના વસાવા દંપતિના જીવનમાં ખુશાલીની જ્યોત પ્રગટાવી
પાકુ મકાન બનતા તમામ ચિંતાઓના અંત બાદ હાંશકારો અનુભવતા શ્રીમતી કલ્પનાબેન વસાવાએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો
રાજપીપલા : પ્રત્યેક માનવીને સુખમય જીવન જીવવાનો અધિકાર હોય છે. ઘણાં લોકો પોતાની નાની-નાની ઇચ્છા-આકાંશાઓ અને ખુશીઓને મારીને તેને સપનાઓ સુધી જ સીમિત રાખે છે. દરેક સામાન્ય વ્યક્તિ વિચારતો હોય કે પોતાના પરિવારને “કમસેકમ” પાકી છત ઉપલબ્ધ કરાવું જેથી મારુ પરિવાર સુરક્ષિત રહી શકે. આપણે સૌ માનીએ છીએ કે, બાળકોનું લગ્ન અને પરિવાર માટે પાકુ ઘર સૌથી મોટા હાંશકારા સમાન હોય છે. પરંતુ શું સૌના સપનાઓ પૂર્ણ થાય એવું શક્ય બને ? અરે શા માટે ન બને...
આજે સરકારશ્રીની અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓમાંની એક પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સંખ્યાબંધ લાભાર્થીઓના પાકા મકાનના સપનાઓ સાકાર થયા છે. જરૂરિયાતમંદ વ્યક્તિનાં પાકા મકાનના સ્વપ્નને પૂર્ણ કરવા સરકારની પણ સહભાગીતા હોય તો તેનાથી વિશેષ ખુશી શું હોઈ શકે ? રાજ્ય સરકારે આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન બનાવવા માટે રૂ. ૧.૨૦ લાખની આર્થિક સહાય પૂરી પાડીને પરિવારના
જવાબદાર સદસ્ય તરીકેની ભૂમિકા અદા કરી છે.
મજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા જીતનગરના લાભાર્થીશ્રી નિકુલ વસાવા જણાવે છે કે, ગ્રામસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની માહિતી મળતા મે સરપંચ સાહેબના મદદથી આવાસ માટે અરજી કરી હતી. દસ્તાવેજ નિરિક્ષણ બાદ અમને આવાસની મંજૂરી મળી. બાંધકામનું કામ શરૂ થતા જ પ્રથમ હપ્તામાં રૂ. ૩૦૦૦૦, બીજા હપ્તામાં ૫૦૦૦૦ અને ત્રીજા હપ્તામાં ૪૦૦૦૦ ની સહાય સરળતાથી મળી અને આજે અમારુ પાકુ મકાન બનીને તૈયાર છે. વરસાદના સમયમાં કાચા મકાનમાં ખુબ તકલીફો હતી. પરંતુ હવે અમે ખુશીથી અમારા પાકા મકાનમાં રહીએ છીએ. ખરેખર સરકારશ્રીનો હ્રદયપૂર્વક આભાર...
આજે નિકુલભાઈ પોતાના નાનકડા પરિવાર સાથે ખુશીથી પાકા મકાનમાં રહે છે. માધ્યમો સાથેના સંવાદમાં નિકુલભાઈની પત્ની શ્રીમતી કલ્પનાબેન એન. વસાવા કાચા મકાનમાં પડતી તકલીફો વિશે અવગત કરતા જણાવે છે કે, વરસાદની સીઝનમાં ઘરમાં પાણી આવવાથી ખુબ નુકસાન થતુ હતુ. વરસાદમાં પાણી ભરાઈ જતા મચ્છરોનો પણ ઉપદ્રવ થતો હતો. જેથી મારી દીકરી પ્રિયાંશી સહિત અમારું પરિવાર બિમાર ન પડી જાય તેની સતત ચિંતા રહેતી હતી. પરંતુ પાકા મકાનમાં આવ્યા બાદ અમારી સંપૂર્ણ ચિંતાઓનો અંત આવ્યો છે. પાકા મકાનમાં આવ્યા બાદ અમે ખુબ ખુશ છીએ. અમારું પાકા મકાનનું સ્વપ્ન સાકાર કરવા બદલ સરકારશ્રીની આભારી છું.
દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે જનસામાન્યની પ્રાથમિક જરૂરિયાતો સહિત નાના-નાના સપનાઓને પૂર્ણ કરવાની દિશામાં પણ ખુબ સરાહનીય કામગીરી કરી છે. નાંદોદ તાલુકાના જીતનગર ગામના નિકુલભાઈ અરવિંદભાઈ વસાવાની કાચાથી પાકા મકાન સુધીની આ સપનાની સફરને હકિકતમાં તબદીલ કરીને સરકારશ્રીની પ્રધાનમંત્રી
આવાસ યોજનાએ તેમના જીવનમાં ખુશાલીની જ્યોત પ્રગટાવી છે.
રાજ્ય સરકારની આ પ્રજાલક્ષી યોજના થકી જરૂરિયાતમંદ લોકોને “ઘરનું ઘર”, પાકી છતમાં સ્વાભિમાન સાથે પ્રવેશ કરાવડાવીને તેમના સપનાઓ પૂર્ણ કર્યા છે. નર્મદા જિલ્લા સહિત રાજ્યના તમામ વંચિત લાભાર્થીઓને પાકી છત ઉપલબ્ધ કરાવવાના ધ્યેયમંત્ર સાથે વિકાસના પાટા પર તીવ્ર ગતિ સાથે આગળ વધી રહેલી આ વિકાસયાત્રામાં લોકોની જરૂરિયાતો સાથે સપનાઓને પૂર્ણ કરવાની આ ભાવના સરકારની કાર્યનિષ્ઠાને પ્રતિબિંબિત કરી રહી છે.
તબીબી બેદરકારીના આક્ષેપ બાદ અમદાવાદની ખ્યાતી હોસ્પિટલને પુરાવા અને સારવારના દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે
જામનગર જિલ્લો બમ્પર ખરીફ પાકનો અનુભવ કરી રહ્યો છે, ખાસ કરીને મગફળી માટે, જેના કારણે જિલ્લાના સૌથી મોટા યાર્ડ એવા હાપા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમી આવક થઈ છે.
ગુજરાતના ભરૂચમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.