ભાજપના યુવા મોર્ચાના પ્રમુખ રહેલ પ્રમોદભાઈ આર. ત્રાડા આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા
૨૦૨૨ની ચૂંટણીમાં લીંબડી વિધાનસભાના અપક્ષ ઉમેદવાર અને યુનિટી ઓફ કોળી ઠાકોર સેના, ગુજરાતના પ્રમુખ જયેશભાઈ ઠાકોર પણ આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા.
વિવિધ પક્ષોમાંથી અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ અને સતત છ ટર્મથી નગરસેવક તરીકે ચુંટાતા શ્રી પ્રમોદભાઈ આર. ત્રાડા તેમના ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. શ્રી પ્રમોદભાઈ ૧૯૯૧માં ભાજપના યુવા મોરચાના પ્રમુખ હતા અને પ્રથમ વખત નગરપાલિકામાં ચૂંટાયા હતા. ૨૦૨૦થી શાળા સંચાલક મંડળના પ્રમુખ છે. તેઓ ઉપરાંત આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ, પ્રદેશ કક્ષાના મહામંત્રીથી લઈને અનેક હોદ્દેદારો, અનેક વોર્ડના પ્રમુખો તેમજ બિનરાજકીય સામાજીક સંગઠનોના આગેવાનો વિગેરેએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષનું સભ્યપદ ગ્રહણ કરેલ.
ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ તરીકે શ્રી શક્તિસિંહ ગોહિલે કરેલ આહવાનને ખૂબ જ જોરદાર પ્રતિસાદ મળેલ છે. રાજકીય અને બિનરાજકીય અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત કોંગ્રેસના જોડાઈ રહ્યા છે, તેઓનો શ્રી શક્તિસિંહ ગોહિલે આભાર માન્યો હતો.
આજે કોંગ્રેસમાં જોડાયેલ જેતપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખશ્રી પ્રમોદભાઈ આર. ત્રાડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપનું કુશાસન ગુજરાતના લોકો માટે ત્રાસદાયક બની ગયું છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહેલ છે ત્યારે જનહિતમાં અમે કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો નિર્ણય કરેલ છે.
આજે કોંગ્રેસ પક્ષમાં જોડાનારમાં શ્રી પ્રમોદભાઈ આર. ત્રાડાની સાથે લીંબડી વિધાનસભાના અપક્ષ ઉમેદવાર અને યુનિટી ઓફ કોળી ઠાકોર સેના, ગુજરાતના પ્રમુખ જયેશભાઈ ઠાકોર (25,000 મત), આમ આદમી પાર્ટીના ખેડા જિલ્લા પ્રમુખશ્રી નલીનભાઈ બારોટ, ખેડા શહેર પ્રમુખશ્રી સમીર વોરા, ખેડા જિલ્લાના મહામંત્રીશ્રી દિનેશભાઈ પરમાર, અમદાવાદ જિલ્લા મહામંત્રીશ્રી પ્રકાશ પટેલ, એજ્યુકેશન સેલ, ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી લક્ષ્મણ ચૌહાણ, પ્રદેશ સહ મંત્રીશ્રી પ્રકાશભાઈ પટેલ, વિરમગામ વિધાનસભા સંગઠન મંત્રીશ્રી રાજુભાઈ પટેલ, એજ્યુકેશન સેલ, ગુજરાત પ્રદેશના મંત્રીશ્રી ભાવિન પટેલ, એજ્યુકેશન સેલ, ખેડા જિલ્લા પ્રમુખ શ્રી જીજ્ઞેશભાઈ ગોળ, અમદાવાદ જિલ્લા શિક્ષણ પરિષદના ઉપાધ્યક્ષશ્રી શિવરામ મકવાણા, અમદાવાદ જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જશ્રી સકીલ બેલીમ, અમદાવાદ શહેર એજ્યુકેશન સેલ મંત્રીશ્રી અરવિંદભાઈ સોલા, લધુમતી અમદાવાદ જિલ્લા મંત્રીશ્રી ગનીસૈયદ સાહેબ, શ્રમિક સેવા સંગઠનના મંત્રીશ્રી પંકજસિંહ બારડ, બંધારણ સમિતિ, મહેસાણાના અધ્યક્ષશ્રી હસમુખ પટેલ સહિત અનેક હોદ્દેદારો, આગેવાનોનો સમાવેશ થાય છે.
આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષમાં જોડાનાર નેતાઓના આવકાર કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાથે વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, પૂર્વ ધારાસભ્યશ્રી ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી સહિત ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ ક્રિસ જેનકિન્સ ઓબીઇ સાથે બેઠક યોજી હતી જેમાં રમતગમત ક્ષેત્રના ભવિષ્ય અને ભારતમાં આગામી આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી
૭૬મા રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પૂર્વસંધ્યાએ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત ત્રણ દિવસીય પોલીસ એક્સ્પોનું ઉદ્ઘાટન કર્યું.
૭૬મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં, તાપી જિલ્લા માટે ૨૪૦ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની શ્રેણી શરૂ કરી, જે