પ્રીમિયમ પ્લાસ્ટ લિમિટેડનો આઈપીઓ 21 ઓક્ટોબર, 2024ના રોજ ખુલશે
પ્રીમિયમ પ્લાસ્ટ લિમિટેડ, ઓટોમોટિવ કમ્પોનેન્ટ્સના ટિયર-1 સપ્લાયર, જે કોમર્શિયલ વ્હીકલ ઓઇએમ માટેના ઉચ્ચ-ગુણવત્તાવાળા પ્લાસ્ટિક પાર્ટ્સની ડિઝાઇન, મેન્યૂફેક્ચર અને સપ્લાયમાં વિશેષતા ધરાવે છે,
મુંબઈ : પ્રીમિયમ પ્લાસ્ટ લિમિટેડ, ઓટોમોટિવ કમ્પોનેન્ટ્સના ટિયર-1 સપ્લાયર, જે કોમર્શિયલ વ્હીકલ ઓઇએમ માટેના ઉચ્ચ-ગુણવત્તાવાળા પ્લાસ્ટિક પાર્ટ્સની ડિઝાઇન, મેન્યૂફેક્ચર અને સપ્લાયમાં વિશેષતા ધરાવે છે, તેણે 21 ઓક્ટોબર, 2024ના રોજ તેનો ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનું લક્ષ્ય એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થઈ રહેલા શેર સાથે ₹26.20 કરોડ એકત્ર કરવાનો છે. ઈશ્યુની સાઇઝ પ્રત્યેક ₹10ના અંકિત મૂલ્ય પર 53,46,000 ઇક્વિટી શેર સુધીની છે.
ઇક્વિટી શેરની ફાળવણી ક્વાલિફાઇડ ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સ - 5,10,000 ઇક્વિટી શેર સુધી · નોન-ઈન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ - 22,83,000 ઇક્વિટી શેર કરતાં ઓછા નહીં · રિટેલ ઇન્ડિવિડ્યૂઅલ ઇન્વેસ્ટર્સ - 22,83,000 ઇક્વિટી શેર કરતાં ઓછા નહીં · માર્કેટ મેકર - 2,70,000 ઇક્વિટી શેર આ આઈપીઓમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ હાલના પીથમપુર મેન્યુફેક્ચિરંગ પ્લાન્ટના વિસ્તરણ, મશીનરીની ખરીદી, ગ્રીડ સોલાર પાવર પ્લાન્ટ પર રૂફટોપ સ્થાપિત કરવા માટે કંપની માટે મૂડી ખર્ચની જરૂરિયાત માટે ભંડોળ, લોનની ચુકવણી, સામાન્ય કોર્પોરેટ હેતુ અને ઈશ્યુ ખર્ચ માટે ઉપયોગ કરવામાં આવશે.
ઈશ્યુ 23 ઓક્ટોબર, 2024ના રોજ બંધ થશે. ઈશ્યુના બુક રનીંગ લીડ મેનેજર ખાંડવાલા સિક્યોરિટીઝ લિમિટેડ છે, જ્યારે ઈશ્યુના રજિસ્ટ્રાર બિગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ છે. પ્રીમિયમ પ્લાસ્ટ લિમિટેડના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચેતન દવેએ જણાવ્યું, "જે રીતે કંપની તેના આગામી આઈપીઓ સાથે એક પરિવર્તનકારી અધ્યાય તરફ વધી રહી છે, તેમ અમે ગર્વથી એવા લક્ષ્યો પર વિચાર કરીએ છીએ જેણે અમારી સફરને આકાર આપ્યો છે. અમે કોમર્શિયલ વ્હીકલ, ઇન્ડસ્ટ્રિયલ એપ્લિકેશન્સ, પેકેજિંગ અને સોલાર સોલ્યુશન્સ સહિત વિવિધ ઉદ્યોગોમાં ઉચ્ચ-ગુણવત્તાવાળા પ્લાસ્ટિક કમ્પોનેન્ટ્સની ડિઝાઇન, મેન્યુફેક્ચર અને સપ્લાય કરીએ છીએ. જાહેરમાં જવાનો આ નિર્ણય એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ ચિહ્નિત કરે છે, જે વિસ્તૃત ઉત્પાદન, ઉન્નત કાર્યકારી કાર્યક્ષમતા અને ટકાઉપણામાં સતત રોકાણ માટે તકો ખોલે છે. આ આઈપીઓ ન માત્ર કંપનીના મજબૂત પાયાને જ ઉજાગર કરે છે, પરંતુ ભવિષ્યની વૃદ્ધિ માટેનું મંચ પણ તૈયાર કરે છે, લાંબા ગાળાના મૂલ્યનું સર્જન કરે છે અને ઉત્પાદન ક્ષેત્રે શ્રેષ્ઠતા માટે અમારી પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે.
" ખાંડવાલા સિક્યોરિટીઝ લિમિટેડના એસોસિયેટ ડિરેક્ટર શ્રી રિનવ માનસેતાએ જણાવ્યું, “પ્રીમિયમ પ્લાસ્ટ લિમિટેડનો આગામી આઈપીઓ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે, જે કંપનીને વૃદ્ધિને વેગ આપવા અને નવીનતા લાવવા માટે સશક્ત બનાવે છે. ઝડપથી વિકસતા ઓટોમોટિવ ઉદ્યોગમાં, આ પગલાથી ઉભરતી તકોનો લાભ ઉઠાવવાની તેમની ક્ષમતામાં વધારો થશે. કોમર્શિયલ વ્હીકલ ઓઇએમ માટે ઉચ્ચ-ગુણવત્તાવાળા પ્લાસ્ટિક કોમ્પોનેન્ટ્સ પહોંચાડવાના મજબૂત ટ્રેક રેકોર્ડ સાથે, કંપની બજારની વધતી માંગને પહોંચી વળવા માટે સારી સ્થિતિમાં છે. આઈપીઓમાંથી એકત્ર કરાયેલું ભંડોળ અમને અમારી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને વિસ્તારવા, ઉત્પાદન ક્ષમતા વધારવા અને ટકાઉ વૃદ્ધિ માટે અમારી નાણાકીય સ્થિતિને મજબૂત કરવા સક્ષમ બનાવશે. અમે આ સાહસની સંભવનાઓને લઇને ઉત્સાહિત છીએ અને અમને સતત સફળતા માટે ઉદ્યોગના વલણોને સમજવાની અમારી ક્ષમતામાં વિશ્વાસ છે."
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.