કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ સેક્ટરની કંપનીઓને મોટી રાહત આપવાની તૈયારી, નાણામંત્રીએ આપી આ મહત્વપૂર્ણ માહિતી
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યુ કે અમે ભારતને મેન્યુફેક્ચરિંગનું હબ બનાવવા માંગીએ છીએ. જેથી, અમે રસાયણો અને પેટ્રોકેમિકલ્સ પર PLI સ્કીમ લાવવાનું વિચારીશું.
કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ સેક્ટરની કંપનીઓને મોદી સરકાર મોટી રાહત આપવા જઈ રહી છે. આ સંદર્ભમાં માહિતી આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે સરકાર કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટર માટે પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (PLI) સ્કીમ પર વિચાર કરશે. તેમણે કહ્યું કે સરકાર આ ઉત્પાદનો માટે ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માંગે છે. નાણાપ્રધાને જણાવ્યું હતું કે પ્રદૂષણ નિયંત્રણના કડક ધોરણો અને મજૂરીના વધતા ખર્ચને પગલે, રાસાયણિક ઉદ્યોગમાં વૈશ્વિક ઉત્પાદકો તેમના ઉત્પાદનો અને ઉત્પાદન ક્ષમતામાં વૈવિધ્ય લાવવાનું વિચારી રહ્યા છે અને ભારત ઉત્પાદન માટે વૈકલ્પિક સ્થળ તરીકે ઉભરી રહ્યું છે.
ગુરુવારે અહીં 'ગ્લોબલ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ મેન્યુફેક્ચરિંગ હબ ઈન ઈન્ડિયા' થીમ પર સમિટની ત્રીજી આવૃત્તિને સંબોધતા તેમણે કહ્યું કે આ સિવાય ભારત એક મોટું સ્થાનિક બજાર પણ પ્રદાન કરે છે. તેમણે કહ્યું, “અમે ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માંગીએ છીએ. તેથી, અમે રસાયણો અને પેટ્રોકેમિકલ્સ પર PLI સ્કીમ લાવવાનું વિચારીશું." સીતારમને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉદ્યોગ, જે વિશાળ સંભાવના ધરાવે છે, તેને ટકાઉપણું, કાર્બન ઉત્સર્જન, સામાન્ય પ્રદૂષણ અને ભૂગર્ભજળના પ્રદૂષણને ધ્યાનમાં રાખીને બનાવવાની જરૂર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, “આપણે યાદ રાખવું પડશે કે ભારતને 2047 સુધીમાં ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા અને 2070 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. જ્યાં સુધી તમામ ઉદ્યોગો અને તમામ ક્ષેત્રો તેમાં યોગદાન ન આપે ત્યાં સુધી આ ધ્યેય પ્રાપ્ત કરી શકાતો નથી.
નિર્મલા સીતારમણે જણાવ્યુ કે, “ગ્રીન ગ્રોથ પર હમે ફોકસ કરી રહ્યા છીએ. કાર્બનની તીવ્રતા ઘટાડવાની જરૂર છે. આવી સ્થિતિમાં દરેક ક્ષેત્રે આમાં યોગદાન આપવું પડશે.તેમણે કહ્યું કે ભારતની ઊર્જા કાર્યક્ષમતા અને રિન્યુએબલ એનર્જી પ્રતિબદ્ધતાઓ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય ઉદ્યોગોએ બિન-અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતોમાંથી ચોખ્ખી શૂન્ય ઉત્સર્જન અને 500 GW સ્થાપિત વીજળી ક્ષમતાના લક્ષ્યને ધ્યાનમાં રાખવું જોઈએ. તેમણે ઉદ્યોગોને હાઇડ્રોજન મિશન પર ધ્યાન આપવા વિનંતી પણ કરી હતી. સરકારે ઉત્સર્જન ઘટાડવા માટે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા રૂ. 19,744 કરોડની પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે દેશભરની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET 2024)ને રદ કરવાની માંગ કરતી તમિલનાડુમાં DMKની સહી ઝુંબેશ સામેની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.