જાફરાબાદની માછીમાર ખલાસીઓની સંસ્થા સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માછીમાર ખલાસીઓ માટે દરિયાઈ ૧૦૮ માટે સંબંધિત અધિકારીઓને રજૂઆત
દરિયામાં દરિયાઈ મેડિકલ સ્પીડ બોટ ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ ચાલુ કરવા ની માંગણી સાથે અને દરિયાકાંઠે ફાળવણી ની માંગણી સાથે ૨૦૧૪, ૨૦૧૫, ના વર્ષ માં દરિયા નો દાયરો કાનુની સહાય કેન્દ્ર રાજુલા દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન નંબર ૮૯/૨૦૧૭ થી દાખલ કરવામાં આવેલ દરીયામા માછીમારો ખલાસીઓ રાત-દિવસ કામ કરે છે.
ગુજરાત ના ૧૬૦૦/- કીમી દરિયામાં માછીમારી કરતા ખલાસીઓ દર વર્ષે ૧૦૦ થી વધારે માછીમારો અકસ્માત, ઈજા, હાર્ટએટેક, અન્ય બીમારી જેવી મેડિકલ કટોકટી સમયે દરિયામાં મેડિકલ સુવિધા સમયસર ન મળતા મુત્યુ થવાના બનાવો બનેલ છે.તેથી જો તેઓને દરિયાઈ એમ્બ્યુલન્સ સ્પીડ બોટ મેડિકલ ૧૦૮ ની સેવા પૂરી પાડવામાં આવેતો ખલાસીઓના જીવ બચાવી શકાય છે.
દરિયામાં દરિયાઈ મેડિકલ સ્પીડ બોટ ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ ચાલુ કરવા ની માંગણી સાથે અને દરિયાકાંઠે ફાળવણી ની માંગણી સાથે ૨૦૧૪, ૨૦૧૫, ના વર્ષ માં દરિયા નો દાયરો કાનુની સહાય કેન્દ્ર રાજુલા દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન નંબર ૮૯/૨૦૧૭ થી દાખલ કરવામાં આવેલ દરીયામા માછીમારો ખલાસીઓ રાત-દિવસ કામ કરે છે. અકસ્માત તથા બિમારી થી એક સો થી વધારે માછીમારો ના મુત્યુ થાય છે.
ગુજરાત ના દરિયાકાંઠાના બંદરો માં ગુજરાત હાઈકોર્ટે ના હુકમ મુજબ કુલ સાત દરિયાઈ મેડિકલ સ્પીડ બોટ ૧૦૮ એમ્બ્યુલન્સ ચાલુ કરવા માટે નામદાર ગુજરાત હાઇકોર્ટ હુકમ કરેલ જેમાં બે દરિયાઈ મેડિકલ સ્પીડ બોટ ૧૦૮ એમ્બ્યુલન્સ ચાલુ થઈ ગઈ છે. અન્ય બંદરો માટે દરિયાઈ એમ્બ્યુલન્સ ૧૦૮ ચાલુ કરવા ની બાકી હોય દરિયાઈ માછીમારો ખલાસીઓ ની ફીશીગ નજીક ના સમય માં હોય અને ગુજરાત ના ૧૬૦૦ કીમી દરિયામાં માછીમારી કરતા ખલાસીઓ બિમારી , તથા અકસ્માત, થાય અને માનવ જીંદગી અકસ્માત ના મોતના મુખમાંથી હોમાઇ તે પહેલાં નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ મુજબ અમલવારી કરવી જાફરાબાદ માછીમારી નું કેન્દ્ર હોય આ બંદરમાં ૭૦૦, જેટલી બોટો માછીમારી કરતી હોય આ માછીમારી ના વ્યવસાય માં સંકળાયેલાં ખલાસીઓ ની સલામતી માટે વહેલામાં વહેલી તકે દરિયાઈ મેડિકલ સ્પીડ બોટ ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક ચાલુ કરવી તથા નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ ની અમલવારી કરવા સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અગ્ર સચિવ શ્રી, આરોગ્ય તથા કમીશ્નર શ્રી, આરોગ્ય તબીબી સેવાઓ તથા મેનેજમેન્ટ શ્રી, જી.વી. કે. ઈમરજન્સી મેનેજમેન્ટ માછીમારો ખલાસીઓ ની મધદરિયે અકસ્માત, બીમારી દરમિયાન દરિયામાં કટોકટી સમયે મેડિકલ સુવિધા સમયસર મળી રહે તે માટે ની ઉચ્ચ કક્ષાએ સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રજુઆત કરવામાં આવી છે. જો સરકાર શ્રી માં માનતા જાગે તો ૧૦૮ સ્પીડ બોટ દરિયાઈ એમ્બ્યુલન્સ ફાળવે તેવી માછીમારો દ્વારા તેમજ સંસ્થા દ્વારા રજુઆત.
કલા અને આરાધનાના મહોત્સવ 'સોમનાથ મહોત્સવ'માં જાણીતા ગાયક શ્રી ઓસમાણ મીર તથા શ્રી આમીર મીરે લોકસંગીતની અદભૂત પ્રસ્તુતિ રજૂ કરીને ઉપસ્થિત સર્વેને રસતરબોળ કર્યા હતાં.
કોલેજ કક્ષાએ તા.૨૮ ફેબ્રુઆરીથી ૮ માર્ચ સુધી યોજાનારી સ્પર્ધાઓમાં યુવાશક્તિને મોટાપાયે સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહવાન.
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયપાલનતામાં સુધારો કરવા માટે અમદાવાદ મંડળથી ચાલનારી અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ અને અમદાવાદ-પટના એક્સપ્રેસના પ્રસ્થાન સમયમાં આગામી આદેશ સુધી બદલાવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.