રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની યુવાનોને અપીલ, કહ્યું- રાષ્ટ્રની સર્વાંગી પ્રગતિ માટે વિકાસ અને અનુશાસનનો માર્ગ અપનાવો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કાશ્મીર ઘાટીના યુવાનોને દેશની સર્વાંગી પ્રગતિ માટે વિકાસ અને અનુશાસનનો માર્ગ અપનાવવા આહ્વાન કર્યું હતું.
રાષ્ટ્રપતિ કાશ્મીર યુનિવર્સિટીના 20માં દીક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ ગર્વની વાત છે કે કાશ્મીર યુનિવર્સિટીમાં નોંધાયેલા વિદ્યાર્થીઓમાં 55 ટકા મહિલાઓ છે. શ્રીમતી મુર્મુએ જણાવ્યું હતું કે હિમાલયની ઇકોલોજીમાં સ્થિત જમ્મુ અને કાશ્મીર જેવા પ્રદેશમાં વિકાસલક્ષી શિક્ષણ મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે શાંતિપૂર્ણ વાતાવરણમાં શિક્ષણ દ્વારા રાષ્ટ્રીય વિકાસનો લાભ મેળવી શકાય છે.
આ અવસરે સ્નાતકોને તેમની સિદ્ધિઓ બદલ અભિનંદન આપતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, યુવાનોએ શિક્ષણની સાથે સાથે દેશના કલ્યાણ માટે સમાજ સેવામાં પણ યોગદાન આપવું જોઈએ.
તેમના ભાષણમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કર્યું, જેઓ જમ્મુ અને કાશ્મીરની તેમની પ્રથમ મુલાકાતે છે. તેમણે કહ્યું કે આ કેન્દ્રશાસિત પ્રદેશ માટે ગર્વની વાત છે કે મહિલાઓએ આજે વધુ ગોલ્ડ મેડલ જીત્યા છે.
આ પહેલા રાષ્ટ્રપતિએ શ્રીનગરમાં આર્મીના 15મી કોર્પ્સના હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ગુજરાતમાં ડ્રગ્સનો વેપાર વધી રહ્યો છે, સત્તાવાળાઓએ તાજેતરમાં દિલ્હીમાં જપ્ત કરાયેલ કરોડો રૂપિયાના કન્સાઇનમેન્ટ સાથે સંકળાયેલા મોટા ડ્રગ ઓપરેશનનો પર્દાફાશ કર્યો છે.
ડ્રગની હેરાફેરી સામે નિર્ણાયક કાર્યવાહીમાં, દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશનમાં સહયોગ કર્યો, જેના કારણે રવિવારે આશ્ચર્યજનક ₹5,000 કરોડની કિંમતનું 518 કિલોગ્રામ કોકેઈન જપ્ત કરવામાં આવ્યું.
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લીધી, લોકોને ગાંધીવાદી આદર્શોને અનુસરવા પ્રેરણા આપી.