પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ લીમખેડા નવીન ટીમની રચના કરવામાં આવી
રાથમિક શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લા આયોજિત લીમખેડા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની સામાન્ય સભા આજરોજ તા.16/09/2023 ને શનિવારના રોજ લીમખેડા ખાતે યોજાઈ હતી.
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લા આયોજિત લીમખેડા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની સામાન્ય સભા આજરોજ તા.16/09/2023 ને શનિવારના રોજ લીમખેડા ખાતે યોજાઈ હતી.જેમાં વિવિધ મહત્વના મુદ્દાઓ જેવા કે - શિક્ષકોનાં પડતર પ્રશ્નોમાં ખાસ ઉચત્તર પગાર ધોરણ નાં બાકી શિક્ષકોનાં પુરવણી બિલો સંદર્ભે,જૂની પેન્શન યોજના,સદસ્યતા અભિયાન વિશે ચર્ચા કરવામાં આવી હતી.
સાથે-સાથે આજે લીમખેડા તાલુકાની જૂની કોર ટીમને બરખાસ્ત કરી આગામી ત્રણ વર્ષ માટે નવીન ટીમ માટે મહત્વના હોદ્દેદારોમાં જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે શ્રી રાકેશભાઈ બારીઆ,લીમખેડા તાલુકામાં પ્રમુખ - શ્રી શનુભાઈ ભાભોર, મંત્રી - શ્રી હિમાંશુભાઈ પટેલ તથા સંગઠન મંત્રી તરીકે શ્રી મયંકભાઈ લબાનાની પસંદગી કરવામાં આવી હતી.સામાન્ય સભામાં રાજ્ય કારોબારી મહિલા ઉપાધ્યક્ષ શ્રીમતી પલ્લવીબેન પટેલ,જિલ્લાના હોદ્દેદારો,લીમખેડા ટીમના હોદ્દેદારો તથા શિક્ષક ભાઈ બહેનો હાજર રહ્યા હતા.
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડીની કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાડી કુદરતી ન હતી પરંતુ તેમાં ઝેરી રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.
ગુજરાતની એક સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને મોટી બેંક છેતરપિંડીના કેસમાં તેમની સંડોવણી બદલ સખત કેદની સજા ફટકારી છે.