પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ લીમખેડા નવીન ટીમની રચના કરવામાં આવી
પ્રાથમિક શિક્ષણ સંઘ લીમખેડા નવીન ટીમ (PELN ટીમ) ની રચના લીમખેડા તાલુકા, દાહોદ જિલ્લા, ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવાના મિશન સાથે કરવામાં આવી છે. નવી ટીમનું નેતૃત્વ શ્રી શાનુભાઈ ભાભોર પ્રમુખ તરીકે, શ્રી હિમાંશુભાઈ પટેલ મંત્રી તરીકે અને શ્રી મયંકભાઈ લબાના સંગઠન મંત્રી તરીકે કરે છે.
પ્રતિનિધિ દીપક રાવલ, દાહોદ: પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લા આયોજિત લીમખેડા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની સામાન્ય સભા આજરોજ તા.16/09/2023 ને શનિવારના રોજ લીમખેડા ખાતે યોજાઈ હતી.જેમાં વિવિધ મહત્વના મુદ્દાઓ જેવા કે - શિક્ષકોનાં પડતર પ્રશ્નોમાં ખાસ ઉચત્તર પગાર ધોરણ નાં બાકી શિક્ષકોનાં પુરવણી બિલો સંદર્ભે,જૂની પેન્શન યોજના,સદસ્યતા અભિયાન વિશે ચર્ચા કરવામાં આવી હતી.સાથે-સાથે આજે લીમખેડા તાલુકાની જૂની કોર ટીમને બરખાસ્ત કરી.
આગામી ત્રણ વર્ષ માટે નવીન ટીમ માટે મહત્વના હોદ્દેદારોમાં જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે શ્રી રાકેશભાઈ બારીઆ,લીમખેડા તાલુકામાં પ્રમુખ - શ્રી શનુભાઈ ભાભોર, મંત્રી - શ્રી હિમાંશુભાઈ પટેલ તથા સંગઠન મંત્રી તરીકે શ્રી મયંકભાઈ લબાના ની પસંદગી કરવામાં આવી હતી.સામાન્ય સભામાં રાજ્ય કારોબારી મહિલા ઉપાધ્યક્ષ શ્રીમતી પલ્લવીબેન પટેલ,જિલ્લાના હોદ્દેદારો,લીમખેડા ટીમના હોદ્દેદારો તથા શિક્ષક ભાઈ બહેનો હાજર રહ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SWAR (સ્પીચ એન્ડ રિટન એનાલિસિસ રિસોર્સ) પ્લેટફોર્મ લોન્ચ કર્યું, જે નાગરિકોની સંલગ્નતા વધારવા અને શાસનમાં સુધારો કરવાના હેતુથી એક નવી પહેલ છે.
ઉંચા તાપમાન અને ભેજને કારણે સમગ્ર દિવસ દરમિયાન ગુજરાતમાં વિઝિબિલિટી નબળી રહી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રભાવ સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં પણ અનુભવાયો હતો
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (S.T.) કોર્પોરેશને, રાજ્ય સરકારના સહયોગથી, 29 ડિસેમ્બર, રવિવારના રોજ કંડક્ટરની પરીક્ષામાં બેસનાર ઉમેદવારો તેમના પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે.