વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાકરાપાર એટોમિક પાવર સેન્ટર ખાતે 22,500 કરોડના ખર્ચે બે નવા રિએક્ટરનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દક્ષિણ ગુજરાતના નવસારીમાં કાકરાપાર એટોમિક પાવર સેન્ટર ખાતે રૂ. 22,500 કરોડના ખર્ચે બે નવા હેવી વોટર રિએક્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દક્ષિણ ગુજરાતના નવસારીમાં કાકરાપાર એટોમિક પાવર સેન્ટર ખાતે રૂ. 22,500 કરોડના ખર્ચે બે નવા હેવી વોટર રિએક્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને નવસારીમાં પીએમ મિત્ર પાર્કના નિર્માણ કાર્યનું પણ લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન રસ્તા, રેલ્વે, પીવાના પાણી અને આરોગ્યને લગતા ઘણા નવા પ્રોજેક્ટ પણ લોન્ચ કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાને નવસારીમાં પીએમ મિત્ર પાર્કના નિર્માણ કાર્યનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન રસ્તા, રેલ્વે, પીવાના પાણી અને આરોગ્યને લગતા ઘણા નવા પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે, પીએમ મિત્રા પાર્ક ટેક્સટાઈલ સેક્ટર માટે દેશનો આ પ્રકારનો પહેલો પાર્ક છે. તેમણે કહ્યું કે આનાથી કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને કાપડની નિકાસમાં ભારતનો હિસ્સો વધશે.
શ્રી મોદીએ કહ્યું કે આજે સરકાર ભારતને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાની તૈયારી કરી રહી છે. પીએમ મિત્રા પાર્ક પણ આ દિશામાં એક પગલું છે. વડાપ્રધાને કહ્યું કે ભારત હવે આ ક્ષેત્રમાં વિશ્વના સૌથી મોટા ઉત્પાદકો અને નિકાસકારો સાથે સ્પર્ધા કરી રહ્યું છે. આમાં ગુજરાતના ટેક્સટાઈલ ઉદ્યોગનો મોટો ફાળો છે.
શીખ સંપ્રદાયના ગુરુ ગોવિંદસિંહજીના બે નાના પુત્રોએ રાષ્ટ્ર અને ધર્મ રક્ષા માટે આપેલા બલિદાનની સ્મૃતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૨૨ થી તા. ૨૬ ડિસેમ્બરને દેશભરમાં વીર બાલ દિવસ તરીકે ઉજવાવામાં આવે છે.
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા ભવિષ્યના વિકાસ પર વિચારણા કરવા માટે એક ગોળમેજી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ : 15મો કાંકરિયા કાર્નિવલ અમદાવાદમાં સત્તાવાર રીતે શરૂ થયો છે, જે આજથી 31 ડિસેમ્બર સુધી ચાલશે.