વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ આજે હરિયાણાના રેવાડીમાં 9,750 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના રેવાડીમાં રૂ. 9 હજાર 700 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું. જેમાં શહેરી પરિવહન, આરોગ્ય, રેલ અને પ્રવાસન ક્ષેત્રના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
દેશભરમાં જાહેર આરોગ્ય માળખાને મજબૂત કરવાના વડા પ્રધાનના વિઝનને અનુરૂપ, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એઈમ્સ, રેવાડીનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ સંસ્થાના નિર્માણ પાછળ અંદાજે રૂ. 1,650 કરોડનો ખર્ચ થશે. તેમાં 720 બેડની હોસ્પિટલ, 100 સીટની મેડિકલ કોલેજ, 60 સીટની નર્સિંગ કોલેજ અને 30 બેડનો આયુષ બ્લોક હશે.
પ્રધાનમંત્રીએ રોહતક-મેહરમ-હાંસી વચ્ચે નવી રેલવે લાઇનનો શિલાન્યાસ કર્યો અને નવી ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપી. તેમણે ગુરુગ્રામમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. 5 હજાર ચારસો પચાસ કરોડનો ખર્ચ થશે. કુલ 28 કિલોમીટર અને 500 મીટર લાંબી આ મેટ્રો લાઇન મિલેનિયમ સિટી સેન્ટરને ઉદ્યોગ વિહાર ફેઝ 5 સાથે જોડશે. તે હાલની રેપિડ મેટ્રો રેલ ગુરુગ્રામ અને દ્વારકા એક્સપ્રેસ વે સાથે પણ જોડાશે.
વડાપ્રધાન કુરુક્ષેત્રમાં નવનિર્મિત અનુભવ કેન્દ્ર જ્યોતિસરનું પણ ઉદ્ઘાટન કરશે. 17 એકરમાં ફેલાયેલું આ મ્યુઝિયમ અંદાજે 240 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે.
Earthquake: ભૂકંપના આંચકાથી મેઘાલયની જમીન ધ્રૂજી ઉઠી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. જોકે, ભૂકંપના આંચકાથી કોઈ નુકસાનના સમાચાર નથી.
RRB Technician Result: આજે એટલે કે 19 માર્ચ 2025 ના રોજ, RRB ટેકનિશિયન ગ્રેડ 3 ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
માસ્ટરમાઇન્ડ ફહીમ ખાનની પોલીસે ધરપકડ કરી છે. વિશ્વ હિન્દુ પરિષદના આંદોલન બાદ, મુસ્લિમ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું. સોમવારે બપોરે ફહીમ શમીમ શેખ પણ તે વિરોધમાં સામેલ થયા હતા.