વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ સામાન્ય નાગરિકોને નમો એપ પર જાહેર અભિપ્રાયના સર્વે માં ભાગ લેવા વિનંતી કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ સામાન્ય નાગરિકોને 'નમો એપ' પર જાહેર અભિપ્રાય ના સર્વે માં ભાગ લેવા અને છેલ્લા દસ વર્ષમાં થયેલી પ્રગતિ વિશે તેમના મંતવ્યો શેર કરવા વિનંતી કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ સામાન્ય નાગરિકોને 'નમો એપ' પર જાહેર અભિપ્રાય ના સર્વે માં ભાગ લેવા અને છેલ્લા દસ વર્ષમાં થયેલી પ્રગતિ વિશે તેમના મંતવ્યો શેર કરવા વિનંતી કરી છે.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, વડા પ્રધાને તેમને હેશટેગ જનમન સર્વે નો ઉપયોગ કરીને તેમનો પ્રતિસાદ સીધો તેમને મોકલવા કહ્યું. આ સર્વે લોકોને રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ વિશે તેમના અભિપ્રાય વ્યક્ત કરવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ જેપી નડ્ડા એ કહ્યું છે કે લોકો સરકારી કાર્યક્રમો, તેમના મતવિસ્તારમાં વિકાસ કાર્યો અને સંસદના સભ્યોની કામગીરી જેવા ઘણા મુદ્દાઓ પર તેમનો પ્રતિસાદ શેર કરી શકે છે. તેમણે દરેકને આ સર્વે માં ભાગ લેવા અને નવા ભારતની વિકાસ ગાથાનો ભાગ બનવા વિનંતી કરી.
કેન્દ્ર સરકારે બાંગ્લાદેશથી આવતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે વધુ આક્રમક વલણ અપનાવ્યું છે, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક (DGP) ને તાત્કાલિક અને કડક પગલાં લેવાના નિર્દેશો જારી કર્યા છે.
મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પરાંડા રેલ્વે સ્ટેશન પર એક હૃદયદ્રાવક ઘટના બની જ્યારે પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવાને કારણે ગભરાટ ફેલાયો. લખનૌથી મુંબઈ જઈ રહેલી ટ્રેનને મુસાફરોએ અંધાધૂંધી વચ્ચે ઇમરજન્સી ચેઈન ખેંચી લીધા બાદ રોકી દેવામાં આવી.
ભારતીય સૈનિકોએ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના મેંઢર સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) પાર કરી રહેલા પાકિસ્તાની ડ્રોન પર ગોળીબાર કર્યો. સવારે 1 વાગ્યાની આસપાસ સતર્ક સૈન્ય કર્મચારીઓ દ્વારા ડ્રોનને શોધી કાઢવામાં આવ્યું હતું,