નર્મદા જિલ્લાના મતદારોને જાગૃત કરવા સ્વીપ અંતર્ગત કાર્યક્રમો યોજાયા
નાગરિકોની જાગૃતતા માટે ચૂંટણી પંચ દ્વારા અમલમાં મૂકવામાં આવેલા સ્વીપ એટલે કે સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટરોલ પાર્ટીશિપેશન અંતર્ગત નર્મદા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વ્યાપકપણે મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
રાજપીપલા : લોકસભાની ચૂંટણીમાં નાગરિકોની સહભાગીદારિતા વધે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા અમલમાં મૂકવામાં આવેલા સ્વીપ એટલે કે સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટરોલ પાર્ટીશિપેશન અંતર્ગત નર્મદા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વ્યાપકપણે મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. શાળાઓમાં વકતૃત્વ, ચિત્ર સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજીને બાળકોના માધ્યમથી તેમના વાલીઓને મતદાન કરવા માટેનો સંદેશો આપવામાં આવી રહ્યો છે. સાથે, ગ્રામજનોને અમે મતદાન અવશ્ય કરીશું, એવા સંકલ્પપત્રો આપવામાં આવી રહ્યા છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નિશાંત દવેએ જણાવ્યું કે, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અંતર્ગત સ્વીપ કાર્યક્રમ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન મતદાન જાગૃતિના ઝુંબેશ સ્વરુપે હાથ ધરવામાં આવ્યું હતું.
જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આગામી લોકસભા સામાન્ય ચૂંટણીની લોક- જાગૃતિ અને મતદાન માટે પ્રેરણા મળે તેવા શુભ આશયથી આ કાર્યક્રમોમાં શાળાના છાત્રોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં શાળાના તમામ બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ તેમજ પોતાના વાલીશ્રીઓને સંકલ્પપત્રોના વહેંચણી અને મતદાન અંગેના શપથ લેવડાવીને લોકશાહી પ્રત્યેની પોતાની સમજ કેળવવા માટેના પ્રયત્નો કર્યા, આમ સમગ્ર જિલ્લાની શાળાઓમાં અભ્યાસરત વિદ્યાર્થીઓ અને કાર્યરત શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેના આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્નો કરવામાં આવ્યો છે. જેમાં
ગ્રામજનો દ્વારા પણ આ કાર્યક્રમ સફળ બનાવવા માટે હકારત્મક અભિગમ સાથે મહેનત કરી સમગ્ર કાર્યક્રમને આગવી ઓળખ આપી છે.
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડીની કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાડી કુદરતી ન હતી પરંતુ તેમાં ઝેરી રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.
ગુજરાતની એક સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને મોટી બેંક છેતરપિંડીના કેસમાં તેમની સંડોવણી બદલ સખત કેદની સજા ફટકારી છે.