આણંદ જિલ્લામાં યોજાયો પલ્સ પોલિયો કાર્યક્રમ
આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બોરસદ ખાતે યોજાયેલ સઘન પલ્સ પોલિયો કાર્યક્રમનું બોરસદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધર્મદેવસિંહ ડાભીના હસ્તે ૦ થી ૫ વર્ષની વયના બાળકોને પોલિયો રસીના બે ટીપાં પીવડાવીને ઉદ્દ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ આવતા આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બોરસદ ખાતે યોજાયેલ સઘન પલ્સ પોલિયો કાર્યક્રમનું બોરસદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધર્મદેવસિંહ ડાભીના હસ્તે ૦ થી ૫ વર્ષની વયના બાળકોને પોલિયો રસીના બે ટીપાં પીવડાવીને ઉદ્દ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.
આ અવસરે તાલુકા પ્રમુખશ્રી ધર્મદેવસિંહ ડાભીએ સમગ્ર આણંદ જિલ્લાના ૦ થી ૫ વર્ષની વયના તમામ બાળકો પોલિયોની રસીના ટીપા પીવડાવવામાં આવે અને એક પણ બાળક પોલિયોની રસીથી વંચિત ન રહી જાય તે જોવા જિલ્લાના સમસ્ત વાલીઓને અનુરોધ કર્યો હતો.
તેમણે વધુમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા આશાબહેનો/આંગણવાડી બહેનો ત્રણ દિવસ સુધી પોલિયો રસી પીવડાવવાની કામગીરી કરશે. જેમાં તેમના દ્વારા પ્રથમ દિવસે બુથ કામગીરી કરવામાં આવશે જ્યારે બીજા અને ત્રીજા દિવસે ઘરે-ઘરે ફરીને પોલિયોની રસીથી વંચીત રહ્યા હોય તેવા તમામ બાળકોને પણ પોલિયો રસીના ટીપા પીવડાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં ૧૧૨૯ બુથ, ૨૨૫૮ ટીમ, ૫૦૩૦ ટીમસભ્યો અને ૨૪૪ સુપરવાઇઝરો દ્વારા ફરજ પર હાજર રહી જિલ્લાના ૦ થી ૫ વર્ષના અંદાજીત ૨,૫૦,૨૫૪ બાળકોને રસી પિવડાવવામાં આવશે. જે લક્ષ્યાંક અંતર્ગત પ્રથમ દિવસે અંદાજિત ૧,૮૦,૧૮૩ બાળકોને રસી પીવડાવામાં આવી હતી.
આણંદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી આર.બી.કાપડીયાના માર્ગદર્શન હેઠળ બોરસદના બસ સ્ટેન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ પ્રસંગે બોરસદ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ગુણવંત ઇસરવાડીયા, અર્બન હેલ્થ સેન્ટરના આયુષ મેડીકલ ઓફીસર, તાલુકા સુપરવાઈઝર તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,
શિયાળાની શરૂઆત હોવા છતાં, શાકભાજીના ભાવમાં અપેક્ષિત ઘટાડો પ્રપંચી રહ્યો છે, લસણના ભાવમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે.
જૂનાગઢના ગીરનારમાં આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના અવસાન બાદ આગેવાની અંગે મહત્વનો વિવાદ ઉભો થયો છે.