પુનરૂત્થાન વિદ્યાપીઠ દ્વારા 1051 ગ્રંથોના લોકાર્પણ સમારોહનું આયોજન કરાયું
પુનરુત્થાન વિદ્યાપીઠ છેલ્લા અઢાર વર્ષથી 100% ભારતીય શિક્ષણના મોડલની સ્થાપના માટે કામ કરી રહી છે
અમદાવાદ : પુનરુત્થાન વિદ્યાપીઠ દ્વારા 1051 પુસ્તકોના વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરમ પૂજ્ય સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે એક સાથે 1051 ગ્રંથોનું વિમોચન કદાચ વિશ્વ રેકોર્ડ બની શકે છે. ભારતીયોને ભારતીય જ્ઞાન પરંપરાનું જ્ઞાન મળે તે માટે આ એક જરૂરી પગલું છે. જો કે ભારતીય જ્ઞાન પરંપરાના અગાધ મહાસાગરમાં આ બહુ નાની વાત છે, પરંતુ જો આપણે આપણી ક્ષમતા જોઈએ તો તે એક મોટું પગલું છે. છેલ્લા 200 વર્ષમાં આપની સાથે ઘણી બધી રમતો રમાઈ છે, આપણે ક્યારેય ગુલામીની માનસિકતામાંથી બહાર આવ્યા જ નહિ.
જ્ઞાનને સમજવાની દરેકની પોતાની રીત છે. આ વિચારની ઉત્પત્તિ થઈ ત્યારથી જ દુનિયામાં બધાને સુખ આપે છે તેની શોધ ચાલુ છે. જે પણ જ્ઞાન છે તે સમજવાની બે રીત છે. બહારનું બધું જાણવું એ જ્ઞાન ગણાય. આપણે ત્યાં તેને વિજ્ઞાન કહેવાય છે. જ્ઞાનનું અસ્તિત્વ શાશ્વત છે. જ્ઞાન માનવ જીવનને સર્વ અજ્ઞાનમાંથી મુક્ત કરે છે. આ જ્ઞાન બહારનું નથી, અંદર જોવાનું છે ત્યારે મળે છે.
જે દેખાય છે તે નિત્ય પરિવર્તનશીલ છે તે બાહ્ય જ્ઞાન છે. જેને આપણે વિજ્ઞાન કહીએ છીએ. માત્ર વિજ્ઞાનમાં વિશ્વાસ રાખવાવાળા એવું કહે છે કે બાકી બધું મિથ્યા છે, આ અહંકાર છે અંદરના જ્ઞાનની શરૂઆત આ અહંકારને
મારીને જ થાય છે. અને સત્યનું પૂર્ણ જ્ઞાન આપણા અહંકાને દુર કરવાથીજ થાય છે. એટલા માટે જ સાપેક્ષ અહં અને નિરપેક્ષ અહં એમ જ્ઞાન પ્રાપ્તિના આ બે માર્ગ છે.
ધર્મના નામે કરવામાં આવેલ અત્યાચારથી જ વિજ્ઞાનનો જન્મ થયો અને વિજ્ઞાને મનુષ્યને અંધશ્રધાથી મુક્ત કર્યો અને કહ્યું કે વિશ્વાસ કરતા પહેલા પ્રયોગ કરો. આ બધાના કારણે મનુષ્ય જીવન સુખમય થયું પરંતુ મનુષ્યએ સાધનોના ઉપયોગમાં અતિરેક કર્યો. જેનું પરિણામ એ આવ્યું કે જેના પાસે સાધન હતા તે શક્તિશાળી થઇ ગયો અને જે દુર્બળ હતા તે સમાપ્ત થવા લાગ્યા. આપણે સંસાધનોના ઉપયોગમાં અતિરેક કરવા લાગ્યા.
વાસ્તવમાં વિશ્વને રાહ દેખાડવા માટે જ આપણા અસ્તિત્વનું પ્રયોજન થયું છે. આપણી દૃષ્ટિ ધર્મની દ્રષ્ટિ છે. જે બધા ને જોડે છે, બધાને સાથે લઇને ચાલે છે, બધાને સુખ આપે છે. અસ્તિત્વની એકતાનું સત્ય આપણા પૂર્વજોએ
જાણ્યું જેનાથી તેમેણે પરિપૂર્ણ એકાત્મ જ્ઞાનની દ્રષ્ટિ તેમણે પ્રાપ્ત થઇ જેના થી તેમેને આ અનુભવ થઇ ગયો કે સંપૂર્ણ વિશ્વ આપણો પરિવાર છે. જે જ્ઞાનમાં મારું તારું નથી તે જ પવિત્ર છે. વિશ્વના કલ્યાણની ઈચ્છા રાખવા વાળા
આપણા પૂર્વજોની તપસ્યાથી જ આપણા રાષ્ટ્રનું નિર્માણ થયું છે. આપણું પ્રયોજન વિશ્વકલ્યાણ છે. કાર્યકમના પ્રારંભમાં જ્ઞાનસાગર મહાપ્રક્લ્પની અધ્યક્ષ સુશ્રી ઈન્દુમતીબેનએ પ્રકલ્પની માહિતી આપી. મુખ્ય અતિથી રાષ્ટ્ર સેવિકા સમિતિના પ્રમુખ સંચાલિકા માનનીય શાન્તાક્કા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમના અધ્યક્ષ પૂજનીય પરમાત્માનંદજીએ આશીર્વચન આપ્યા.
ગુજરાતના કચ્છ જિલ્લામાં શનિવારે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ઘર છોડીને ભાગવા લાગ્યા. જાણો ભૂકંપની તીવ્રતા કેટલી હતી?
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં આગામી મહાકુંભ માટે શનિવારે ગાંધીનગરથી 'વોટર એમ્બ્યુલન્સ'ને લીલી ઝંડી બતાવી હતી. મહા કુંભ 2025 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાશે.
GCCIની બેંકિંગ અને ફાઇનાન્સ કમિટી અને MSME કમિટી ના સંયુક્ત ઉપક્રમે તા: 2જી જાન્યુઆરી, 2025ના રોજ GCCI ખાતે નિકાસ અને આયાત વેપારમાં સુવિધાઓ અને તકો પર એક ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.