પિરામિડ ટેક્નોપ્લાસ્ટ લિમિટેડનો આઈપીઓ શુક્રવાર, 18મી ઓગસ્ટ, 2023ના રોજ ખુલશે
પિરામિડ ટેક્નોપ્લાસ્ટ લિમિટેડ, જે એક ઔદ્યોગિક પેકેજિંગ કંપની છે અને પોલિમર આધારિત મોલ્ડેડ ઉત્પાદનો જેવાં કે કઠોર ઇન્ટરમીડિયેટ બલ્ક કન્ટેનર (IBC), પોલિમર ડ્રમ્સ અને એમએસ ડ્રમ્સના ઉત્પાદનમાં પોતાની કુશળતા માટે જાણીતી છે, તેણે પ્રસ્તાવિત રીતે શુક્રવાર, 18મી ઓગસ્ટ, 2023ના રોજ ખુલી રહેલા ઇનિશિયલ પબ્લિક ઑફર ("ઑફર") સાથે જાહેર થવાની પોતાની યોજના જાહેર કરી છે.
પિરામિડ ટેક્નોપ્લાસ્ટ લિમિટેડ, જે એક ઔદ્યોગિક પેકેજિંગ કંપની છે અને પોલિમર આધારિત મોલ્ડેડ ઉત્પાદનો જેવાં કે કઠોર ઇન્ટરમીડિયેટ બલ્ક કન્ટેનર (IBC), પોલિમર ડ્રમ્સ અને એમએસ ડ્રમ્સના ઉત્પાદનમાં પોતાની કુશળતા માટે જાણીતી છે, તેણે પ્રસ્તાવિત રીતે શુક્રવાર, 18મી ઓગસ્ટ, 2023ના રોજ ખુલી રહેલા ઇનિશિયલ પબ્લિક ઑફર ("ઑફર") સાથે જાહેર થવાની પોતાની યોજના જાહેર કરી છે. ઓફરના માધ્યમથી Rs 91.30 કરોડના ફ્રેશ ઈશ્યુ અને વેચનાર શેરહોલ્ડર દ્વારા અપર બેન્ડ પ્રાઇસ પર Rs 61.75 કરોડના વેચાણની ઑફરનો સમાવેશ થાય છે. ઇક્વિટી શેર એનએસઇ અને બીએસઇ પર સૂચિબદ્ધ થશે.
ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) - 27,66,000 ઇક્વિટી શેર્સ સુધી
નૉન- ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) - 18,44,000 ઇક્વિટી શેર્સ સુધી
રીટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ (RII) - 46,10,000 ઇક્વિટી શેર સુધી
ઑફરમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલ ચોક્કસ બાકી ઉધારની પુન:ચુકવણી અને/અથવા પૂર્વ ચુકવણી અથવા સંપૂર્ણ કે આંશિક ચુકવણી, કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે ભંડોળ પૂરૂં પાડવા, સામાન્ય કોર્પોરેટ હેતુ અને ઓફર સંબંધિત ખર્ચને પહોંચી વળવા માટે કરવામાં આવશે. ઑફર 22મી ઑગસ્ટ, 2023ના રોજ બંધ થશે.ઑફર માટે બુક રનિંગ લીડ મેનેજર્સ પીએનબી ઇન્વેસ્ટમેન્ટ સર્વિસિસ લિમિટેડ અને ફર્સ્ટ ઓવરસીઝ કેપિટલ લિમિટેડ છે. આ ઓફરના રજીસ્ટ્રાર બિગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ છે.
પિરામિડ ટેક્નોપ્લાસ્ટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી બિજયકુમાર અગ્રવાલે જણાવ્યું, “આ ઓફર અમારી જળવાઇ રહેલી સફરમાં નોંધપાત્ર રીતે સીમાચિહ્નરૂપ છે. અમારો ધ્યેય અમારા અનુભવની સંપત્તિને આધારે અમારા મૂલ્યવાન ગ્રાહકોને ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનો પહોંચાડવાનો છે. કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે ભારત એક અગ્રણી ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે અમે અમારા પેકેજિંગ સોલ્યુશન્સની માંગમાં સતત વધારો થવાની અપેક્ષા ધરાવીએ છીએ. ઑફરમાંથી ઉભી થયેલી મૂડી અમારી વૃદ્ધિને આગળ વધારવામાં અને અમને બજારહિસ્સો વધારવા માટે સક્ષમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.”
પીએનબી ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મહેશ પેસવાની જણાવે છે, “કંપનીએ અગાઉના વર્ષોમાં સતત વૃદ્ધિ દર્શાવી છે અને પોતાના પ્રભાવશાળી ટ્રેક રેકોર્ડ અને ભૂતકાળની કામગીરીને ધ્યાનમાં રાખીને આ ઑફર ઉદ્યોગના સાથીઓની સરખામણીમાં આકર્ષક મૂલ્યાંકન રજૂ કરે છે. ઑફરમાંથી પેદા થયેલ ભંડોળ કંપનીને તેની વૃદ્ધિની વ્યૂહરચના અને બજાર હિસ્સાને આગળ વધારવા માટે સશક્ત બનાવશે.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.