ક્યૂએમએસે નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિકમાં અદભૂત 118% નફામાં વધારો નોંધાવ્યો
ક્યૂએમએસ મેડિકલ એલાઈડ સર્વિસિસ લિમિટેડ, જે તબીબી ઉત્પાદનોની વિશાળ શ્રેણી તેમજ તબીબી શિક્ષણ સેવાઓના માર્કેટિંગ અને વિતરણમાં સંકળાયેલ છે, તેણે નાણાકીય વર્ષ 24ના પ્રથમ અર્ધવાર્ષિક માટેના તેના અનઓડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે.
મુંબઈ : ક્યૂએમએસ મેડિકલ એલાઈડ સર્વિસિસ લિમિટેડ, જે તબીબી ઉત્પાદનોની વિશાળ શ્રેણી તેમજ તબીબી શિક્ષણ સેવાઓના માર્કેટિંગ અને વિતરણમાં સંકળાયેલ છે, તેણે નાણાકીય વર્ષ 24ના પ્રથમ અર્ધવાર્ષિક માટેના તેના અન-ઓડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે.
એક નજરમાં મુખ્ય નાણાકીય બાબતો:
કુલ આવક ₹54.80 કરોડ રહી, તેની સામે નાણાકીય વર્ષ 23ના પ્રથમ અર્ધવાર્ષિકમાં ₹52.32 કરોડ હતી, 4.73%ની વાર્ષિક વૃદ્ધિ
EBITDA ₹9.75 કરોડ રહ્યું, તેની સામે નાણાકીય વર્ષ 23ના પ્રથમ અર્ધવાર્ષિકમાં ₹4.92 કરોડ હતુ, 98.36%ની વાર્ષિક વૃદ્ધિ
EBITDA માર્જિન 17.79% રહ્યું, તેની સામે નાણાકીય વર્ષ 23ના પ્રથમ અર્ધવાર્ષિકમાં 9.39% હતુ, 840 બીપીએસની વાર્ષિક વૃદ્ધિ
કર બાદ નફો ₹5.02 કરોડ રહ્યો, તેની સામે નાણાકીય વર્ષ 23ના પ્રથમ અર્ધવાર્ષિકમાં ₹2.30 કરોડ હતો, 117.89%ની વાર્ષિક વૃદ્ધિ
કર બાદ નફા માર્જિન 9.16% રહ્યું, તેની સામે નાણાકીય વર્ષ 23ના પ્રથમ અર્ધવાર્ષિકમાં 4.40% હતું, 476 બીપીએસની વાર્ષિક વૃદ્ધિ
શેર દીઠ કમાણી ₹2.81 રહી, તેની સામે નાણાકીય વર્ષ 23ના પ્રથમ અર્ધવાર્ષિકમાં ₹1.53 હતી, 83.66%ની વાર્ષિક વૃદ્ધિ
કુલ આવક ₹28.76 કરોડ રહી, તેની સામે નાણાકીય વર્ષ 23ના બીજા ત્રિમાસિકમાં ₹27.64કરોડ હતી, 4.04%ની વાર્ષિક વૃદ્ધિ
EBITDA ₹5.01 કરોડ રહ્યું, તેની સામે નાણાકીય વર્ષ 23ના બીજા ત્રિમાસિકમાં ₹3.06 કરોડ હતુ, 63.49%ની વાર્ષિક વૃદ્ધિ
EBITDA માર્જિન 17.42% રહ્યું, તેની સામે નાણાકીય વર્ષ 23ના બીજા ત્રિમાસિકમાં 11.09% હતું, 633 બીપીએસની વાર્ષિક વૃદ્ધિ
કર બાદ નફો ₹2.56 કરોડ રહ્યો, તેની સામે નાણાકીય વર્ષ 23ના બીજા ત્રિમાસિકમાં ₹1.64કરોડ હતો, 56.49%ની વાર્ષિક વૃદ્ધિ
કર બાદ નફા માર્જિન 8.90% રહ્યું, તેની સામે નાણાકીય વર્ષ 23ના બીજા ત્રિમાસિકમાં 5.92% હતું, 298 બીપીએસની વાર્ષિક વૃદ્ધિ
શેર દીઠ કમાણી ₹1.43 રહી, તેની સામે નાણાકીય વર્ષ 23ના બીજા ત્રિમાસિકમાં ₹1.09 હતી, 31.1%ની વાર્ષિક વૃદ્ધિ
પ્રદર્શન અંગે ટિપ્પણી કરતાં, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મહેશ માખીજાએ જણાવ્યું,અમારા પ્રથમ અર્ધવાર્ષિકના પ્રદર્શનનું મૂલ્યાંકન કરતી વખતે, મને જણાવતા આનંદ થાય છે કે અમે સકારાત્મક માર્ગ પર આગળ વધ્યા છે. અગાઉના નાણાકીય વર્ષોમાં ‘કેમ્પ્સ’ અને ‘ક્યૂ’ ઉપકરણો જેવા અમારા બિઝનેસ વર્ટિકલ્સ માટે સમર્પિત રોકાણો અને પ્રયાસો, હવે નક્કર પરિણામોમાં પ્રગટ થઈ રહ્યા છે, જે અમારી નોંધપાત્ર વૃદ્ધિમાં ફાળો આપી રહ્યા છે. આ સિદ્ધિ અમારી સતત પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ગુણવત્તાયુક્ત અકાર્બનિક વૃદ્ધિની તકોની અમારી સક્રિય શોધ સારથી હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ અને પ્રોમિથિયસ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના તાજેતરના અધિગ્રહણથી પ્રમાણિત થાય છે. આ વ્યૂહાત્મક
પગલાઓ ન માત્ર અમારી વર્તમાન સ્થિતિને મજબૂત કરવા માટે, પરંતુ નાણાકી. વર્ષ 24 અને તે પછીના બાકીના સમયગાળા માટે નોંધપાત્ર પ્રોત્સાહન પૂરૂં પાડવાની ધારણા છે. આગળ જોતાં, હું અમારી વર્તમાન સફળતાઓ અને વ્યૂહાત્મક કસરતોથી ઉત્સાહિત થઇને ભવિષ્ય વિશે આશાવાદી છું. અમને અમારી નિરંતર સફળતા અને આગળ રહેલી સતત વૃદ્ધિ પ્રત્યે વિશ્વાસ છે.”
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.
ફેબ્રુઆરી, 2025 માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદન, બિન-ખાદ્ય ચીજો અને કાપડ ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે.
બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડ, (બીએસઇ – 543831) ભારતના આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગમાં અગ્રણી નામ છે, તેણે તેના સંયુક્ત સાહસ ભાગીદાર સાથે મળીને મુંબઈમાં ત્રણ નવા ડિજિટલ એલઇડી બિલબોર્ડ લોન્ચ કર્યા છે. કુલ 1,840 ચોરસ ફૂટ નવી આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગ જગ્યા ઉમેરવામાં આવી રહી છે.