IPL 2025 પહેલા RCB લેવા જઈ રહ્યું છે મોટો નિર્ણય, વિરાટ કોહલી ફરી બની શકે છે કેપ્ટન
RCBના ફેન્સ માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. વિરાટ કોહલી ફરી એકવાર RCBનો કેપ્ટન બની શકે છે.
વિરાટ કોહલીની ગણતરી વિશ્વના મહાન ખેલાડીઓમાં થાય છે અને તે IPLમાં RCB ટીમ તરફથી રમે છે. તેણે પોતાની જોરદાર બેટિંગથી RCB ટીમને ઘણી મેચો જીતાડવી છે. તે IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે. તેના નામે આવા અગણિત રેકોર્ડ છે, જે દુનિયાનો દરેક બેટ્સમેન બનાવવા માંગશે. પણ એક ઘા છે જે તેને હંમેશ સતાવતો રહેશે. તે 2008થી IPLમાં રમી રહ્યો છે, પરંતુ અત્યાર સુધી તે IPL ટ્રોફી જીતી શક્યો નથી. કોહલીએ વર્ષ 2022માં જ આરસીબીની કેપ્ટનશીપ છોડી દીધી હતી. ત્યારબાદ તેના સ્થાને ફાફ ડુ પ્લેસિસને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ ડુ પ્લેસિસની કેપ્ટનશીપમાં પણ આરસીબીનું કિસ્મત બદલાઈ શક્યું નથી.
IND vs SA: દક્ષિણ આફ્રિકાએ ભારત સામે રમાનારી T20 શ્રેણી માટે તેની ટીમની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાએ આ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત ઘણા સમય પહેલા કરી દીધી હતી.
બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં એક નવો રેકોર્ડ સર્જાયો છે. સાઉથ આફ્રિકા માટે 3 બેટ્સમેનોએ સદી ફટકારવાનું મોટું કારનામું કર્યું.
હર્ષિત રાણા મુંબઈમાં ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કરી શકે છે. હાલ બીસીસીઆઈ તરફથી ગ્રીન સિગ્નલની રાહ જોવાઈ રહી છે.