RHI મેગ્નેસિટા ઇન્ડિયા 2022-23માં 11 મોટા CSR પ્રોજેક્ટ સાથે કમ્યૂનિટીઝને સમર્થન આપે છે
1,00,000થી વધુ લોકોના જીવન પર હકારાત્મક અસર કરે છે, 2023-24માં કમ્યૂનિટી ઇન્વેસ્ટમેન્ટ્સ માટે રૂ. 5.6 કરોડ ફાળવ્યા
હાઈ-ગ્રેડ રિફ્રેક્ટરી પ્રોડક્ટ્સ, સિસ્ટમ્સ અને સોલ્યુશન્સના અગ્રણી ઉત્પાદક અને સપ્લાયર આરએચઆઈ મેગ્નેસિટા ઇન્ડિયાએ નાણાંકીય વર્ષ 2022-23 દરમિયાન તેની કોર્પોરેટ સામાજિક જવાબદારી પહેલ હેઠળ 11 મોટા પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક હાથ ધર્યા છે. આ પ્રોજેક્ટ્સે દેશના વિવિધ ભાગોમાં 1,00,000થી વધુ નબળા અને વંચિત લોકોના જીવન પર સકારાત્મક અસર કરી છે અને તેમની સમાવેશી વૃદ્ધિ તથા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
આરએચઆઈ મેગ્નેસિટા જે સમુદાયો તેની સાથે રહે છે અને તેની સાથે કામ કરે છે તેમના ઉત્થાનમાં દ્રઢપણે વિશ્વાસ રાખે છે. કંપનીની ટકાઉપણાની પહેલ એવી માન્યતાથી પ્રેરિત છે કે એક જવાબદાર કોર્પોરેટ તરીકે, સંસ્થાએ મોટા સામાજિક હેતુની પૂર્તિ માટે વધુ ટકાઉ ભવિષ્ય અર્થે સક્રિયપણે પ્રતિબદ્ધ થવું જોઈએ. માર્કેટ લીડર તરીકે, આરએચઆઈ મેગ્નેસિટા ઈન્ડિયાએ નાણાંકીય વર્ષ 2022-23 દરમિયાન પ્રોજેક્ટ્સના અમલીકરણ દ્વારા તેના સીએસઆર ફંડનો 100% ઉપયોગ કર્યો હતો, જેનો હેતુ તે જે સમુદાયો સાથે કામ કરે છે તેમાં સકારાત્મક ફેરફારો લાવવાનો છે.
કંપનીએ નાણાંકીય વર્ષ 2023-24માં રૂ. 5.6 કરોડનું સીએસઆર બજેટ નક્કી કર્યું છે, જે તેના પાછલા વર્ષના બજેટ કરતાં 14% વધારે છે. પોતાના વિચારો વ્યક્ત કરતાં આરએચઆઈ મેગ્નેસિટા ઈન્ડિયાના એમડી અને સીઈઓ શ્રી પ્રમોદ સાગરે જણાવ્યું હતું કે, “આરએચઆઈ મેગ્નેસિટા ઈન્ડિયામાં અમે અમારા પ્લાન્ટની કામગીરીમાં અને તેની આસપાસના સમુદાયો પર સકારાત્મક અસર કરવા માંગીએ છીએ, ખાસ કરીને એવાપ્રદેશો જ્યાં અમારી કંપનીની કરોડરજ્જુ સમાન અમારા કામદારો રહે છે અને તેમની આજીવિકાકમાય છે. અમારી અતૂટ પ્રતિબદ્ધતા આ વિસ્તારોમાં આરોગ્યસંભાળ, શિક્ષણ અને આંતરમાળખાનાવિકાસની ગુણવત્તા વધારવામાં રહેલી છે, જ્યારે આ સમુદાયોમાં મહિલાઓ અને બાળકોનેસશક્તિકરણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.”
આરએચઆઈ મેગ્નેસિટા ઈન્ડિયાની સીએસઆર પ્રવૃત્તિઓ કંપનીની કામગીરીની નજીકમાં કેન્દ્રિત છે, ખાસ કરીને વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ), કટક (ઓડિશા), ભીવાડી (રાજસ્થાન) અને દિલ્હી- એનસીઆર. કંપની આ લક્ષિત વિસ્તારોમાં આરોગ્યસંભાળ, શિક્ષણ, માળખાકીય વિકાસ અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે. ગયા વર્ષે તેના સીએસઆર ખર્ચનો લગભગ 51%શિક્ષણ અને આરોગ્ય સંભાળના અગ્રતા ક્ષેત્રોમાં અમલીકરણ માટે સમર્પિત કરવામાં આવ્યો હતો.
આરએચઆઈ મેગ્નેસિટા ઈન્ડિયાના સીએસઆર એક્ઝિક્યુટિવ કમિટિના હેડ શ્રી સંજીવ ભારદ્વાજે જણાવ્યું હતું કે, “આરએચઆઈ મેગ્નેસિટા ખાતે, અમે આ ક્ષેત્રોમાં મુખ્ય નોકરીદાતા તરીકેનીઅમારી મહત્વપૂર્ણ ભૂમિકાને જોતાં અમારા યજમાન સમુદાયો સાથે મજબૂત અને સકારાત્મકસંબંધોને ઉત્તેજન આપવાની જટિલતાને ઓળખીએ છીએ. અમારી સાઇટ્સ આવા વૈવિધ્યસભર પ્રદેશોમાં સ્થિત હોવાથી સમગ્ર સામાજિક-આર્થિક વિકાસમાં અસરકારક રીતે યોગદાન આપવા માટેસ્થાનિક સંદર્ભને સમજવો અમારા માટે સર્વોપરી છે. આ સંદર્ભમાં અમે એનજીઓ સાથે સક્રિયપણે ભાગીદારી મેળવવા અને પ્રોજેક્ટ્સ પૂરા કરવા મુખ્ય કાર્યકારી ક્ષેત્રોમાં વ્યાપક સમુદાય રોકાણ કાર્યક્રમ અમલમાં મૂક્યો છે.
દરેક પ્રોજેક્ટ કે જેમાં આરએચઆઈ મેગ્નેસિટા રોકાણ કરે છે, તે લાંબા સમય સુધી ચાલતા સામાજિક સુધારાઓ લાવવા માટે રચાયેલ છે. આ અનુસંધાનમાં, સામાજિક પરિવર્તન લાવવા પ્રત્યેની અમારી સતત પ્રતિબદ્ધતા આ સંબંધોને વધુ મજબુત બનાવશે, જેનાથી અમે જ્યાં કામ કરીએ છીએ તે સમુદાયોમાં ઉન્નત પ્રભાવ અને મૂલ્ય પેદા કરવામાં અમને સક્ષમ બનાવશે.
1. વિશાખાપટ્ટનમ નજીકના એક ગામમાં આરએચઆઈ મેગ્નેસિટા દર મહિને 500થી વધુ દર્દીઓને મફત સેવાઓ પૂરી પાડતા આરોગ્ય-સંભાળ કેન્દ્ર ચલાવવામાં સ્થાનિક ટ્રસ્ટને સપોર્ટ કરે છે.
2. કટક નજીક, 1.8 કિમી સિમેન્ટ રોડનું બાંધકામ ચાલી રહ્યું છે, જે દામાકા ગામને નેશનલ હાઈવે સાથે જોડે છે જેનાથી 400 ગ્રામીણ પરિવારોને ફાયદો થાય છે.
3. વિશાખાપટ્ટનમ નજીકના વેંકટપુરમ અને ભરીનિકમ ગામોમાં બે આરઓ વોટર પ્લાન્ટમાંથી દરરોજ 700 પરિવારોને પીવાનું પાણીનો સલામત પુરવઠો મળી રહ્યો છે.
4. વિશાખાપટ્ટનમમાં એલ.વી.પ્રસાદ આઈ ઈન્સ્ટિટ્યૂટ ખાતે હોસ્ટેલ બિલ્ડિંગના નિર્માણ માટેનું ભંડોળ વંચિત સમુદાયોની સેવા કરતા હાઉસ આઈ-કેર તાલીમાર્થીઓને પૂરું પાડવામાં આવી રહ્યું છે.
5. મહિલા અને બાળ સુરક્ષા માટે કંપની એક એનજીઓ સાથેની ભાગીદારીમાં અલવર જિલ્લામાં અત્યાર સુધીમાં 70,000થી વધુ મહિલાઓ અને બાળકોને આવરી લઈને જાગૃતિ અભિયાન ચલાવી રહી છે.
6. આરએચઆઈ મેગ્નેસિટા નિયમિતપણે વંચિત વિદ્યાર્થીઓને મફત અભ્યાસ સામગ્રી પ્રદાન કરે છે અને વેંકટપુરમ સરકારી સ્કૂલ તથા વિશાખાપટ્ટનમ નજીક ટી સિરાપલ્લી આંગણવાડીમાં ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ગ્રામીણ શાળાઓને ટેકો આપે છે.
7. કટકમાં એક ગ્રામીણ હાઈસ્કૂલમાં બે નવા ક્લાસરૂમ બનાવવામાં આવ્યા છે જે નજીકના ગામોના 350 બાળકોને લાભ આપે છે.
8. કંપની દિલ્હી એનસીઆરની ઝૂંપડપટ્ટીમાંથી 5000 અંધ મહિલાઓ માટે સ્તન કેન્સર શોધ પ્રશિક્ષણ આયોજિત કરવા માટે નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ (એનએબી)ને સપોર્ટ કરી રહી છે.
9. ભીવાડીમાં એક પબ્લિક બસ સ્ટેન્ડ જે જર્જરિત હાલતમાં હતું તેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. હવે તેનો ઉપયોગ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે પણ થઈ રહ્યો છે.
આજે BSE સેન્સેક્સ 820.97 પોઈન્ટના ઘટાડા સાથે 78,675.18 પોઈન્ટ પર બંધ રહ્યો હતો અને એ જ રીતે NSE નિફ્ટી 50 પણ 257.85 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 23,883.45 પોઈન્ટ પર બંધ થયો હતો.
ભારતીય શેરબજારમાં મંગળવારના ટ્રેડિંગ સેશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 1:40 વાગ્યે, સેન્સેક્સ 707 પોઈન્ટ (0.89%) ઘટીને, જ્યારે નિફ્ટી 216 પોઈન્ટ (0.86%) ઘટીને 23,939 પર આવી ગયો.
રિઝર્વ બેંકના 90મા વર્ષના સ્મરણોત્સવના ભાગરુપે વિભિન્ન સ્તરે આકર્ષક પુરસ્કારોની સાથે તમામ વિષયોમાં સ્નાતક પાઠ્યક્રમના કોલેજના છાત્રો માટે એક રાષ્ટ્રસ્તરની પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું છે.