આરઆર કાબેલે અમદાવાદમાં કાબેલ સ્ટાર સિઝન 3ના વિજેતાઓ જાહેર કર્યા
ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ અને વાયર્સ તથા કેબલ ઉત્પાદક આરઆર કાબેલ અમદાવાદમાં તેની કાબેલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામ 2024ના વિજેતાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે.
અમદાવાદ : ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ અને વાયર્સ તથા કેબલ ઉત્પાદક આરઆર કાબેલ અમદાવાદમાં તેની કાબેલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામ 2024ના વિજેતાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. ઉદ્યોગ અગ્રણી પહેલરૂપે આ સ્કોલરશિપ પ્રોગ્રામ એવા ઇલેક્ટ્રિશિયનોના બાળકો માટે તૈયાર કરવામાં આવ્યો છે જેમણે આ વર્ષે તેમની 10મા ધોરણની પરીક્ષાઓ સફળતાપૂર્વક પૂરી કરી છે. શિક્ષિત અને સશક્ત ભારતના આરઆર કાબેલના વિઝનને સંલગ્ન આ કાર્યક્રમ હેઠળ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણને ટેકો આપવા અને પ્રોત્સાહિત કરવા માટે પ્રત્યેક વર્ષ દીઠ રૂ. 1 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે. દેશભરમાં 3,000 વિદ્યાર્થીઓની અત્યાર સુધી પ્રત્યેક રૂ. 10,000ની વ્યક્તિગત સ્કોલરશિપ મેળવવા માટે પસંદગી કરવામાં આવી છે. આ અભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ન કેવળ તેમના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે નાણાંકીય સહાય મેળવી છે પરંતુ તેમની આકાંક્ષાઓ સાકાર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું પણ ભર્યું છે.
કંપનીએ ઉદ્યોગ-પ્રથમ પહેલ તરીકે આ સ્કોલરશિપ પ્રોગ્રામની બે સિઝન સફળતાપૂર્વક હાથ ધરી છે અને આ ત્રીજી સિઝન છે જેમાં નોંધપાત્ર સંખ્યામાં અરજીઓ આવી છે. દેશભરમાંથી લગભગ 1,000 સ્કોલરશિપ વિજેતાઓ પૈકી અમદાવાદમાં 26 વિદ્યાર્થીઓને આ સન્માન મળ્યું છે. વિજેતાઓને અમદાવાદમાં હોટલ પ્લેનેટ લેન્ડમાર્ક ખાતે યોજાયેલા એક વિશેષ સમારંભમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
શેરબજારની વર્તમાન સ્થિતિ જોતાં, તમને લાગશે કે સેન્સેક્સ 1 લાખ પોઈન્ટને પાર કરશે તેવી વાતો સંપૂર્ણપણે બકવાસ છે. છતાં, એક અંદાજ છે કે ડિસેમ્બર 2025 સુધીમાં સેન્સેક્સ 1 લાખ પોઈન્ટ કેવી રીતે પાર કરશે?
બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.5-0.5 ટકાનો ઘટાડો થયો. આજના કારોબારમાં, નિફ્ટીમાં ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, નેસ્લે, ટીસીએસ સૌથી વધુ ઘટ્યા હતા.
બજારમાં મંદી વચ્ચે NSDLનો રૂ. 3,000 કરોડનો IPO લોન્ચ! IPO તારીખ, કિંમત, ફાળવણી, GMP, અને છૂટક રોકાણકારો માટે મહત્વપૂર્ણ ટીપ્સ જાણો. તમામ વિગતો અને નિષ્ણાત અહેવાલો સાથે સંપૂર્ણ સમાચાર.