આરઆર કાબેલે ફરી આરઆર કાબેલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામ શરૂ કર્યો
સ્કોલરશિપ પ્રોગ્રામનો હેતુ ઇલેક્ટ્રિશિયનના બાળકોને તેમની પસંદગીની કારકિર્દી પસંદ કરવા માટે પ્રેરિત કરવાનો છે
ભારતમાં અગ્રણી વાયર અને કેબલ ઉત્પાદક અને ઇલેક્ટ્રિકલ સોલ્યુશન્સ કંપનીઓ પૈકીની એક RR કાબેલ લિમિટેડે RR કાબેલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામની નવી આવૃત્તિની જાહેરાત કરી છે. આ પ્રોગ્રામ જે ગયા વર્ષે શરૂ કરવામાં આવ્યો હતો અને ઉદ્યોગમાં આવી પ્રથમ પહેલ છે અને તેનો હેતુ ભારતમાં ઈલેક્ટ્રીશિયનોના બાળકોના સશક્તિકરણ અને તેમને મદદ કરવાનો છે. ગયા વર્ષે કંપનીનો સફળ કાર્યક્રમ રહ્યો હતો જેમાં સમગ્ર ભારતમાં 1,000થી વધુ વિદ્યાર્થીઓને રૂ.1 કરોડથી વધુની સ્કોલરશિપ આપવામાં આવી હતી.
આરઆર કાબેલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામ એ ઇલેક્ટ્રિશિયનના બાળકો માટે છે જેમણે આ વર્ષે તેમની 10મા ધોરણની પરીક્ષા પાસ કરી છે અને હવે હાયર સેકન્ડરી શિક્ષણ લઈ રહ્યા છે. આ
સ્કોલરશિપ માટે અરજી કરવા માટે વિદ્યાર્થીએ પ્રથમ પ્રયાસમાં તેમની પરીક્ષા પાસ કરી હોય તે જરૂરી છે અને તેમના માતા-પિતાએ આરઆર કનેક્ટ એપ્લિકેશન પર ઇલેક્ટ્રિશિયન તરીકે નોંધણી કરાવેલી હોવી જોઈએ. અરજદારોમાંથી ટોચના 1,000 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે અને તેમને દરેકને રૂ. 10,000ની સ્કોલરશિપ આપવામાં આવશે. આ વર્ષ માટેની અરજીઓ જૂન 2023માં લાઇવ થશે.
આરઆર ગ્લોબલના ડિરેક્ટર કીર્તિ કાબરાએ જણાવ્યું કે, “અમારા ઇલેક્ટ્રીશિયનો એ શરૂઆતથી જ આરઆર કાબેલનો એક અભિન્ન હિસ્સો છે. અમે તેમને કાબેલ દોસ્ત તરીકે ઓળખીએ છીએ અને અમે તેમના માટે બિઝનેસથી આગળ કંઈક કરવા માગીએ છીએ. અમે જે સમુદાયના બાળકોના ભવિષ્ય માટે યોગદાન આપવા માંગીએ છીએ તે સમુદાય પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા દર્શાવવાની આનાથી વધુ સારી રીત બીજી કઈ હોઈ શકે.
આરઆર કાબેલ સ્ટાર શિષ્યવૃત્તિ કાર્યક્રમ સાથે અમારો ધ્યેય ઇલેક્ટ્રિશિયનના બાળકોને તેમની મહત્વાકાંક્ષાઓમાં આગળ વધવા અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પ્રેરણા આપવાનો છે. એક બ્રાન્ડ તરીકે અમે દૃઢપણે માનીએ છીએ કે દરેક તેજસ્વી વિદ્યાર્થીને તેમના બેકગ્રાઉન્ડ અથવા નાણાકીય મર્યાદાઓને ધ્યાનમાં લીધા વગર તેમના સપનાને સાકાર કરવાની તક મળવી જોઈએ. આ પ્રોગ્રામ દ્વારા અમે તેજસ્વી વિદ્યાર્થીઓની ક્ષમતાને બહાર લાવવા તથા તેમની ક્ષમતાને ઓળખવા માટે તેમને વધુ ત્સાહિત કરવા માંગીએ છીએ.
આરઆર કાબેલ ખાતે અમે એવા ભવિષ્યને આકાર આપવા માટે પ્રયત્નશીલ છીએ જ્યાં પ્રતિભાને કોઈ સીમા ન હોય અને દરેક વિદ્યાર્થીની આકાંક્ષાઓ ઉડાન ભરી શકે. આરઆર કાબેલ ખાતે અમે અમારા આજના યુવાનોને ભવિષ્યના આશાસ્પદ લીડર બનવા માટે સશક્ત બનાવીને ઇલેક્ટ્રિશિયન સમુદાયના વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ.
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે, દિલ્હીમાં ચાંદી પણ 1,000 રૂપિયા વધીને 1,03,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી, જ્યારે મંગળવારે ચાંદીનો ભાવ 1,02,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
આજે બજારે વધારા સાથે લીલા નિશાનમાં વેપાર શરૂ કર્યો. મંગળવારે શેરબજાર મોટા વધારા સાથે બંધ થયું હતું. ગઈકાલે, સેન્સેક્સ 1131.31 પોઈન્ટ (1.53%) ના વધારા સાથે 75,301.26 પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી 325.55 પોઈન્ટ (1.45%) ના વધારા સાથે 22,834.30 પોઈન્ટ પર બંધ થયો હતો.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.