પ્રતાપનગર અને એકતાનગર વચ્ચે 22 સપ્ટેમ્બર થી રેલવે વ્યવહાર ફરીથી પૂર્વવત
પૂરનું પાણી ઓસરી ગયા પછી વડોદરા મંડળ દ્વારા સમારકામ યુદ્ધના ધોરણે કરવામાં આવ્યું. રેલવે કર્મચારીઓએ ઊંચા કિનારા ઉપર થયેલા નુકસાનના સમારકામ માટે યુદ્ધના ધોરણે દિવસ-રાત કામ કર્યું અને રેલવે ટ્રેકને રેકોર્ડ સમયમાં ટ્રેનોની અવરજવર માટે તૈયાર કરીને ઉલ્લેખનિય ઉપલબ્ધિ પ્રાપ્ત કરી.
તે મુજબ નીચે લખેલી ટ્રેનો જે 23.09.2023 સુધી રદ્દ કરી દેવામાં આવી હતી તેમને 22.09.2023 થી ફરી પૂર્વવત કરવામાં આવી રહી છે જે આ પ્રકારે છે.
1. ટ્રેન નંબર 09107 – પ્રતાપનગર – એકતાનગર મેમૂ
2. ટ્રેન નંબર 09108 – એકતાનગર - પ્રતાપનગરમેમૂ
3. ટ્રેન નંબર 09113 - પ્રતાપનગર - એકતાનગરમેમૂ
4. ટ્રેન નંબર 09114 – એકતાનગર - પ્રતાપનગરમેમૂ
5. ટ્રેન નંબર 20947 – અમદાવાદ - એકતાનગરજન શાતાબ્દી એક્સપ્રેસ
6. ટ્રેન નંબર 20950 – એકતાનગર - અમદાવાદજન શાતાબ્દી એક્સપ્રેસ
નીચે લખેલી ટ્રેનો જે શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી હતી, તેમને તારીખ 21.09.2023 થી ફરી પૂર્વવત કરી દેવામાં આવી છે અને હવે આ ટ્રેનો એકતાનગર સુધી ચલાવવામાં આવી રહી છે.
1. ટ્રેન નં. 20946 હઝરત નિઝામુદ્દીન – એકતાનગર સુપરફાસ્ટ
2. ટ્રેન નં. 20906 રીવા – એકતાનગર સુપરફાસ્ટ
3. ટ્રેન નં. 20945 એકતાનગર – હઝરત નિઝામુદ્દીન સુપરફાસ્ટ
4. ટ્રેન નં. 20905 એકતાનગર - રીવા સુપરફાસ્ટ
5. ટ્રેન નં. 12927 દાદર - એકતાનગર સુપરફાસ્ટ
6. ટ્રેન નં. 12928 એકતાનગર - દાદર સુપરફાસ્ટ
યાત્રિઓને વિનંતી છે કે કૃપા કરી ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખે.
અમરેલી જિલ્લામાં સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, ખાસ કરીને રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં, જ્યાં સિંહોએ હવે પોતાનું ઘર બનાવ્યું છે.
મહેસાણા જિલ્લામાં, PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) યોજના અંગે એક મોટું અપડેટ સપાટી પર આવ્યું છે, જેમાં 20 હોસ્પિટલોમાં ગેરરીતિ છતી થઈ છે.
ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત પર લીલી પરિક્રમામાં એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં આઠ શ્રદ્ધાળુઓએ હાર્ટ એટેકને કારણે જીવ ગુમાવ્યો છે,