વરસાદી માહોલ જામ્યો,ત્રણ દિવસની રજાઓનાં પગલે ગિરિમથક સાપુતારા હાઉસફુલ...
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ,આહવા,પિંપરી,વઘઇ,સાકરપાતળ,સુબિર, ચીંચલી, સિંગાણા સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં થોડાક સમય માટે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં શનિવારે વરસાદી માહોલ જામ્યો હતો. ગતરોજ આહવા પંથકમાં મધ્યમ જ્યારે સાપુતારા પંથકમાં ધબધબાટી બોલાવી હતી. તો વઘઇ અને સુબિર પંથકમાં ઝરમરીયો વરસાદ નોંધાયો હતો. શનિવારે ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ફરી વરસાદી માહોલ જામ્યો હતો. શનિવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ,આહવા,પિંપરી,વઘઇ,સાકરપાતળ,સુબિર, ચીંચલી, સિંગાણા સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં થોડાક સમય માટે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે અંબિકા,ગીરા,પૂર્ણા અને ખાપરી નદીનાં વહેણ તેજ બન્યા હતા.તો બીજી તરફ વરસાદી માહોલમાં પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે. સાથે નાના મોટા જળધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. શનિવારથી સોમવાર સુધી જન્માષ્ટમીની રજા આવતી હોય જેથી જન્માષ્ટમીની રજાઓના સંદર્ભે ગિરિમથક સાપુતારા સહિત ડાંગ જિલ્લાનાં અન્ય પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડતા ઠેરઠેર હાઉસફુલનાં પાટીયા ઝૂલી ઉઠ્યા હતા. સાપુતારા ખાતે વરસાદી માહોલ અને ગાઢ ઘુમ્મસીયા વાતાવરણમાં કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ઠેરઠેર બખા થઈ જવા પામ્યા હતા. સાપુતારા ખાતે ત્રણ દિવસ સુધી હોટલોમાં બુકીંગ થઈ જતા શનિવારથી જ હાઉસફુલનાં પાટીયા ઝૂલી ઉઠ્યા છે. ડાંગ જિલ્લાનાં ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન વઘઇ પંથકમાં 30 મિમી અર્થાત 1.2 ઈંચ, આહવા પંથકમાં 41 મિમી અર્થાત 1.64 ઈંચ, સુબિર પંથકમાં 45 મિમી અર્થાત 1.8 ઈંચ જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 2.76 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
"નર્મદાના પીપલોદ ગામમાં ભત્રીજા મહેશ વસાવાએ કાકી રમીલાબેનની બિભત્સ માંગણી ન સ્વીકારવા પર ગળું દબાવી હત્યા કરી. આ ચોંકાવનારી ઘટનાની સંપૂર્ણ વિગતો, પોલીસ તપાસ અને સમાજ પરની અસર વાંચો."
"રાજકોટમાં 15 વર્ષથી નકલી ડોક્ટર હરેશ મારૂએ બોગસ પ્રેક્ટિસ કરી લોકોના જીવ સાથે રમત રમી. એસઓજી પોલીસની ધરપકડથી ખળભળાટ. વાંચો સંપૂર્ણ ઘટનાની વિગતો."
"ગુજરાતના જૂનાગઢમાં નકલી નોટ છાપનાર ત્રણ શખ્સો પોલીસના હાથે ઝડપાયા. રાજકોટની આંગડિયા પેઢીમાંથી 12 નકલી નોટો મળી, જેની તપાસમાં પ્રિન્ટિંગ મશીન અને કાગળ બરામદ થયા. જાણો આ ગુનાની સંપૂર્ણ વિગતો."