રાજપીપલા આરટીઓ કચેરીએ અકસ્માતમાં અવસાન પામેલા નાગરિકોની યાદમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી
વિશ્વ શ્રદ્ધાંજલી દિવસ નિમિત્તે રાજપીપલા આરટીઓ કચેરી દ્વારા માર્ગ અકસ્માતમાં અવસાન પામેલા નાગરિકોની યાદમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
રાજપીપલા: વિશ્વ શ્રદ્ધાંજલી દિવસ નિમિત્તે રાજપીપલા આરટીઓ કચેરી દ્વારા માર્ગ અકસ્માતમાં અવસાન પામેલા નાગરિકોની યાદમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી દ્વારા ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવા અને ટ્રાફિક નિયમોનું ચૂસ્તપણે પાલન કરાવવા તેમજ કાયદાકીય રક્ષણ માટેની જોગવાઈ અને માહિતી અંગે જાહેર જનતાને જાગૃત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમમાં વાહન નિરિક્ષકશ્રી વી ડી આસલ, શ્રી સી.ડી.પ્રજાપતિ, શ્રી પી.બી.પટેલ તેમજ અન્ય સ્ટાફ, નર્મદા જિલ્લા પોલીસ (ટ્રાફિક શાખા) ના જવાનો, EMRI ૧૦૮ ના સુપરવાઈઝરશ્રી પ્રવીણભાઈ વસાવા સહિત સંપૂર્ણ સ્ટાફ હાજર રહ્યો હતો.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.