રાજુલા સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં થી બે પાકૅ કરેલ મોટરસાયકલ ની ચોરી કરી ગયેલા અજાણ્યા ઈસમને પકડી પાડતી રાજુલા પોલીસ
ગુજરાતના ભાવનગર રેન્જમાં રાજુલા પોલીસે રાજુલા સરકારી હોસ્પિટલ કમ્પાઉન્ડના પાર્કિંગમાંથી બે મોટરસાયકલની ચોરી કરનાર અજાણ્યા શખ્સની ધરપકડ કરી છે.
કિશોર સોલંકી, જાફરાબાદ: રાજુલા શહેરમાં સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ પાર્કિંગ માં પાકૅ કરેલ બે મોટરસાયકલ ચોરીના અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી રાજુલા પોલીસ ટીમ ભાવનગર રેન્જ આઇ.જી શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુનાઓ ડીટેકટ કરવા સૂચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી. વોરા સાહેબ સાવરકુંડલા વિભાગ ના ઓએ મિલ્કત સબંધી ગુનાના આરોપી ઓને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેકટ કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજુલા પો.સ્ટે. ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.એસ. કુગસીયા સાહેબ ની રાહબરી હેઠળ રાજુલા સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ પાર્કિંગ માં પાકૅ કરેલ બે મોટરસાયકલ (૧) હિરોકંપનીનુ કાળા કલર નું સિલ્વર પટ્ટાવાળુ R.T.O રજી. નં. GJ ૧૪ AE - ૦૭૩૬ કિ.રૂ. ૧૫૦૦૦/- તથા (૨) હિરોહોન્ડા સ્પ્લેન્ડર પ્લસ રજી. નં. GJ ૦૧ -NC -૯૭૩૭ કિ. રૂ. ૨૦,૦૦૦/- નું કોઈ ચોર ઈસમ ચોરી કરી નાસી ગયેલ હોય જે આરોપી ઓની ખાનગી બાતમીદારો મારફતે આરોપીઓ અંગે ચોક્કસ બાતમી મેળવી ઉપરોક્ત ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપી ઓને ચોરીમાં ગયેલ બંન્ને મોટરસાયકલ સાથે પકડી પાડી અનડીટેકટ ગુન્હા નો ભેદઉકેલેલ ગુનાની વિગત ગઈ તા/૧૧/૦૯/૨૦૨૩ ના રોજ સવારના નવ વાગ્યે ફરીયાદી પોતાનું હિરો કંપની નું કાળા કલર નું સિલ્વર પટ્ટાવાળુ R.T.O રજી. નં. GJ ૧૪- ૦૭૩૬ કિ.રૂ. ૧૫૦૦૦/- નું મોટરસાયકલ રાજુલા સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ પાર્કિંગ માં પાકૅ કરીને પીપાવાવ પોર્ટ ખાતે નોકરીએ ગયેલ અને સાંજના નવ વાગ્યે પરત આવેલ આ દરમ્યાન હોસ્પિટલમાં પાકૅ કરેલ ફરિયાદી નું સદરહું મોટરસાયકલ તથા તેની બાજુમાં અન્ય હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ રજી. નં. GJ -૦૧-NC -૯૭૩૭ નું મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ હોય જે ચોર ઈસમ વિરુદ્ધ પ્રથમ ફરિયાદી એ ઈ. એફ.આઇ. આર. તથા બાદમાં રાજુલા પો.સ્ટે.એ. પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૦૨૩૦૪૨૯/૨૦૨૩ IPC કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. થયેલ ના દિવસોમાં ગણતરીના કલાકોમાં આરોપી રાહુલભાઇ ઉફૅ રધલો પુનાભાઈ સોલંકી ઉ.વ. ૨૧ ને ચોરાયેલી મોટરસાયકલ સાથે ધરપકડ કરવામાં આવી આ કામગીરી માં રાજુલા પો.સ્ટે. ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.એસ. કુગસીયા તથા સર્વેલન્સ સ્કોડ ના હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ, તથા જયેન્દ્રભાઈ સુગરભાઈ બસીયા, મહેશભાઈ ગણેશભાઈ બારૈયા, તથા ટાઉન બીટના હેડ કોન્સ્ટેબલ રાણાભાઇ કાબાભાઈ વરુ, તથા પો. કોન્સ્ટેબલ અશોકભાઈ બાલુભાઈ ભુકણ, તથા પો. કોન્સ્ટેબલ રવિભાઈ બાબુભાઈ વરુ, તથા રાજુલા પોલીસ સ્ટાફ આ કામગીરી કરી હતી તેમજ આરોપી ને પકડી ધોરણસરની કાર્યવાહી કરતી રાજુલા પોલીસ ટીમ.
ગુજરાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ "ડિજિટલ ગુજરાત" હાંસલ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું, અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના "ડિજિટલ ઇન્ડિયા"ના વિઝનને અનુરૂપ હતું. રાજ્યએ સુશાસન દિવસ પર પરિવર્તનકારી હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર ટુ ફેમિલી) પહેલ શરૂ કરી, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ કનેક્ટિવિટી વધારવા અને ટેકનોલોજી દ્વારા જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે.
રાજસ્થાનના બે મહિનાના શિશુએ અમદાવાદ, ગુજરાતમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) માટે સકારાત્મક પરીક્ષણ કર્યું, જે રાજ્યનો પ્રથમ નોંધાયેલ કેસ છે. સરવરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયેલ બાળક સારવાર હેઠળ છે.
ભારતીય માનક બ્યુરો - બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના ૭૮માં સ્થાપના દિવસે આયોજિત ક્વોલિટી કોન્કલેવનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. BISના અમદાવાદ કાર્યાલય દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી આ કોન્કલેવ યોજવામાં આવી હતી.