મારામારી તથા પ્રોહીબીશન મળી કુલ ૨૬, ગુન્હાઓના ગુનાહિત ઈતિહાસ ધરાવતો હિસ્ટ્રી શીટર ઈસમને પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ
રાજુલા પોલીસે હિસ્ટ્રીશીટર ઈસમની 26 ગુના સાથે ધરપકડ કરી છે.
(કિશોર આર. સોલંકી)જાફરાબાદ: રાજુલા પોલીસ સ્ટેશનના રાજુલા ટાઉન ગુનાહિત ઈતિહાસ ધરાવતો હિસ્ટ્રી શિટર ઈસમોને ચોરીના મોટરસાયકલ સાથે રજુલાથી પકડી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી રાજુલા પોલીસ મ્હે. ભાવનગર રેન્જ આઇ.જી ગૌતમ પરમાર સાહેબ ના ઓએ ભાવનગર રેન્જ ના જિલ્લાઓ માં મિલ્કત સંબંધી ગુન્હાઓ ડીટેકટ કરી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે મ્હે. અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિંમકર સિંહ સાહેબ નાઓએ મિલ્કત સંબંધી ગુન્હાઓ ડીટેકટ કરવા સૂચના આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક એચ. બી. વોરા સાહેબ સાવરકુંડલા વિભાગ ના ઓએ મિલ્કત સંબંધી ગુન્હાઓ ડીટેકટ કરી આરોપીઓને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.એસ. કુગસીયા સાહેબ ની સુચના અને માર્ગદર્શન આધારે રાજુલા પોલીસ ટીમ રાજુલા ટાઉન માંથી રાજુલા પોલીસ સ્ટેશન ર. નં. ૧૧૧૯૩૦૫૦૨૩૦૪૧૩ IPC કલમ ૩૭૯ મુજબ ગુન્હાના કામે ના આરોપી ને સદરહું ગુન્હામાં ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે પકડી પાડી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી આરોપી મેહુલ ઉફૅ દુડી મથુરભાઈ વાઘેલા ઉ. વ. ૨૨, ને પકડી આરોપી વિરુદ્ધ ધોરણ સર કાર્યવાહી હાથ ધરવામાં આવી.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.