રેલિસ ઇન્ડિયાની FY23 આવક 14 ટકા વધીને રૂ. 2967 કરોડ, ચોખ્ખો નફો રૂ. 92 કરોડ
બોર્ડે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 2.5 ડિવિડન્ડની ભલામણ કરી, આવો વધુ જાણીએ પરિણામો વિશે
મુંબઇ : ટાટા જૂથની કંપની અને ભારતીય એગ્રી ઇનપુટ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી કંપની રેલિસ ઇન્ડિયા લિમિટેડે માર્ચ 2023માં પૂરા થયેલા નાણાકીય વર્ષનાં ચોથા ત્રિમાસિક સમયગાળા માટે નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.
પરિણામ જાહેર કરતા રેલિસ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ સંજીવ લાલે જણાવ્યું હતું કે, કંપનીએ ગયા વર્ષે અનેક અવરોધો છતાં આવકમાં 14 ટકા વૃધ્ધિ નોંધાવી હતી. વર્ષ દરમિયાન અમારો સ્થાનિક ક્રોપ કેર બિઝનેસ 12 ટકા અને નિકાસ 25 ટકા વધી હતી. નિકાસની આવક રૂ. 979 કરોડ થઈ હતી. ક્રોપ ન્યુટ્રીશન બિઝનેસ 22 ટકા વધ્યો હતો.
ડાંગર તરફના ઝૂકાવ અને મકાઇમાં પુરવઠામાં અછતને કારણે સીડ બિઝનેસની આવક રૂ. 345 કરોડ થઈ હતી, જે ગયા વર્ષ જેટલી જ હતી. અમે રૂ. 52.8 કરોડની સ્લો મુવિંગ/નોન-મુવિંગ ઇન્વેન્ટરી માટેની જોગવાઇ અને રૂ. 30.4 કરોડની ઇન્ટેન્જિબલ એસેટમાં ઇમ્પેરમેન્ટ નોંધી છે. આ બિઝનેસને સ્થિર કરવા અને યુનિટ ઇકોનોમિક્સ સુધારવા માટેનાં પ્રયાસ ચાલુ છે. ઉત્તર ભારત માટેની કોટન બ્રાન્ડ દિગ્ગજને મળેલો સકારાત્મક પ્રતિસાદ પ્રોત્સાહક છે.
FY24 માટે અલ નિનોની અસરની આગાહી છે અને બિઝનેસ પર તેની અસર ઓછી કરવાનાં પ્રયત્નો ચાલુ છે. લાંબા ગાળા માટે અમારી મૂડી ખર્ચ યોજનાઓ, નવી પ્રોડક્ટ લોંચિંગન યોજનાઓ અને માંગ ઊભી કરે તેવા રોકાણની યોજનાઓ યથાવત છે. અમારી કામગીરીમાં ટેકનોલોજી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ પરનું ફોકસ ચાલુ રહેશે.
આ વર્ષ રેલિસની સ્થાપનાનું 75મું વર્ષ છે. અમે આ યાત્રામાં મદદ કરનારં તમામ હિતધારકોનો આભાર માનીએ છીએ. અમે આ સીમાચિહ્નને “રુટેડ ઇન વેલ્યુઝ, સિડીંગ ગ્રોથ” નામ આપ્યું છે અને અમે વિજ્ઞાન દ્વારા ખેડૂતોને મદદ કરવાનું ચાલુ રાખીશું.
રેલિસ ઇન્ડિયાએ માર્ચ, 2023માં પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 523 કરોડની આવક નોંધાવ હતી, જે અગાઉનાં વર્ષનાં રૂ. 508 કરોડ કરતાં 3 ટકા વધુ છે. કરવેરા પછીની ખોટ (અપવાદરૂપ આઇટમ્સ બાદ) રૂ. 69 કરોડ હતી, જે અગાઉનાં વર્ષમાં રૂ. 14 કરોડ હતી.
કંપનીએ 31 માર્ચ, 2023નાં રોજ પૂરા થયેલાં વર્ષમાં રૂ. 2967 કરોડની આવક નોંધાવી હતી, જે અગાઉનાં વર્ષનાં રૂ. 2604 કરોડ કરતાં 14 ટકા વધુ છે. કરવેરા પછીનો નફો (અપવાદરૂપ આઇટમ્સ બાદ) રૂ. 92 કરોડ હતો, જે અગાઉનાં વર્ષમાં રૂ. 164 કરોડ હતો.
● સફળ નવી પ્રોડક્ટ લોંચઃ 4 જંતુનાશકો, 3 ફુગનાશકો, 3 વનસ્પતિનાશકો, 3 પાક પોષણ પ્રોડક્ટ અને સીડ કેટેગરીમાં 5 હાઇબ્રિડ
● બહુ-હેતુક પ્લાન્ટ લગભગ પૂરો થવાનાં આરે છે અને Q1 FY24માં કમર્શિયલ પ્રોડક્શન માટે તૈયાર થવાની ધારણા છે.
● આયાત પરનું અવલંબન ઘટાડવા માટે મહત્વનાં મોલેક્યુલ્સ અને મહત્વનાં ઇન્ટરમિડિયરી માટે વૈકલ્પિક વેન્ડર ડેવલપમેન્ટનું કામ સંતોષજનક રીતે ચાલુ છે.
મહારાષ્ટ્ર સરકારે મંગળવારે 1 જુલાઈ, 2024 થી અમલમાં આવતા 5મા પગાર પંચના અપરિવર્તિત પગાર ધોરણ હેઠળ તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં 12 ટકાનો વધારો કરવાનો આદેશ જારી કર્યો છે. સરકારી ઠરાવ (GR) મુજબ, DA 443 ટકાથી સુધારીને 455 ટકા કરવામાં આવ્યો છે.
આજના કારોબારમાં, આઇટી, મેટલ, ઓઇલ અને ગેસ, ઉર્જા, કેપિટલ ગુડ્સ, પીએસયુ બેંકો, રિયલ્ટીમાં 0.5-1 ટકાનો ઘટાડો થયો.
ભારતમાં અગ્રણી પ્રીમિયમ કાર ઉત્પાદક હોંડા કાર્સ ઈન્ડિયા લિ. (એચસીઆઈએલ) દ્વારા ઘરઆંગણે તેમ જ આંતરરાષ્ટ્રીય બજારમાં સફળતાને પગલે તેની વૈશ્વિક એસયુવી મોડેલ હોંડા એલીવેટનું 1 લાખનું એકત્રિત વેચાણનું માઈલસ્ટોન પાર કર્યું છે.