મતદાન જાગૃતિ માટે લીમપુરા અને મોરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની રેલી
તાલુકાની લીમપુરા અને મોરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મતદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજીને ગ્રામજનોને આગામી તા. ૦૭ મે, ૨૦૨૪ ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી.
રાજપીપલા :- તાલુકાની લીમપુરા અને મોરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મતદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજીને ગ્રામજનોને આગામી તા. ૦૭ મે, ૨૦૨૪ ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓએ બેનરો-પોસ્ટરો સાથે ગામમાં ફરીને મતદાન માટે ગ્રામજનોને જાગૃત કર્યા હતા.
લોકશાહીના આ મહાપર્વને ઉત્સાહપૂર્વક ઉજવવાના સઘન પ્રયાસોના ભાગરૂપે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને સ્વીપ પ્રવૃત્તિના નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નિશાંત દવેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ઠેર-ઠેર ચૂંટણી સંદર્ભે જાગૃતતા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી