રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા: ઈસુદાન ગઢવી
ભાજપ કોંગ્રેસ સહિત બીજી અનેક પાર્ટીઓના ઈમાનદાર હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દિવસેને દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: ઈસુદાન ગઢવી
અમદાવાદ : આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને પ્રદેશ ટ્રેડ વિંગ ઉપપ્રમુખ નવલભાઈ મહેશ્વરીની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેરના રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના સામાજિક તથા રાજકીય આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા. પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીના હસ્તે ખેસ ધારણ કરી તમામ આગેવાનો વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. નવલભાઈ મુજબ રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના ગુજરાતના વિવિધ સ્થળો જેવા કે અરવલ્લી, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લાના આરજેપીના 5000 કાર્યકર્તાઓ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી પહેલા વધુને વધુ મજબૂત થઈ રહી છે. ભાજપ કોંગ્રેસ સહિત બીજી અનેક પાર્ટીઓના ઈમાનદાર હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દિવસેને દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ પરથી સ્પષ્ટ પણે કહી શકાય કે અરવિંદ કેજરીવાલજી દ્વારા દિલ્હીમાં કરવામાં આવી રહેલા જનકલ્યાણના કામોની માહિતી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી રહી છે અને મોટી સંખ્યામાં લોકો અરવિંદ કેજરીવાલજીની અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. આવનારા દિવસોમાં વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે અને આની સીધી અસર આવનારી લોકસભા ચૂંટણીમાં જોવા મળશે.
દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેરાત કરી કે હવે દિલ્હીમાં 80 હજાર નવા વૃદ્ધોને પણ પેન્શન આપવામાં આવશે.
અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં જનતા સાથે 'રેવડી પર ચર્ચા' શરૂ કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જનતાના પૈસા, જનતાના પૈસા, તેના પર જનતાનો અધિકાર પણ જનતાનો છે. જો ભાજપ દિલ્હીમાં આવશે તો જનતા માટે ઉપલબ્ધ 6 રેવડીઓ બંધ કરશે.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મુખ્યમંત્રી આતિશને મોટી રાહત મળી છે. કોર્ટે આતિશી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં નીચલી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.