નર્મદા જિલ્લામાં રેશનકાર્ડ ધારકોને સપ્ટેમ્બર મહિનાથી પુરવઠાનો જથ્થો નહિ મળે..??
નર્મદા જિલ્લો કટોકટીની અણી પર છે જે તેના સૌથી વધુ સંવેદનશીલ રહેવાસીઓને અસર કરશે. રેશનકાર્ડ ધારકોને પુરવઠાના જથ્થામાં આશ્ચર્યજનક ઘટાડાનો સામનો કરવો પડશે, અને આ નિર્ણયના પરિણામો સ્થાનિકોમાં ઊંડી ચિંતા ફેલાવી રહ્યા છે.
(પ્રતિનિધિ દ્વારા)રાજપીપળા: નર્મદા જિલ્લામાં ફેર પ્રાઇશ શોપ એસોસિયેશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી તેમની પડતર માંગણીઓ નહિ સ્વીકારાઈ તો આગમી સપ્ટેમ્બર મહિનામાં પુરવઠો નહિ લેવા રજૂઆત કરાઈ છે
આવેદનમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં રેશન ડીલરો ના પડતર પ્રશ્નો બાબતે રાજ્ય ના બંને એસોસિએશન ઘણા લાંબા સમયથી લેખિત અને મૌખિક રજૂઆતો સરકાર સાથે અને સરકારના અધિકારીઓ સાથે અનેક બેઠકો થઈ ચૂકી છે.તેમાં સરકારે પડતર પ્રશ્નો અંગે ચોક્કસ નીતિ વિષયક સર્વ સંમતિ સંધાઈ ગયા બાદ પુરવઠા વિભાગ પાસે થી દરખાસ્ત કરવાનું કમીટમેન્ટ કરવામાં આવેલું. તેમ છતાં લાંબા સમયથી પડતર માંગણીઓની સતત ઉપેક્ષા થઈ રહી હોઈ અને યોગ્ય હકારાત્મકતા પણ નહીં મળતા ગાંધી ચિંધ્યા માર્ગે સરકાર ને ગુજરાત રાજ્ય એસોસિએશન દ્વારા તારીખ 4/8/2023 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી અને પુરવઠા મંત્રી કેબિનેટ ને પત્ર દ્વારા જણાવેલ કે અમારા રેશન ડીલર એસોસિયેશન ને કમીટમેન્ટ મળેલ પડતર માંગણીઓ લાંબા સમયથી વણ ઉકેલાયેલી રહી હોવાથી ન છૂટકે મજબૂરી થી આવી કારમી મોંઘવારી માં રાજ્ય લેવલના બંને એસોસિએશન નાં સંયુક્ત ઉપક્રમે તા.01/08/2023 ના રોજ મળેલ સાધારણ સભામાં સર્વાંનુમતે નક્કી થયા મુજબ આગામી સપ્ટેમ્બર 2023 નો જથ્થો ગુજરાત ના કોઈપણ રેશન ડીલર દુકાને કાર્ડ ગ્રાહકો ને વિતરણ માટે જથ્થો ઉપાડશે/ઉતારશે નહીં.
આ ઠરાવ ને અમારો તાલુકો જીલ્લો સંપૂર્ણપણે સમર્થન/ટેકો જાહેર કરે છે અને તે મુજબ અમો રેશન ડીલરો સપ્ટેમ્બર-2023 નો જથ્થો ઉપાડ કે દુકાને ઉતારીશું નહીં. તેની આ આવેદન પત્ર થી જાણ કરીએ છીએ.
નવી ડી.એસ.ડી.કોન્ટ્રાક્ટ ની કામગીરી પૂર્ણ થઇ ન હોય અને જૂના કોન્ટ્રાકટર કામગીરી કરવા સંમત ન હોય તેવું અમારી જાણ માં આવેલ છે .તો અમો રેશન ડીલરો પણ ગોડાઉન ઉપર થી પોતાના વાહન લઇને જથ્થો ઉપાડવાની કામગીરી કરવાના નથી તે પણ સ્પષ્ટ વાત છે .
પુરવઠા ડીલરોની વહેલીતકે માંગો નહિ સ્વીકારાઈ તો આવનારા દિવસો માં રેશનકાર્ડ પર નભતા મધ્યમ અને ગરીબ પરિવારો ની હાલત કફોડી બનશે અને એના માટે સરકાર જવાબદાર સાબિત થશે માટે રેશનકાર્ડ પર નભતા પરૈવારોની થાળી માંથી ભોજનનો કોળિયો નાં છીનવાય એ માટે સરકારે ઘટતું કરવુ જોઈએ.
નર્મદા જિલ્લામાં કુલ 221 પુરવઠા ની દુકાનો આવેલ છે જેમાં 1,19,209 રેશનકાર્ડ છે જેની જનસંખ્યા 5,71,038 થતી હોય જો પુરવઠા સંચાલકોની માંગણી સરકાર નહિ સ્વીકારે તો 5,71,038 ગ્રાહકો ને જથ્થો નહિ મળે તો નર્મદા જિલ્લા જેવા પછાત જિલ્લાની પ્રજા ની હાલત દયનીય બનશે. આગામી દિવસોમાં અનેક મોટા તહેવારો પણ આવતા હોય ત્યારે કાર્ડ ધારકો અનાજ નહિ મળે તો ક્યાં જશે અને આટલી મોંઘવારી માં બજાર ની દુકાનો માંથી કઈ રીતે અનાજ ખરીદશે.
રાજકોટ-અમદાવાદ હાઇવે, જેને રૂ. 3,350 કરોડથી વધુના ખર્ચે સિક્સ-લેન રોડ તરીકે અપગ્રેડ કરવામાં આવ્યો છે, તેની ટોલ વસૂલાત પ્રણાલીમાં મોટો ફેરફાર થવાનો છે.
13મી નવેમ્બરે યોજાયેલી વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થવાના છે. આ બેઠક માટે કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે,
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,